ગુજરાત, અમદાવાદ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) દ્વારા V ફોર U ફાઉન્ડેશનના સહયોગથી રાજ્ય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘સમર્થ 3.0’નું આયોજન કરવામાં આવ્યું છે. દૃષ્ટિહીન ખેલાડીઓને તેમની અદ્ભુત પ્રતિભા પ્રદર્શિત કરવા માટે મંચ પૂરો પાડવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘સમર્થ 3.0’ દ્વારા સમાજને સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવશે કે વિકલાંગતા ક્યારેય કોઈ વ્યક્તિને તેના સપના પૂરા કરતા રોકી શકતી નથી. આ ટુર્નામેન્ટ દૃષ્ટિહીન ખેલાડીઓના અદમ્ય જુસ્સા અને સામર્થ્યનો ઉત્સવ છે.
બ્લાઇન્ડ ક્રિકેટની રમત દ્વારા ‘સમર્થ 3.0’ એ પુરવાર કર્યું કેક્ષમતા દૃષ્ટિ કરતાં મોટી છે. આ ખેલાડીઓ માત્ર બોલના અવાજ પર આધાર રાખીને અને એકબીજા પરના અતૂટ વિશ્વાસથી મેદાન પર શાનદાર પ્રદર્શન કરે છે, જે તેમની અદભુત ક્ષમતા દર્શાવે છે. તેમની રમત દરેક ક્ષણે એ યાદ અપાવે છે કે સાચો નિશ્ચય હૃદય અને મનમાંથી આવે છે. ‘સમર્થ 3.0’ માત્ર આ અસાધારણ ખેલાડીઓને પ્રોત્સાહન જ નથી આપતું, પરંતુ તમામ પ્રેક્ષકોને જીવન પ્રત્યે સકારાત્મક અને સંકલ્પબદ્ધ ભાવના અપનાવવા માટે પ્રેરણા પણ આપે છે.
રાજ્યના વિવિધ ભાગોમાંથીટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. આ ઇવેન્ટ ફક્ત એક રમત નથી. તે રમતને વધુ સમાવિષ્ટ બનાવવા અને રમતમાં નિપુણતા મેળવવા માટે સખત મહેનત કરનારા અંધ ક્રિકેટરોને યોગ્ય સન્માન આપવા તરફ એક પગલું છે.
