Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વડોદરા જિલ્લામાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનને મળશે ગતિ, MGVCL દ્વારા ‘માસ મીટર રિપ્લેસમેન્ટ’ની કામગીરી હાથ ધરાશે

વડોદરા, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | વડોદરા જિલ્લામાં 4.60 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત છે. કેન્દ્ર સરકાર અને CEA ની ગાઇડલાઇન મુજબ જૂના વીજ મીટરોને તબક્કાવાર સ્માર્ટ મીટરથી બદલવામાં આવી રહ્યા છે. આ અભિયાનને ઝડપી બનાવવા માટે MGVCLની ટીમ વડોદરા જિલ્લામાં ‘માસ મીટર રિપ્લેસમેન્ટ’ની કામગીરી કરવા જઈ રહી છે. જેથી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ઝડપથી પૂરી કરી શકાય. સમગ્ર વડોદરા જિલ્લામાં 4.60 લાખથી વધુ સ્માર્ટ મીટર લાગી ચુક્યા છે. જ્યારે એમજીવીસીએલ વિસ્તારમાં 13 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત છે. ગુજરાતમાં આ આંકડો 50 લાખથી વધુ અને દેશમાં 6 કરોડ પહોંચી ગયો છે.

સ્માર્ટ મીટરથી ગ્રાહકોને શું લાભ મળશે?

▪️ મોબાઇલ એપ દ્વારા પોતાનો દરરોજનો વીજ વપરાશ જોઈ શકાશે

▪️ પોતાના વીજ વપરાશની પેટર્ન જાણીને વપરાશ કંટ્રોલ કરી શકાશે

▪️ ઓનલાઇન બિલ પેમેન્ટ અને ફરિયાદ કરવી સરળ બનશે

▪️ ડેઈલી વપરાશને મોનિટર કરીને વીજળીની બચતનું આયોજન કરી શકાશે

▪️ સેફ્ટી, પ્લાન્ડ પાવર સપ્લાઈ આઉટેઝ અને અનિયમિત વપરાશજાણી શકાશે

▪️ ગ્રાહકને પોતાના વીજ વપરાશ-બિલિંગ અંગેની માહિતીની આધુનિક ડિજિટલ સેવા મળશે

▪️ ખોટા બિલની શક્યતા ઘટશે

▪️ ફરિયાદ નોંધાવવી અને ટ્રેક કરવી સરળ બનશે.

Related posts

પ્રાણી સંભાળમાં વંતારા વિશ્વસ્તરીય માપદંડ ગોઠવે છે

truthofbharat

એબોટ્ટએ કંકશનનું મુલ્યાંકન કરવા માટે લેબ આધારિત બ્લડ ટેસ્ટ રજૂ કર્યો

truthofbharat

AM/NS India એ CSIR-CRRI ની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની, જેણે માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ સંભાવનાને અનલૉક કરશે

truthofbharat

Leave a Comment