ગુજરાત, અમદાવાદ | ૦૩ નવેમ્બર ૨૦૨૫: ઈનોવેટીવ અને ડિઝાઈનર લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરીની અગ્રણી નિર્માતા ‘સ્વરા જ્વેલ્સ’ દ્વારા અમદાવાદમાં બીજો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. આ નવા લોન્ચિંગ સાથે ભારતમાં સ્વરા જ્વેલ્સના શોરૂમની સંખ્યા ચાર સુધી પહોંચી છે.
આ નવો શોરૂમ શહેરના સૌથી ઝડપથી વિકસતા હાઇ-સ્ટ્રીટ ફેશન ડેસ્ટિનેશન – સિંધુ ભવન રોડ પર આવેલો છે. નવી પ્રોડક્ટ કેટેગરીઝ, વિશાળ રેન્જ અને વધુ પ્રીમિયમ અનુભવ સાથે આ શોરૂમ શહેરના ખાસ વર્ગની જરૂરિયાતોને પૂરી કરશે.
સ્વરા જ્વેલ્સના CEO ચાહત શાહે જણાવ્યું હતું કે, “અમદાવાદ તરફથી મળેલા જબરજસ્ત રિસ્પોન્સે અમને શહેરમાં બીજો સ્ટોર શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. આ નવો શોરૂમ અમને લેબ-ગ્રોન ડાયમંડના પ્રીમિયમ અનુભવને પ્રદર્શિત કરવાનો અવસર આપે છે, જે ગ્રાહકોને 3,000 થી વધુ એક્સક્લુઝીવ ડિઝાઇનનું અપ્રતિમ અને શાનદાર કલેક્શન પ્રદાન કરે છે, જે અન્ય બ્રાન્ડ્સની ઓફર કરતાં વધુ ઉત્તમ છે. અમારું મુખ્ય લક્ષ્ય પ્રીમિયમ તથા સ્થાયી ગ્રીનોવેશન લાવવા પર છે, જેથી અમારા દરેક જવેલરી પીસ ઉત્કૃષ્ટ કારીગરી અને આધુનિક અભિગમને પ્રતિબિંબિત કરે, અને જેની સર્ટિફિકેટ્સ દ્વારા ખાતરી પણ કરી શકાય.”
અમદાવાદમાં બે સ્ટોર્સ ઉપરાંત, સ્વરા જ્વેલ્સના મુંબઈ અને ઇન્દોરમાં પણ એક-એક શોરૂમ કાર્યરત છે. દરેક સ્ટોરને પ્રીમિયમ અને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે ગ્રાહકો માટે આકર્ષક વીંટી, કાનની બુટ્ટી, બંગડી, બ્રેસલેટ, પેન્ડન્ટ અને નેકલેસનું વિશાળ કલેક્શન પ્રસ્તુત કરે છે.
રેડી-ટુ-વેર ડિઝાઇન ઉપરાંત, સ્વરા જ્વેલ્સ કસ્ટમ-મેડ લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી પણ ઓફર કરે છે, જેના દ્વારા ગ્રાહકો પોતાની પસંદ અને લાઇફ-સ્ટાઇલ મુજબ જવેલરી પીસને કસ્ટમાઇઝ પણ કરી શકે છે. સ્વરા જ્વેલ્સ સસ્ટેનેબિલિટી અને ગ્રીન-ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં ઇકો-ફ્રેન્ડલી લક્ઝરી જ્વેલરી સેગમેન્ટને સતત આગળ વિકસાવી રહી છે. ગ્રાહકોને ઓનલાઈન અને ઈન-સ્ટોર, એમ બંને પ્રકારના અનુભવોનો આનંદ મળી શકે, તે માટે સ્વરા જેવલ્સ ‘ઓમ્નિચેનલ’ મોડેલ દ્વારા પોતાની અવિરત સેવાઓ આપી રહ્યું છે.
