Truth of Bharat
અવેરનેસગુજરાતધાર્મિકમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ

જેતલપુર, અમદાવાદ | ૦૯ માર્ચ ૨૦૨૬ — શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામ ખાતે તા. ૫ થી ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ અનેક વિશેષતાઓથી સમૃદ્ધ બન્યો છે. આ ભવ્ય મહોત્સવની મહત્વપૂર્ણ વિશેષતાઓમાં પર્યાવરણના સંરક્ષણને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતા હોવાથી પાણીનો વ્યાપક ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહોત્સવમાં ઉપયોગ પછી નીકળતા વેસ્ટ વોટરને પર્યાવરણને અનુકૂળ રીતે શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમગ્ર વ્યવસ્થા શ્રી લાલજી મહારાજજીના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી છે. વેસ્ટ વોટરને શુદ્ધ કરી તેને ફરીથી વિવિધ ઉપયોગો જેમ કે ફ્લશિંગ, ગાર્ડનિંગ અને કૂલિંગ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પહેલ દ્વારા પાણીનું સંરક્ષણ થવાની સાથે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.

વેસ્ટ વોટરના શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ પર્યાવરણને અનુકૂળ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે **પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB / CPCB)**ના નિયમો મુજબ કાર્ય કરે છે. આ પ્લાન્ટની સ્થાપના અને ટેક્નિકલ સહાયતા Reciclar Technologies Pvt. Ltd.અને Memtrix Technologies LLP દ્વારા કરવામાં આવી છે.

મહોત્સવ દરમિયાન વેસ્ટ વોટરને મેનેજ કરવાખાસ પ્રોસેસ દ્વારા તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ઇનલેટ ચેમ્બર અને બાર સ્ક્રીન દ્વારા પાણીમાં રહેલા મોટા ઘન પદાર્થો જેમ કે પ્લાસ્ટિક, કપડાં અને અન્ય કચરો દૂર કરવામાં આવે છે, જેથી આગળની મશીનરી સુરક્ષિત રહે. ત્યારબાદ ઇક્વલાઇઝેશન ટાંકામાં વેસ્ટ વોટરનો પ્રવાહ અને ગુણવત્તા સમાન કરવામાં આવે છે, જ્યાં એર બ્લોઅર દ્વારા સતત મિક્સિંગ થતું રહે છે, જેથી ગંધ ન આવે અને સોલિડ્સ સેટલ ન થાય.

ત્યારબાદના તબક્કામાંબાયોલોજિકલ ટ્રીટમેન્ટ (Aeration Tank – MBR)દ્વારા માઇક્રો ઓર્ગેનિઝમ્સ (બેક્ટેરિયા)ની મદદથી BOD, COD તથા અન્ય કાર્બનિક પદાર્થોને તોડી નાંખવામાં આવે છે અને એર બ્લોઅર દ્વારા જરૂરી ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ **સેકન્ડરી સેટલિંગ ટાંક (Clarifier)**માં એરેશન પછીનું પાણી આવે છે, જ્યાં બાયોલોજિકલ સ્લજ તળિયે બેસી જાય છે અને ઉપરનું સ્વચ્છ પાણી આગળના ઉપયોગ માટે મોકલવામાં આવે છે.

આ કાર્યક્રમ દરમિયાન દરરોજ લગભગ **4,00,000 લિટર ગંદા પાણી (વેસ્ટવોટર)**નું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર7 દિવસ દરમિયાન કુલ આશરે 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગકરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા અદ્યતન એસટીપી સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી. શુદ્ધ થયેલ પાણી ખેડૂતોને પણ આપવામાં આવ્યું હતું,જેના કારણે પાણી સંરક્ષણ તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળ્યું છે.

આ અનોખી પહેલ બદલ મહોત્સવને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટા પાયે વેસ્ટ વોટર રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ દ્વારા દર્શાવાયેલી ઉત્તમ પર્યાવરણ જવાબદારીને આ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.

આ સમગ્ર પહેલ મહોત્સવના સફળ આયોજનની સાથે-સાથે સમાજને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવાનો સશક્ત સંદેશ પણ આપે છે. શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામ દ્વારા લેવામાં આવેલ આ પગલું પર્યાવરણ સંરક્ષણ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણરૂપ બની રહ્યું છે.

Related posts

રેડમી A5 ભારતમાં લોન્ચ:પાવર અને ઇનોવેશન સાથે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને પુનઃવ્યાખ્યાયિત કર્યા

truthofbharat

કોલકાતા થંડરબ્લેડ્સ UTT સીઝન6માં સમાવશે, એક્શન PBG એક નવા અવતારમાં જોવા મળશે

truthofbharat

UBN રંગ તાળી 2.Oના ગરબે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા

truthofbharat

Leave a Comment