ગ્રેવી વગરનું કાઠિયાવાડી ઓથેન્ટિંક ફુડ હવે અમદાવાદ શહેરમાં
ગુજરાત, અમદાવાદ | ૦૩ ઓક્ટોબર ૨૦૨૫: ખાવાના શોખીનો હંમેશા ખાવા માટેની નવી-નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. અમદાવાદની મોટાભાગની ગલીઓ તેમજ જાણીતા ફૂડ પોઈન્ટ પર પણ ખાવાની સુગંધ તમને તેના તરફ ખેંચી લઈ જતી હોય છે. અમદાવાદીઓ ફુડ લવર્સને અવારનવાર કંઈક નવી વેરાઈટી પીરસવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે સિટીના સાબરમતી પોલીસ સ્ટેશન રામનગર પાસે આવેલ પંચશીલ હોસ્પિટલની કેન્ટીનના “શીવ ફાસ્ટ ફુડ અને રેસ્ટોરન્ટ” પણ હવે ફુડ લવર્સને કંઈક નવુ પીરસવા માટે આતુર છે. તમને જણાવી દઈએ કે, આ રેસ્ટોરન્ટ પોતાના ઓથેન્ટિંક ફૂડ સાથે કાઠિયાવાડી, પંજાબી, ચાઈનીઝ તેમજ ફાસ્ટફુડ લવર્સ માટે તમામ ફાસ્ટ ફુડની આઈટમ્સ લઈને આવી ગયાછે. સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટે આતુર એવા “શીવ ફાસ્ટ ફુડ અને રેસ્ટોરન્ટ”માં ફુડ લવર્સને સિટીની મધ્યમાં ગુણવત્તા સાથે તૈયાર કરાયેલ કાઠિયાવાડી ફુડ સ્પેશિયલ કુક દ્વારા તૈયાર કરીને ઓથેન્ટિંક કાઠિયાવાડીની તમામ રેસીપી (ફુડ) પીરસવામાં આવશે. હાઈજેનિક સ્થળ સાથે શુદ્ધ સાત્વિક ખોરાકને માણવા “શીવ ફાસ્ટ ફુડ અને રેસ્ટોરન્ટ”ની સિટીના ફુડ લવર્સને અચુકથી મુલાકાત લેવી જોઈએ.
પોતાના સ્ટાર્ટઅપ અંગે વાત કરતા “શીવ ફાસ્ટ ફુડ અને રેસ્ટોરન્ટ”ના માલીક જીગરસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, અમે કાઠીયાવાડી લવર્સને ઓથેન્ટિંક ફુડ પીરસવા જઈ રહ્યાં છે. સાથે કાઠિયાવાડી ફુડમાં અમે મોટા ભાગે ગ્રેવી વગરની વાનગીઓ પીરસવા જઈ રહ્યાં છીએ. જેથી સિટીના ઓથેન્ટિંક ફુડ લવર્સ પ્રોપર ગ્રેવી વગરની કાઠિયાવાડી વાનગી ખાઈ શકે તેના માટે સંપુર્ણ પ્રયાસ કરવાના છીએ. અમે ખાતરી આપીએ છીએ કે, અમારા ત્યા તૈયાર થયેલી વાનગીઓ તમે એક વાર ખાશો તો બીજી વાર ચોક્કસ મુલાકાત લેશો.
