વિષય: આજના બહુ મોટા ખુલાસા અંગે.
મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે. પણ જ્યારે લોકશાહી જ ન હોય, જ્યારે સાચી લોકશાહી લાગુ જ ન થઈ હોય, આઝાદી માટે જેણે બલિદાન આપ્યા, જે ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી દીધી, આજે 23મી માર્ચ છે ભગતસિંહનો શહીદ દિવસ છે, ત્યારે આ ક્રાંતિકારીઓના બલિદાનને સાર્થક કરવા માટે સાચી આઝાદી અને સાચી લોકશાહીને લાગુ કરવા માટે આજે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી અને એક સૌથી મોટો ખુલાસો કરવો છે, આ ખુલાસાને દરેક પત્રકાર મિત્ર, દરેક પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયા પોતાના માધ્યમથી લોકો સુધી આ ખુલાસો પહોંચાડે એવી અપેક્ષા રાખીએ છીએ.
આઝાદી પછી ભારતના લોકોએ કોઈપણ પક્ષને વોટ આપ્યા, કોઈપણ પક્ષની સરકાર બનાવી, પણ પ્રજાની સમસ્યાઓનું સમાધાન થયું નથી. પ્રજા આજે પણ આઝાદી પછીથી ચાલતી આવતી ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાળા બજાર, ભેળસેળ, શિક્ષણનો વેપાર, મેડિકલ માફિયા, અધિકારીઓની તાનાશાહી, આવી અનેક પ્રકારની સમસ્યાઓ આઝાદી પછી આજે પણ પીવાના પાણીની ખેતી માટે સિંચાઈના પાણીની સારી મેડિકલ સારવારની આવી અનેક સમસ્યાઓથી પ્રજા આજે પણ હેરાન પરેશાન છે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન નથી થયું. પ્રજા લાચાર છે, મજબૂર છે.
ટિકિટ પ્રથા: ગુલામીનું મૂળ
એનું કારણ એક જ છે: ટિકિટ પ્રથા.
આ ટિકિટ પ્રથા એક ગુલામી છે. અને આ ગુલામીમાંથી આઝાદ થવા માટે આજે એનો ઉપાય મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે. ભારતના બંધારણમાં ક્યાંય પક્ષ પાર્ટી નામનો શબ્દ નથી. એટલે આપણે જેને વોટ આપીએ છીએ ને, એ પ્રજાનો પ્રતિનિધિ નથી, એ પક્ષનો પ્રતિનિધિ છે. 1952માં જ્યારે પહેલી ચૂંટણી થઈ, ત્યારે પ્રચાર પ્રસારના માધ્યમો નહોતા, ટેકનોલોજી નહોતી, ઇન્ટરનેટ નહોતું, જેના લીધે ચિન્હ આધારિત ચૂંટણીની શરૂઆત થઈ હતી. ચોક્કસ વિચારધારાવાળા લોકોએ એક ચિન્હ આધારિત પોતાના ઉમેદવાર જાહેર કરીને એ ચિન્હ ઉપર વોટ આપવાની શરૂઆત પછી એ રીતે સરકાર બનવાની શરૂઆત થઈ હતી.
