Truth of Bharat
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તહેવારોની આ સિઝનમાં સ્વિગી દ્વારા ફૂડ ઓન ટ્રેન માટે નવી સુવિધાઓ રજૂ

  • મુસાફરો 115થી વધુ સ્ટેશનો પર મુસાફરી કરતી વખતે સ્વિગી પીપી પર ‘સિટી બેસ્ટ’ ફૂડ ઓર્ડર કરી શકે છે
  • ટ્રેનમાં કોઈપણ મુશ્કેલી વગર ભોજનનો આસ્વાદ માણવા માટે ઇઝી ઇટ્સ લોન્ચ
  • ટ્રેનના ઓર્ડર પર ફૂડ માટેની બેસ્ટ ડીલ્સ માટે તદ્દન નવો ઓફર ઝોન
  • આ નવરાત્રીમાં શાકાહારીઓ અને ઉપવાસ કરનારાઓ માટે શુદ્ધ શાકાહારી સેક્શન શરૂ કરવામાં આવ્યો

બેંગલુરુ | ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ, સ્વિગી (સ્વિગિ લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285) દ્વારા આજે ​​તેની ફૂડ ઓન ટ્રેન સેવા માટે નવી સુવિધાઓના પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની આ મોસમ દરમિયાન, સ્વિગીએ સ્માર્ટ, વધુ વ્યક્તિગત મેનુ પસંદગીઓ શરૂ કરી છે, જે ભારતભરમાં ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે એક રોમાંચક નવો ભોજનનો અનુભવ લાવે છે. તેઓ ‘સિટી બેસ્ટ’ ડિશની રેન્જમાંથી પસંદ કરી શકે છે, જે તમામ સ્ટેશનો માટેની આઇકોનિક ખાણીપીણીની ખાસ તૈયાર કરાયેલી યાદી છે. આ ઉપરાંત, સ્વિગીએ ઇઝી ઇટ્સનો પણ પ્રારંભ કર્યો છે જે ટ્રેનમાં કોઈપણ મુશ્કેલી વગર ભોજનનો અનુભવ સુનિશ્ચિત કરે છે. સ્વિગીનું ઇઝી ઇટ્સ સિલેક્શન ખાસ કરીને ટ્રેનમાં ભોજનનો આસ્વાદ માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સલાડ જેવા હેલ્ધી નિબલ્સથી લઈને ફ્રાઈસ અને નાચો જેવા ફન મન્ચીઝ સુધીનું આ ભોજન ખાતરીપૂર્ણ કટલરી કીટ સાથે સુઘડ, અનુકૂળ પેકેજિંગમાં આવે છે.

વધુમાં, જેઓ શાકાહારી ખોરાક પસંદ કરે છે અથવા નવરાત્રિમાં ઉપવાસ કરે છે તેમના માટે સ્વિગીએ એક સમર્પિત શુદ્ધ શાકાહારી સેક્શન શરૂ કર્યો છે. આ નવી સુવિધાથી સ્વાદિષ્ટ, વિશ્વસનીય 100% શાકાહારી ભોજન શોધવાનું સરળ થઈ જાય છે. એટલું જ નહીં. તહેવારોની આ મોસમમાં, મુસાફરો તદ્દન નવા ઑફર ઝોનની મદદથી સ્વિગી દ્વારા તેમના ફૂડ ઓન ટ્રેન ઓર્ડર પર અજેય વેલ્યૂ શોધી શકે છે. આ સમર્પિત સેક્શન મુસાફરોને ટોચનાં રેસ્ટોરન્ટ્સમાં 60% સુધીની છૂટ સહિત કોઈપણ સ્ટેશન પર ઉપલબ્ધ 30થી વધુ બેસ્ટ ડીલ્સનો તાત્કાલિક ઍક્સેસ આપતો હોવાથી સ્વાદિષ્ટ ભોજન પર બચત કરવાનું સરળ થઈ જાય છે.

તહેવારોની આ મોસમમાં, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો 5,000થી વધુ ડીશોમાંથી તેમનું પરફેક્ટ ફૂડ પસંદ કરી શકે છે અને 115થી વધુ સ્ટેશનો પર તેમની ટ્રેનની સીટ પર ફૂડ ડિલિવર કરવામાં આવે છે! અમદાવાદની પરંપરાગત થાળી હોય કે પશ્ચિમ બંગાળમાં સ્વાદિષ્ટ સીફૂડ કરી, અમે ભારતના શ્રેષ્ઠ સ્થાનિક સ્વાદો સીધા જ મુસાફરની ટ્રેનની સીટ સુધી પહોંચાડી રહ્યા છીએ.

