Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય

અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના મેમદાબાદ ના દેસરા ખાતે આવેલ,મંદિર પરિવારના ટ્રસ્ટી શ્રીમતી જાગૃતિબેન મનિષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી ૬થી ૨૧ વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગદ્દગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા ‘માનવ સેવા એ જ માધવ સેવા’ની ભાવનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ ભાવના સાથે મંદિર પરિવાર દ્વારા દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે. વસ્ત્રદાન દ્વારા દીકરીઓને માત્ર ઉપયોગી વસ્તુ આપવામાં આવી નથી, પરંતુ તેમના પ્રત્યે સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

ભારત સરકાર દ્વારા ડૉ. ધ્રુવેન વિનોદચંદ્ર શાહની રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીમાં નિમણૂક

truthofbharat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

truthofbharat

વેરનો લય આવી ચૂક્યો છે! સોની લાઈવની ચમકઃ ધ કોન્ક્લુઝન નાઉનું ટ્રેલર જુઓ

truthofbharat