ચેન્નઈ, ભારત ૦૧ જુલાઈ ૨૦૨૫: ટ્રેક્ટરો અને કૃષિ ઉપકરણોની વિશ્વની સૌથી મોટી ઉત્પાદનકર્તા કંપનીઓમાંથી એક ટાફેએ આજે જાહેરાત કરી છે કે બ્રાન્ડ, કૉમર્શિયલ મુદ્દાઓ અને શૅરહોલ્ડિંગ સંબંધિત તમામ બાબતો પર એજીસીઓની સાથે એક વ્યાપક સેટલમેન્ટ અને ઉકેલ પર પહોંચવામાં આવ્યું છે.
સેટલમેન્ટમાં અહીં નીચે જણાવેલી મુખ્ય બાબતોને આવરી લેવામાં આવી છેઃ
- ‘મેસી ફર્ગ્યુસન’ અને તેના સંબંધિત ટ્રેડમાર્ક્સ અને તેની સાથે સંકળાયેલી તમામ સાખમાં રહેલા તમામ અધિકારો, માલિકીહક અને હિતસંબંધ સહિત મેસી ફર્ગ્યુસન બ્રાન્ડની માલિકી ભારત, નેપાળ અને ભૂતાન માટેના એકમાત્ર અને એક્સક્લુસિવ માલિક તરીકે ટાફેની પાસે રહેશે.
- ટાફેમાં રહેલા એજીસીઓના શૅર્સ ટાફે 260 મિલિયન યુએસ ડૉલરમાં ખરીદી લેશે, જેનો હિસ્સો ટાફેની ઇક્વિટીના 20.7%થવા જાય છે, જેના પરિણામે ટાફે વિલીનીકરણ પામનારા ગ્રૂપની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની બની જશે, જે એક વૈવિધ્યીકરણ પામેલો ઔદ્યોગિક સમૂહ છે, જેનું વડુંમથક ભારતના ચેન્નઈમાં આવેલું છે.
- ટાફે એજીસીઓમાં રહેલું તેનું શૅરહોલ્ડિંગ 16.3%ના માલિકી સ્તરે જાળવી રાખશે અને તેનાથી વધારે નહીંતથા તેની સાથે-સાથે કેટલાક અપવાદોને આધિન તેની પ્રમાણસરની માલિકીને જાળવવા માટે એજીસીઓના ભવિષ્યના બાયબેક પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.
- ટાફે કેટલાક અપવાદોને આધિન શૅરધારકોની મીટિંગમાં એજીસીઓના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની તમામ ભલામણોની તરફેણમાં તેના શૅર્સનું મતદાન કરીને એજીસીઓને સમર્થન પૂરું પાડશે.
- ટાફે એજીસીઓના નેતૃત્વની સાથે સમયાંતરે વાતચીતનું આયોજન કરીને એજીસીઓમાં તેનું લાંબાગાળાનું રોકાણ જાળવી રાખશે.
- ટાફે અને એજીસીઓ વચ્ચેના તમામ કૉમર્શિયલ કરારો પારસ્પરિક રીતે રદ કરવામાં આવશે, ત્યારે ટાફે બાકી રહેલા સપ્લાય ઑર્ડરોને પૂરાં કરશે અને સંમત થયેલી શરતો પર તમામ માર્કેટ માટે પાર્ટ્સનો સપ્લાય કરવાનું ચાલું રાખશે.
- હાલમાં ચાલી રહેલી તમામ કાયદાકીય કાર્યવાહીઓ અફર અને બિનશરતી રીતે પાછી ખેંચી લેવામાં આવશે. હાલમાં ભારતમાં આવેલી મદ્રાસ હાઈ કૉર્ટ સમક્ષ અનિર્ણિત મેસી ફર્ગ્યુસન બ્રાન્ડ સંબંધિત ત્રણ દાવામાં સંમતિનું હુકમનામું માગવામાં આવશે.
એજીસીઓ અને ટાફે પાસે રહેલા શૅરની ફરીથી ખરીદી સંબંધિત ભારતમાં ચાલી રહેલી કેટલીક સરકારી અને અન્ય પ્રક્રિયાઓ એજીસીઓ અને ટાફે દ્વારા પૂરી થઈ જવા પર આ કરાર લાગુ થઈ જશે.
ટાફેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી મલ્લિકા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ‘અમે જ્યારે ટાફેની વિકાસયાત્રાના નવા ચરણમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે અમે એજીસીઓ સાથેની લાંબાગાળાની સહભાગીદારીને માન્યતા આપીએ છીએ અને તેની કદર કરીએ છીએ તથા અમારી સાથે સંકળાયેલા શૅરધારક તરીકે એજીસીઓને સમર્થન પૂરું પાડવાનું ચાલું રાખીશું.’
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં 65 વર્ષથી ભારતીય ગ્રાહકોના મનમાં ટાફે અને મેસી ફર્ગ્યુસન એકબીજાના પર્યાય તરીકે અંકિત થયેલા છે. અમે ભારતમાં કૃષિ સમુદાયને અમારા નવીન ઉત્પાદનો, ઉકેલો અને સેવાઓ પૂરી પાડીને ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવાની અમારી કટિબદ્ધતાને ફરીથી સમર્પિત થઇએ છીએ. અમે અમારા વિઝન‘કલ્ટિવેટિંગ ધી વર્લ્ડ’ના વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે અમને વિશ્વાસ છે કે અમે અમારા તમામ હિતધારકોને અસાધારણ લાભ પૂરો પાડી શકીશું.’