સ્વિગી ખાતે ફૂડ સ્ટ્રેટેજી, ગ્રાહક અનુભવ અને નવી પહેલોના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દીપક માલુએ તહેવારોની મોસમમાં લોન્ચ કરવામાં આવેલી નવી સુવિધાઓ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોની ઇચ્છા સાંભળી અને અમે દરેક મુસાફરીને સ્વાદિષ્ટ, અનુકૂળ અને ખરેખર ખાસ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલો સ્માર્ટ, વધુ પર્સનલાઇઝ કરેલી ભોજનની પસંદગીઓનો સમૂહ રજૂ કરવા બદલ ઉત્સાહિત છીએ. સિટી બેસ્ટની મદદથી, અમે ઓર્ડરિંગમાંથી અટકળો લગાવવાનું ખતમ કરી દીધું છે, જેથી પ્રવાસીઓ તેમના અદ્ભુત ફૂડ, સ્વચ્છ અને ઉદાર માત્રા માટે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ભાગીદારો પાસેથી વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળા ભોજનના વિકલ્પો સરળતાથી શોધી શકે. તેવી જ રીતે ઇઝી ઇટ્સની મદદથી, અમે સફરમાં મળતા અવ્યવસ્થિત, અસુવિધાજનક ભોજનની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છીએ, જ્યારે અમારો શુદ્ધ શાકાહારી સેક્શન શાકાહારી પ્રવાસીઓને માનસિક શાંતિ આપે છે. એકંદરે, અમે તે હકીકતને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આપણે બધા જાણીએ છીએ: કે મુસાફરીનું મહત્વ ગંતવ્ય જેટલું જ હોય છે!”

સ્વિગી ખાસ તૈયાર કરેલી પસંદગી, ભરોસાપાત્ર ગુણવત્તા અને અવરોધરહિત ટેકનોલોજીનું સંયોજન કરીને, ગ્રાહકોને ઝડપથી ઓર્ડર આપવામાં મદદ કરવા માટે સમર્પિત રહે છે, કારણ કે તેઓ જાણે છે કે ગ્રાહકોએ યોગ્ય પસંદગી કરી છે, ભલે તેઓ મુસાફરીમાં હોય. આ બધી સુવિધાઓ ફૂડની શોધને સરળ અને વધુ આનંદપ્રદ બનાવે છે, તેમજ વપરાશકર્તાઓને 25% સુધી વધુ ઝડપથી ઓર્ડર પણ મળે છે. સ્વિગીનું અપગ્રેડેડ ફૂડ ઓન ટ્રેન પેજ એવી સ્પીડ માટે તૈયાર કરવામાં આવ્યું છે જે અવ્યવસ્થિત ઇન્ટરનેટ પર પણ ચાલે છે.

ભારતની લાંબા અંતરની ટ્રેનોમાં દરરોજ લગભગ 16 લાખ રિઝર્વેશન કરાવેલા લોકો મુસાફરી કરે છે. મોટાભાગના લોકો માટે, ભોજનના વિકલ્પો લાંબા સમયથી પેન્ટ્રી કાર ફૂડ અથવા સ્ટેશન પર આવેલા સ્ટોલમાં ઉપલબ્ધ કોઈપણ વસ્તુ સુધી મર્યાદિત રહ્યા છે, જે બંને જગ્યાઓ ઘણીવાર સ્વચ્છતા, વિવિધતા અને સુવિધામાં પાછાપડે છે. સ્વિગીની ફૂડ ઓન ટ્રેન સેવા આ અંતરાય દૂર કરવા માટે પહેલાંથી જ આગળ વધી ચૂકી છે અને ભરોસાપાત્ર સ્થાનિક રેસ્ટોરન્ટ ભાગીદારો પાસેથી ગરમાગરમ ભોજન સીધું જ 115થી વધુ સ્ટેશનો પર ટ્રેનની સીટો પર પહોંચાડે છે.

Related posts

ઈડીઆઈઆઈએ રાષ્ટ્રીય સમર કેમ્પની નવી બેચની જાહેરાત કરી … યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાને જાગૃત કરવા માટે તૈયાર

truthofbharat

DJ નિહાર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાઓને થનગનાવશે

truthofbharat

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat