Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી Kylaq, Kushaq અને Slaviaના લિમિટેડ એડિશનથી કરશે

Škoda Autoની ભારતમાં સફરને ગતિ આપતી #FansOfSkoda ની એક ઝાંખી


  • Kylaq, Kushaq, અને Slaviaના નવા એક્સક્લુઝિવ લિમિટેડ એડિશનો થકી વિશ્વભરમાં આગવી છબી નિર્માણ કર્યાના૧૩૦ વર્ષ તથા ભારતમાં ૨૫ વર્ષની રોમાંચક સફરની ઉજવણી
  • ભેટરૂપ એક્સેસરીઝ કિટથી સજ્જ, જેમાં સામેલ છે: 360-ડીગ્રીકેમેરા, પડલ લેમ્પ, કારની બોડીની નીચે લાઇટિંગ, શુશોભનની વસ્તુઓ

ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં પોતાની ૨૫મીવર્ષગાંઠ અને વિશ્વભરમાં 130વર્ષ પૂરાં કર્યાની ઉજવણી તરીકે, Škoda AutoIndia પોતાના શ્રેષ્ઠતમ વેચાણ ધરાવતા મોડેલો: Kushaq, Slavia, અને Kylaqના લિમિટેડ એડિશન પ્રસ્તુત કરે છે.આવિશિષ્ટ, મર્યાદિત સમય માટે મળનારા એડિશનોની ખાસિયત છે અનન્ય ડિઝાઇન સુધારણાઓ અને પ્રિમિયમ લાક્ષણિકતાઓ, ઉપરાંત 25મી વર્ષગાંઠનો વિશેષ બેજ, જે આ ખાસ સીમાચિહ્ન અને ભારતીય બજાર માટે બ્રાન્ડની નિરંતર પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ લિમિટેડ એડિશનો Kushaq અને Slavia માટે Monte Carlo જેવી તથા Kylaq માટે Prestige અને Signature+ જેવી હાલની હાઇ-સ્પેક ટ્રિમ્સ ઉપર આધારિત છે.

બ્રાન્ડની 25મી વર્ષગાંઠ વિશે તથા આ નવા લિમિટેડ એડિશન મોડેલો વિશે જણાવતા, Škoda Auto Indiaના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું, “અમે શ્કોડા ઇન્ડિયાના ભારતમાં 25 અદ્ભૂત વર્ષોની ઉજવણી Kylaq, Kushaq અને Slaviaના લિમિટેડ એડિશન થકી કરી રહ્યાં છીએ. આ ખાસ એડિશનોની ડિઝાઇન અમારા ચાહકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં સ્પોર્ટી વૈભવ અને પ્રિમિયમ લાક્ષણિકતાઓનો સમન્વય છે, સાથે જ ભેટરૂપ એક્સેસરીઝની એક કિટ, અને સ્માર્ટ નવતર ઉમેરાઓ છે જે ડ્રાઇવિંગ અનુભવને વધુ અહ્લાદક બનાવે છે.આ અમારા તરફથી એવા ખાસ કારચાહકો માટે એક પેશકશ છે કે જેઓ અમારી સફરમાં બેજોડ સાથી રહ્યાં છે, ઉપરાંત તે સતત વિકસી રહેલી ગ્રાહક પસંદગીઓ સાથે મેળ ખાતા ઉત્પાદો પૂરા પાડવાની અમારી દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉજવણી છે અમારા ભૂતકાળ, વર્તમાન, તેમજ આગળની રોમાચક સફરની.”

Kushaq Monte Carlo લિમિટેડ એડિશન

આ લિમિટેડ એડિશન સંસ્કરણ Monte Carloને એક જોશભર્યા, સ્પોર્ટી દેખાવ થકી નવું રૂપ આપે છે. તે વિશેષરૂપથી બે રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ છે: ડીપ બ્લેક અને ટોર્નેડો રેડ. આ સંસ્કરણમાં કારના મુખ્ય ભાગના રંગ સામે કોન્ટ્રાસ્ટ થતાં રંગો જોવા મળે છે. ડીપ બ્લેક રંગના વિકલ્પ સાથે ટોર્નેડો રેડ એક્સેસરીઝ આવશે, જ્યારે ટોર્નેડો રેડ સંસ્કરણોને ડીપ બ્લેક એક્સેસરીઝ મળશે, જે કારને અનન્ય દર્શનીયતા આપે છે. ડિઝાઇનના શણગારમાં ફોગ લેમ્પ, ટ્રન્ક અને દરવાજાના નીચલા ભાગના શુશોભન સામેલ છે. લિમિટેડ એડિશન એક ભેટરૂપ એક્સેસરીઝ કિટના રૂપમાં ગ્રાહક માટે નોંધપાત્ર લાક્ષણિકતાઓનો ઉમેરો પણ રજૂ કરે છે, જેમાં 360-ડીગ્રી કેમેરા સેટઅપ, પડલ લેમ્પ્સ, કારની બોડીના નીચેના ભાગમાં લાઈટ, એક ફિન સ્પોઇલર અને બી-પિલર ઉપર 25મી વર્ષગાંઠનો બેજ સામેલ છે.

