મુંબઈ | ૧ જુલાઈ ૨૦૨૫: લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુ અનુભવ સાથે શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટ નિર્ભરક્ષમ, સમયસર ડિલિવરી અને મજબૂત ગ્રાહક પ્રથમ આગ્રહ માટે જ્ઞાત મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની ચૂક્યું છે. બીજી પેઢી, પરિવાર સંચાલિત આ કંપનીની આગેવાની શ્રી રાજેશ કતિરા અને તેમના પુત્ર શ્રી ચિરાગ કતિરા કરી રહ્યા છે, જેના હેઠળ કંપની બે દાયકાથી ટાટા મોટર્સ સાથે વિશ્વસનીય ભાગીદારીના ટેકા સાથે પરિવહન ઉદ્યોગની બદલાતી જરૂરતોને પહોંચી વળવા માટે સતત ઉત્ક્રાંતિ પામી રહી છે.
આજે કંપની મજબૂત કામગીરી માટે ઘડવામાં આવેલા ઈન્ટરમિજિયેટ, લાઈટ અને મિડિયમ કમર્શિયલ વાહનના સેગમેન્ટમાં મોટે ભાગે ટાટા ટ્રક્સ સાથે 250થી વધુ વાહનોનો કાફલો ચલાવે છે. શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટે વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને નાવીન્યતા પર મજબૂત એકાગ્રતા સાથે તેના સંચાલનનો સ્તર નવી ઊંચાઈએ લઈ જવાનું ચાલુ રાખ્યું છે. કંપનીએ હાલમાં જ એસએફસી 610 અને સંપૂર્ણ નવા ટાટા એલપીટી 1816 સહિત પાંચ નવા ટ્રક ઉમેર્યા છે.
આ જોડાણ વિશે બોલતાં શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટના ડાયરેક્ટર શ્રી ચિરાગ કતિરાએ જણાવ્યું હતું કે, “વિશ્વાસ અને વિશ્વસનીયતા અમારા વેપારના પાયાનો પથ્થર રહ્યા છે અને ટાટા મોટર્સ ઉત્કૃષ્ટ કામગીરી આપવા સાથે ગ્રાહકો પ્રત્યે અમારા વચનનું પાલન કરવા માટે અમને આત્મવિશ્વાસ આપતાં વાહનો અમને પૂરાં પાડીને આ પ્રવાસનો આંતરિક હિસ્સો બની રહી છે. બહેતર ટોર્ક ડિલિવરી, ડ્યુઅલ ડ્રાઈવિંગ મોડ્સ અને સેફ્ટી ફીચર્સ સાથે તાજેતરમાં ખરીદાયેલા ટ્રકો ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા, સુરક્ષા અને ટકાઉપણું ઓફર કરે છે. તે ઉચ્ચ અપટાઈમ, વિવિધ રુટ્સ પર આસાન કામગીરી અને આખરે અમે સેવા આપીએ તે ગ્રાહકોને ઉત્તમ સંતોષમાં પ્રત્યક્ષ પરિવર્તિત થાય છે. અમે આગામી વર્ષોમાં ટાટા મોટર્સ સાથે અમારું જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છીએ.’’
ટાટા મોટર્સ શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટ ખાતે આગેવાની સાથે નિકટતાથી કામ કરીને ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર સમાધાન સાથે બદલાતો સમય અને ઉત્ક્રાંતિ પામતી ઉદ્યોગની ગતિશીલતાને અપનાવી રહ્યા છે. આ ખૂબીઓ લાંબા ગાળાની સફળતા પ્રેરિત કરવા માટે તેના ગ્રાહકોના સશક્તિકરણ પ્રત્યે ટાટા મોટર્સની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. મજબૂત આફ્ટર- સેલ્સ સપોર્ટ, પ્રોડક્ટ ઈનોવેશન અને વ્યાપક પહોંચ ધરાવતા ટાટા મોટર્સના ડીલર નેટવર્કના ટેકા સાથે શ્રી નાશિક ગૂડ્સ ટ્રાન્સપોર્ટ ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વૃદ્ધિના નવા તબક્કાની આગેવાની કરવા માટે ઉત્તમ રીતે સ્થાનબદ્ધ હોઈ સંચાલન ઉત્કૃષ્ટતા અને ગ્રાહક સેવામાં નવાં સીમાચિહન સ્થાપિત કરવા કટિબદ્ધ છે.