શરૂઆતના તબક્કે કદાચ બધા દેશભક્ત લોકો આ રીતે ચિન્હ આધારિત ચૂંટણીમાં જતા હતા, પરંતુ વર્તમાન સમયમાં અને છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી રાજકીય પક્ષોએ આ ટિકિટ આપવાની મોનોપોલીના લીધે કોઈપણ ઉમેદવાર ચૂંટાઈને જાય, કે ટિકિટ ઉપર જાહેર થાય, અને જેને આપણે વોટ આપીએ છીએ, એ ઉમેદવાર જીત્યા પછી પ્રજાને વફાદાર કે જવાબદાર બનીને કામ કરતા નથી. જીત્યા પછી પ્રજા પોતાની સમસ્યાઓ માટે રેલી, ઉપવાસ, ધરણા અને આંદોલનો કરવા માટે મજબૂર છે. અંગ્રેજોના વખતે પણ આપણે આ જ કરતા હતા. અને આજે પણ આ જ કરીએ છીએ. આપણા સાચા મુદ્દાઓ હોય છતાં, આમ તો આપણે લોકશાહીમાં પ્રજા રાજા કહેવાય છે. બંધારણમાં પ્રજા સર્વોપરી છે. પ્રજા માલિક છે. પ્રજાના વોટથી જ સરકારો બને છે, નેતાઓ ચૂંટાઈને જાય છે, જે આપણા આમ તો સેવક છે. અને પ્રજા ટેક્સથી, એટલે કે પ્રજા જે જીએસટી અને ઈન્કમ ટેક્સ ને બીજા અનેક પ્રકારના જે ટેક્સ ભરે છે, એ ટેક્સ એટલે કે નોટથી તમામ નેતાઓ, અધિકારીઓને ગાડી, બંગલા સહિતના તમામ જેટલા પણ સરકારી લાભો મળે છે, એ બધા જ પ્રજાના ટેક્સમાંથી મળે છે.
પરંતુ જીત્યા પછી ભલે આપણી જાતિ ના હોય, પણ જે ઉમેદવાર જીતે છે એ પોતાની પાર્ટીનો જ આદેશ માને છે. જેમ કે પાટીદાર સમાજ ઉપર અનામત આંદોલન વખતે અત્યાચાર થયા, પણ પાટીદાર સમાજના લીધે જીતેલા એક પણ નેતાઓ સમાજ માટે પક્ષ વિરુદ્ધ અવાજ ઉઠાવેલો નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષો જેને ટિકિટ આપે છે, એ જીત્યા પછી આપણી માટે અવાજ ઉઠાવતા નથી. એટલે આ ટિકિટ પ્રથા નાબૂદ કરીને એક મેરીટ પ્રથા ચાલુ થવી જોઈએ.
જનતા સરકાર આંદોલન: પસંદગીના ૬ રાઉન્ડ
આ પસંદગી સ્પર્ધાના મુખ્ય છ રાઉન્ડ હશે:
- પ્રથમ રાઉન્ડ: કોઈપણ લાયકાત ધરાવતા મતદાર ૧૦ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી શકશે. જનસંપર્ક અભિયાન દ્વારા દરેક મતદારની સમસ્યાનો વિડીયો બનાવી ડિજિટલ નોંધણી કરવામાં આવશે.
- બીજો રાઉન્ડ: દરેક ૧૮-એ વણ સમાજને પોતાના સમાજના ઉમેદવારો વિશે અભિપ્રાય આપવાનો અને જો ઉમેદવાર ક્રિમિનલ કે ખરાબ ચરિત્રનો હોય તો તેને બહાર કરવાનો અધિકાર મળશે.
- ત્રીજો રાઉન્ડ: સર્વ સમાજના લોકોને ઉમેદવારો વિશે પુરાવા આપી તેમને અયોગ્ય ઠેરવવાની તક મળશે.
- ચોથો રાઉન્ડ: ઉમેદવારો જોઈન્ટ ફંડ ભેગું કરી પ્રજાની સમસ્યાઓના સમાધાનની યોજનાઓ રજૂ કરશે.
- પાંચમો રાઉન્ડ: ઉમેદવારોનું પરસ્પર ઇન્ટરનલ વોટિંગ થશે અને ટોપ ૧૦ જાહેર થશે.
- છઠ્ઠો રાઉન્ડ: ટેકેદારો દ્વારા વોટિંગ થશે અને ટોપ ૫ ઉમેદવાર જાહેર થશે. આ પાંચ ‘પ્રજાના ઉમેદવાર’ બનશે.
જો રાજકીય પક્ષો આને ટિકિટ નહીં આપે, તો જનતા સરકારની ટીમ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનો પક્ષ બનાવીને મેદાનમાં ઉતરશે. આ ઉમેદવારો પ્રજાને વફાદાર રહેવા શપથ લેશે અને ડિજિટલ વોટિંગ દ્વારા પ્રજાની સંમતિથી નિર્ણયો લેશે.
ડિજિટલ ડેમોક્રેસી અને અધિકારીઓની જવાબદારી
અમે ડિજિટલ વોટનો કાયદો બનાવવા અપીલ કરીશું. દરેક સરકારી અધિકારી (પટાવાળાથી લઈને IAS સુધી) ના કામકાજ માટે પ્રજા રેટિંગ આપી શકશે. જો ૫૧% થી વધુ નેગેટિવ વોટ હશે, તો જે તે અધિકારીની ટ્રાન્સફર, સસ્પેન્ડ કે ડિસમિસ કરવાના નિર્ણયો જનતાના ડિજિટલ વોટના આધારે લેવાશે. આ સાચી લોકશાહીની શરૂઆત હશે.
અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ (AAP) અંગેનો ખુલાસો
હું મનીષ બ્રહ્મભટ્ટ, ૨૦૧૧માં અન્ના આંદોલન ગુજરાતનો કન્વીનર હતો. અરવિંદ કેજરીવાલ સાથે અમે બહુ નજીકથી કામ કરેલું. આમ આદમી પાર્ટીનો આઈડિયા પણ ગુજરાતનો અને અમારો આઈડિયા હતો. અમે એમને કહ્યું હતું કે ચૂંટણીને જ આંદોલનનું રૂપ આપવું પડશે અને ‘સ્વરાજ’ નો કાયદો લાવવો પડશે. પરંતુ અરવિંદ કેજરીવાલ સત્તાના હવસખોર અને લાલચુ નીકળ્યા. એમણે પ્રજાની સરકારના બદલે ‘કેજરીવાલની સરકાર’ બનાવી દીધી. એમણે ૨૦૧૪માં રૂપિયા લઈને ટિકિટો આપવાની શરૂઆત કરી. અરવિંદ કેજરીવાલ આઝાદ ભારતના સૌથી મોટા વિશ્વાસઘાતી નેતા છે. એમણે ‘સ્વરાજ’ નો કાયદો પંજાબમાં પણ લાગુ ન કર્યો. હું ગુજરાતના લોકોને અપીલ કરું છું કે કેજરીવાલનો ભરોસો કરતા નહીં, એ ગુજરાતના યુવાનોનો માત્ર સત્તા મેળવવા ઉપયોગ કરી રહ્યા છે. એમણે મફતની લહાણી કરીને પ્રજાધ્રોહ કર્યો છે, જ્યારે પ્રજાને તો ‘સ્વરાજ’ અને પોતાની મરજી મુજબની વ્યવસ્થા જોઈતી હતી.
અમારી માટે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી પણ દુશ્મન નથી. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે મોત નક્કી છે અને જીવન ટૂંકું છે. મનુષ્ય જીવન માત્ર સફળ થવા માટે નહીં, પણ સાર્થક કરવા માટે છે. જો દરેક વ્યક્તિ બીજાના કલ્યાણ માટે જીવશે, તો જ ‘વસુધૈવ કુટુંબકમ’ નો સનાતન સંસ્કૃતિનો સંદેશ સાર્થક થશે. પ્રકૃતિ આપણને એકબીજાના પૂરક બનતા શીખવાડે છે.
અમારો ઉદ્દેશ કોઈ પક્ષ કે નેતાનો વિરોધ કરવાનો નથી. અમે નરેન્દ્રભાઈ મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે જ્યારે મોત આવશે ત્યારે કશું સાથે આવવાનું નથી. તેથી, એક એવી ‘માં જેવી સરકાર’ નું નિર્માણ કરીએ જે પ્રજાની ચિંતા કરે. કોઈ ભૂખ્યું ન સુવે, કોઈ મેડિકલ સારવારના અભાવે ન મરે અને કોઈ દીકરો રૂપિયાના અભાવે ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે.
ગુજરાતથી સાચું ‘ગુજરાત મોડેલ’ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય તે માટે ૨૦૨૭ માં આ જનતા સરકાર આંદોલન દ્વારા કાળજીનું શાસન (Rule of Care) લાવીશું. મને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ, સંસ્થા અને મંડળ આ પારદર્શી વ્યવસ્થાને તન, મન અને ધનથી સમર્થન કરશે.
ભારત માતા કી જય.
વંદે માતરમ.
