Truth of Bharat
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ 22ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે

  • ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક₹10ના 54,98,000 ઇક્વિટી શેર સુધી
  • આઈપીઓ સાઇઝ – ₹38.49 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર)
  • પ્રાઇઝ બેન્ડ – ₹65 – ₹70 પ્રતિ શેર
  • લોટ સાઇઝ – 2,000ઇક્વિટી શેર 

મુંબઈ | ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ — શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની શ્યામ) મુખ્યત્વે શ્યામબ્રાન્ડ હેઠળ મસાલાની વિવિધ જાતોના મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ કરે છે, તેણે 22 ડિસેમ્બર,2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે₹38.49 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.

આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર અને પ્રતિ શેર₹65₹70ના પ્રાઇઝ બેન્ડ સાથે54,98,000 ઇક્વિટી શેરની છે.

ઇક્વિટી શેરની ફાળવણી

  • એન્કર પોર્શન – 15,60,000 ઇક્વિટી શેર સુધી
  • ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 10,44,000 ઇક્વિટી શેર સુધી
  • નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 7,86,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
  • રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 18,28,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
  • માર્કેટ મેકર – 2,80,000 ઇક્વિટી શેર સુધી

આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો, અમુક બાકી ઉધારની ચુકવણી/પૂર્વ-ચુકવણી, બ્રાન્ડ ક્રિએશન અને માર્કેટિંગ ખર્ચ, હાલના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સ્થાપિત થનારી નવી વધારાની મશીનરી ખરીદવા માટેના મૂડી ખર્ચ, હાલના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંસોલાર રૂફટોપ પ્લાન્ટની ખરીદી અને ઇન્સ્ટોલેશનતેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.એન્કર પોર્શન શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે જ્યારે ઇશ્યુ સોમવાર, 22 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને બુધવાર, 24 ડિસેમ્બર, 2025 રોજ બંધ થશે.

આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, જ્યારે ઈશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.

શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રામાવતાર અગ્રવાલેજણાવ્યું,“અમારી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગનો શુભારંભ શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વૃદ્ધિ યાત્રામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.વર્ષોથી, અમારી કંપની એક વૈવિધ્યસભર ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વિકસિત થઈ છે, જે અમારી મુખ્ય બ્રાન્ડ ‘શ્યામ’ હેઠળ વિવિધ પ્રકારના મસાલા રજૂ કરે છે, સાથે સાથે ભારતની બદલાતીઆહાર પસંદગીઓને અનુરૂપ કરિયાણું, હર્બ્સ અને સીઝનિંગ્સનો વિશાળ પોર્ટફોલિયો પણ પ્રદાન કરે છે.

આ આઈપીઓઅમારી ક્ષમતાઓને મજબૂત બનાવવા અને વિસ્તરણના આગામી તબક્કાને વેગ આપવા માટે વ્યૂહાત્મક મૂડી પૂરી પાડશે.આ રકમનો ઉપયોગ કાર્યકારી મૂડી વધારવા, બ્રાન્ડ દૃશ્યતાને મજબૂત કરવા, અમારા હાલના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મશીનરીને અપગ્રેડ કરવા અને સોલાર રૂફટોપ સિસ્ટમમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે.ભારત અનેઆંતરરાષ્ટ્રીય બજારોમાં અમારી ઉપસ્થિતિવધારી રહ્યાં હોવાથી આ પહેલ કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરશે, ક્ષમતામાં વધારો કરશે અને ટકાઉ મૂલ્ય નિર્માણમાં મદદ કરશે.”

હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી અશોક હોલાનીએ જણાવ્યું, “શ્યામ ધની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એ એક એવી કંપની માટે એક મહત્વપૂર્ણ વળાંક છે જેણે ભારતના ઝડપથી વિકસતા ફૂડ પ્રોસેસિંગ સેગમેન્ટમાં સતત એક શાનદાર ઉપસ્થિતિ બનાવી છે. એક મજબૂત પોર્ટફોલિયો અને કરિયાણું, હર્બ્સ અને સીઝનીંગની વિસ્તરતી રેન્જ સાથે, કંપની ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને વિશ્વસનીય ઘરેલુ બ્રાન્ડ્સની વધતી માંગનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે.

આ આઈપીઓકંપની ઇન્ડસ્ટ્રીઝને તેની ઓપરેશનલ કરોડરજ્જુને મજબૂત બનાવવા અને ટકાઉ વિસ્તરણના આગામી તબક્કાને આગળ વધારવા માટે જરૂરી મૂડી પૂરી પાડશે.કાર્યકારી મૂડી, બ્રાન્ડ નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અપગ્રેડ અને રીન્યુએબલ એનર્જી પહેલ તરફ પ્રસ્તાવિત રોકાણો સ્કેલ, એફિશિયેંસી અને લોન્ગ-ટર્મ વેલ્યુ ક્રિએશન પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે.અમારૂં માનવું છે કે આ પબ્લિક ઓફરિંગ કંપનીની બજાર સ્થિતિને વધુ મજબૂત બનાવશે તેમજ ભારત અને ઉભરતા વૈશ્વિક બજારોમાં વૃદ્ધિ કરવાની તેની મહત્વાકાંક્ષાને મદદરૂપ થશે.”

===========

Related posts

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

truthofbharat

વૉગ આઇવેર શાહિદ કપૂરનું સ્વાગત કરે છે, જે તાપસી પન્નુ સાથે ભારતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાય છે

truthofbharat

કોગ્નિઝન્ટએ ત્રીજા ક્વાર્ટર 2025ના પરિણામો જાહેર કર્યા

truthofbharat