Truth of Bharat
કૃષિગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે 3 નવી સ્પેશિયાલિટી પ્લાન્ટ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ લૉન્ચ કરી અને વર્ષ 2024માં લૉન્ચ કરવામાં આવેલા મુખ્ય ક્રૉપ પ્રોટેક્શનની સફળતા શૅર કરી

રાષ્ટ્રીય ૨૯ મે ૨૦૨૫: ડીસીએમ શ્રીરામ લિ.નો એક વિભાગ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે નવા યુગની સ્પેશિયાલિટી પ્લાન્ટ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ લૉન્ચ કરી હતી અને થોડાં સમય પહેલાં લૉન્ચ કરવામાં આવેલ શ્રીરામ ક્રૉપ પ્રોટેક્શન અને સીડ પ્રોડક્ટ્સની સફળતાની વાત શૅર કરી હતી. આ કાર્યક્રમ ગુજરાતના અમદાવાદમાં આવેલી નોવોટેલ હોટેલ ખાતે યોજાયો હતો, જેમાં આ પ્રદેશના પ્રમુખ ચેનલ પાર્ટનરો આ નવીન ઉકેલોના ભવ્યાતિભવ્ય લૉન્ચના સાક્ષી બનવા માટે હાજર રહ્યાં હતાં. એટલું જ નહીં, વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં શ્રેષ્ઠ કાર્યદેખાવ કરનારા વિતરકોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય પુરસ્કાર સમારંભમાં80+ વિતરકો હાજર રહ્યાં હતાં.

ભારતના ખેડૂતોની તાતી જરૂરિયાત અને સ્થાયી કૃષિના રાષ્ટ્રીય વિઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ બે અત્યાધુનિક પ્રવાહી ખાતર રજૂ કર્યા છે – શ્રીરામ પિકાસોલઅને શ્રીરામ મેગનિકા. આ બંને ભારતના પ્રથમ ઉત્પાદનો છે, જેમાં બાયોએક્ટિવ ટાઇટેનિયમ છે, જેને પેટેન્ટ કરેલી ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યાં છે.ટાઇટેનિયમ પર્યાવરણીય તણાવો સામેનો છોડની સ્થિતિસ્થાપકતા વધારે છે, છોડ પોષકતત્વોનો ઉપયોગ વધારે કાર્યક્ષમ રીતે કરી શકે છે અને તેના પરિણામે ખેડૂતોને વધુ સારું વળતર પ્રાપ્ત થાય છે. શ્રીરામ પિકાસોલફળના રંગને ઘેરો બનાવે છે અને તેની એકરૂપતાને વધારે છે, જ્યારેશ્રીરામ મેગનિકાફળ ખરાબ થઈ જવાની સમસ્યાને ઉકેલે છે અનેતેની શેલ્ફ લાઇફ વધારે છે – જે બંને મુદ્દાઓ નિકાસ અને પ્રીમિયમ માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પ્રદેશના કેટલાક મહત્વપૂર્ણ પાકમાંથી એક ગણાતા દાડમ માટે કંપનીએ પ્રીમિયમ ગુણવત્તાના દાડમ મેળવવા માટે ઇન-હાઉસ સંશોધન કરેલું અને વિકસાવવામાં આવેલું ફર્ટિગેશન સોલ્યુશન લૉન્ચ કર્યું છે, જેનું નામ શ્રીરામ ડ્રિપિટ પોમ છે, જેનાથી ખેડૂતોના સમુદાયમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

કંપનીને ગત વર્ષે તેના શ્રીરામ ટ્રેક્સટર જેવા નવા જંતુનાશકોના લૉન્ચ પછી હજારો ખેડૂતો અને ચેનલ પાર્ટનરો તરફથી ખૂબ હકારાત્મક પ્રતિભાવો પ્રાપ્ત થયાં હતાં. ચેનલ પાર્ટનરો જાપાનમાં વિકસાવવામાં આવેલા પેટેન્ટ કરાવેલા જંતુનાશક શ્રીરામ સાઇશોના કૉમર્શિયલાઇઝેશન પહેલાંનાં પરીક્ષણોને દર્શાવતા પ્રશંસાપત્રો પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યાં હતાં.

પોતાના નીંદણ નિયંત્રણ અને જંતુનાશકોના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ શ્રીરામ એક્રાઇટરના લૉન્ચની જાહેરાત કરી હતી, જે મકાઈ અને શેરડીના પાકમાં સમસ્યારૂપ નીંદણોને નિયંત્રિત કરવા માટે રચવામાં આવેલું એક સીલેક્ટિવ તૃણનાશક છે. તેના બ્રોડ-સ્પેક્ટ્રમ ઑફરિંગ્સને વધારતા કંપનીએ વિશિષ્ટ પ્રકારનું સીડ ડ્રેસર શ્રીરામ વરલસ્ટને પણ લૉન્ચ કર્યું હતું, જે ફૂગજન્ય બીમારીઓ તેમજ જીવાતોને નિયંત્રણમાં લે છે.

આ નવા ઉત્પાદનો સ્થાયી અને નફાકારક રીતે વધુ પાક ઉગાડવા માટે ભારતીય ખેડૂતોનું સશક્તિકરણ કરવાની દિશામાં લેવામાં આવેલા વ્યૂહાત્મક પગલાંને સૂચવે છે. 

રાજ્યોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બિઝનેસ હેડ શ્રી સંજય છાબડાએ જણાવ્યું હતું કે, ‘શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે કૃષિ નવીનીકરણોની સીમાઓને વિસ્તારવાનું ચાલું રાખ્યું હોવાથી આ નવા યુગના ઉત્પાદનો ખેડૂતોની વિકસતિ જઈ રહેલી જરૂરિયાતોને સંતોષનારા અને સ્થાયી કૃષિ વ્યવહારોને આગળ વધારનારા વિજ્ઞાનથી સમર્થિત ઉકેલો વડે તેમનું સશક્તિકરણ કરવાની કંપનીની કટિબદ્ધતાની સાથે અનુરૂપ છે.’

Related posts

સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

truthofbharat

અનાદિ તીર્થ ક્ષેત્રથી ઊડીને આર્જેન્ટિનાની રસભરી ભૂમિ પર ૯૫૪મી કથા ૨૯ માર્ચથી મંડાશે

truthofbharat

OPPO ઇન્ડિયાએ 3.5x ટેલિફોટો કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, ભારતમાં સૌપ્રથમ વખત Mediatek Dimensity 8450 જેવી ઘણી બધી ખાસિયતો સાથે Reno14 સીરીઝ લોન્ચ કરી

truthofbharat