Slavia Monte Carlo લિમિટેડ એડિશન

Kushaqની જેમજ, Slavia Monte Carlo લિમિટેડ એડિશન પણ દમદાર અને લાક્ષણિકતાઓથી ભરેલો ડ્રાઇવિંગ અનુભવ રજૂ કરે છે, જ્યાં Škoda પર પસંદગી ઢોળતા ગ્રાહકો માટે અનોખી શૈલીની છટા ઉમેરેલી છે. ડીપ બ્લેક અને ટોર્નેડો રેડ બાહ્ય રંગોમાં ઉપલબ્ધ, આ એડિશનોમાં આગલા બમ્પરનું સ્પોઇલર, ટ્રન્ક અને દરવાજાના નીચલા ભાગ પર કોન્ટ્રાસ્ટ રંગોમાં સુશોભન  તેમજ 360-ડીગ્રી કેમેરા સેટઅપ, પડલ લેમ્પ્સ, કારની બોડીની નીચે લાઇટ અને બી-પિલર ઉપર 25મી વર્ષગાંઠનો બેજ સહિતની ભેટરૂપ એક્સેસરીઝની એક કિટ સામેલ છે.

Kylaq લિમિટેડ એડિશન

Kylaq, જે Škodaની નવીનતમ SUV પ્રસ્તુતિ છે, તે આ ઉજવણીમાં Signature+ (MT) અને Prestige (MT) સંસ્કરણોના લિમિટેડ એડિશનના રૂપમાં સામેલ થાય છે.લિમિટેડ એડિશન સાથે ભેટરૂપ એક્સેસરીઝ કિટ પણ છે, જેમાં 360-ડીગ્રીકેમેરા સેટઅપ, પડલ લેમ્પ્સ અને બી-પિલર ઉપર 25મીવર્ષગાંઠનો બેજ પણ છે.ગ્રાહકોને લિમિટેડ સંસ્કરણ Kylaq માટે 7 બાહ્ય રંગોમાંથી પસંદગી કરવા મળે છે.

અનન્યપણું

આ એક્સક્લુઝિવ એડિશનો મર્યાદિત સંખ્યામાં છે, જ્યાં Kushaq, Slavia, અને Kylaq, એ દરેક ફક્ત 500ની સંખ્યામાં જ ઉપલબ્ધ છે.Kushaq અને Slaviaના Monte Carlo લિમિટેડ એડિશનો 1.0 TSI (MT/AT) અને 1.5 TSI (DSG) સંરચનામાં ઉપલબ્ધ હશે, જ્યારે Kylaqના લિમિટેડ એડિશનને શક્તિ આપવા માટે હશે વિશ્વસનીય 1.0 TSI જે સિક્સ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન વડે અનન્યપણે સજ્જ હશે.

કિંમત સૂચિ (એક્સ-શોરૂમ)

મોડેલ 1.0 TSI 1.5 TSI
MT (₹) AT (₹) DSG (₹)
Kushaqઍનિવર્સરી એડિશન 16,39,000 17,49,000 19,09,000
Slaviaઍનિવર્સરી એડિશન 15,63,000 16,73,000 18,33,000
Kylaqઍનિવર્સરી એડિશન
(Signature+અનેPrestige)
11,25,000 અને 12,89,000

 

 Škoda Auto

  • is successfully pursuing its Next Level – Škoda Strategy 2030
  • aims to be among the three best‑selling brands in Europe by 2030, with attractive offers in entry-level segments and additional electric vehicles
  • is unlocking growth potential in key markets such as India, North Africa, Vietnam, and the wider ASEAN region
  • currently offers 12 passenger‑car series: Fabia, Scala, Octavia, Superb, Kamiq, Karoq, Kodiaq, Elroq, Enyaq, Slavia, Kylaq and Kushaq
  • delivered more than 926,000 vehicles to customers worldwide in 2024
  • has been part of the Volkswagen Group – one of the world’s most successful car manufacturers – for over 30 years
  • belongs to the Brand Group CORE, the Volkswagen Group’s alliance of volume brands established to drive joint growth and boost overall efficiency
  • independently develops and produces components such as MEB battery systems, engines and transmissions, including for other Group brands
  • operates three production plants in the Czech Republic and, largely through Group partnerships, has manufacturing capacities in China, Slovakia and India, as well as in Vietnam and Ukraine with local partners
  • employs around 40,000 people worldwide and operates in almost 100 markets

 Škoda Auto India

  • fascinating customers in India since 2001.
  • offers 4 models in India – Kylaq, Slavia, Kushaq and Kodiaq
  • present in more than 176 cities across the country with over 300 customer touchpoints

Škoda Auto India website – www.skoda-auto.co.in

Related posts

મુકકા પ્રોટીન્સ લિમિટેડે FABBCO માં વ્યૂહાત્મક હિસ્સેદારી મેળવી, વિકલ્પ પ્રોટીન ક્ષેત્રમાં ઝડપી વિસ્તરણને ગતિ આપી

truthofbharat

રામચરિત માનસ માર્ગી ગ્રંથ છે.

truthofbharat

લેક્સસ ઇન્ડિયાએ SUV વૃદ્ધિના વેગ વચ્ચે મજબૂત RX પ્રદર્શનને હાઇલાઇટ કર્યું

truthofbharat