વિરોધ ન કરવાનો સંકલ્પ કરો ત્યારે વિરોધ વધારે વધશે!
“રીલના જમાનામાં રીયલનેશોધવો ખૂબ મુશ્કેલ બને છે.”
“હું પ્રચારનો નહીં પણ(બાહુ) પસારનો માણસ છું.”
લોકમાન્યતા અને લોક અમાન્યતા એ બંને અગ્નિ છે.
વિશિષ્ટ અને સહજ ચાલતી રામયાત્રાનાં રૂટ પર બીજો દિવસ,અગત્સ્યમુનિના આશ્રમથી રામકથાનો આરંભ કરતા કહ્યું કે આજે બીજા દિવસે આપણે ત્રણ મુનિઓનોસાક્ષાતકાર કરવો છે: સરભંગ,સુતિક્ષ્ણ અને મુનિ અગત્સ્ય.
ટ્રેનથીસતનાપહોંચીનેબાય રોડ અહીં આવ્યા એ બધી બહિર્યાત્રા છે પણ અંતરયાત્રા પણ સાથે કરવાની છે.
આ ત્રણેય મુનિઓનોસાક્ષાતકારકાગભુશુમડીએ પણ કર્યો છે.પણ એ ત્રણેયનાસાક્ષાતકાર પહેલા સૌથી પહેલી વાત જે થઈ એ છે વિરાધ વધ. વિરાધનાં વધ પછી આ ત્રણેય મહાત્માઓ સમજમાં આવશે.
વિરાધ એ નકારાત્મક ઉર્જા છે.એમાં આસુરી સંપદા છે.ભગવદ ગીતામાં સુરીસંપદાની સામે આસુરી સંપદાનું જે લિસ્ટ આપ્યું છે એ બધા જ વિરાધમાં છે વિરાટ એ અસુર છે જે બધાનો વિરોધ કરે છે.વિરોધ જ વિરાધછે.જ્યાં સુધી આપણો વિરોધ નહીં મટે ત્યાં સુધી મુનિઓનો સાક્ષાત્કાર નહીં થાય. પાલીતાણામાં માનસ નવકાર કથામાં અલગ-અલગ ધર્મના નવ મંત્ર લઈને એના ઉપર વાત કરવાની વાત પણ કરીને કહ્યું કે કોઈને કોઈ મહાપુરુષ તીર્થને પુનઃ તિર્થંકૃત કરે છે.
સામે વાળો ગમે એટલો વિરોધ કરે તમારા મનમાં કોઈ પ્રત્યે વિરોધ ન હોવો જોઈએ.આપણે બધા વિરોધમાં જ જીવી રહ્યા છીએ.અકારણ ક્રોધ,વિરોધ લઈ લઈએછીએ.આપણી ભૌતિક,દૈવિક અને આધ્યાત્મિક પ્રગતિમાં વિરોધ થતો જ હોય છે.
કોઈ એવો સાધુ,જે આખા જગતને પોતાના ઇષ્ટના રૂપમાં જુએ છે એ જ વિરોધથી મુક્ત થઈ શકશે. કોઈ પ્રત્યે વિરોધ ન થાય એવો સંકલ્પ કરો ત્યારે વિરોધ વધારે વધશે!
નિર્વિચાર સ્થિતિમાં આવેલો વિચાર જ આકાર ધારણ કરે છે.કામ,ક્રોધ,લોભ એટલા ખરાબ નથી જેટલો વિરોધ ખરાબ છે.
પ્રત્યેકને પોતાના કર્મનું ફળ હોય છે પણ આપણે પથ્થર મારીને એ ફળ આપણું બનાવી નાખીએ છીએ! લાભ પંચમી શુભ પંચમી બને એવી પ્રાર્થના સાથે કહ્યું વિરોધ જ ખતમ કરવો રહ્યો.
પહેલા સરભંગ(શરભંગ) મળે છે જે રામ માટે ઉપાસના કરી રહ્યા છે.આદિત્ય સ્ત્રોત અને દુર્ગા પૂજા પણ રામ વિજય માટેનું કારણ બને છે એમ કરતાં જણાવ્યું કે રીલના જમાનામાં રીયલનેશોધવો ખૂબ મુશ્કેલ બને છે.હુંપ્રચારનો નહીં પણ(બાહુ) પસારનો માણસ છું.લોકમાન્યતા અને લોક અમાન્યતા એ બંને અગ્નિ છે.
અહીં ત્રણેય મુનિઓમાંસરભંગ યોગી છે,સુતિક્ષ્ણ પ્રેમી છે અને અગત્સ્યમંત્રસિદ્ધ મહાપુરુષ છે. સરભંગના બે અર્થ થાય.એ વનમાં રહેતા હતા અને ધનુષ્યનો આગળનો હિસ્સો(સર)રાક્ષસો,જે યજ્ઞમાં વિઘ્ન કરતા હતા એના તરફ ફેંકતાહતા.એક દિવસ અચાનક દયા ફૂટી અને આગળનું સર(શર)જ ભંગ કરી દીધું.એજ રીતે સર એટલે કે દિમાગને ખતમ કરીને માત્ર દિલને ધડકવા દીધું એને પણ સરભંગ કરી શકીએ.સરભંગ યોગી,સર્વભંગના પત્ની યોગીની અને શબરી પણ યોગીની છે.
સુતિક્ષ્ણપ્રભુના માટે નૃત્ય કરે છે અને ભગવાન સંસારરૂપી વૃક્ષની પાછળથી જુએ છે,પ્રગટ થાય છે ત્યારે સુતીક્ષ્ણ પોતાના ગુરુને રામ દર્શન કરાવવા માટે દોડે છે.
રામ ભરદ્વાજ(અગત્સ્ય)ને રસ્તો પૂછે છે,વાલ્મિકીનેરહેવાનાં સ્થાન પૂછે છે અને કુંભજને એવો મંત્ર પૂછે છે કે તેનાથી ધર્મદ્રોહીએનો વિનાશ થઈ શકે.કદાચકુંભજે શિવ મંત્ર આપ્યો હશે કારણ કે શિવ એ વિનાશના દેવતા છે.
કુંભજે ત્રણ કાર્ય કર્યા છે:વિંધ્યાચળનેઝૂકાવી રાખ્યો છે,સાગરને પી ગયા છે અને શિવની કથા સંભળાવવાનું કામ કરે છે.
ગઇકાલની કથા મહર્ષિ અત્રિને અર્પણ થયેલી. રામનામ વંદના બાદ આજની કથા સરભંગ,સુતિક્ષ્ણ અને કુંભજને અર્પણ થઇ.
