પૂણે, ભારત | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — અગ્રણી મોશન ટેકનોલોજી કંપનીશેફલર (Schaeffler) ઇન્ડિયાએ ‘શેફલર ઇન્ડિયા સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામ’ની 4થી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી છે. સમાજના અત્યંત તણાવપૂર્ણ અને ટકાઉતાના કેટલાક પડકારોના અર્થપૂર્ણ અને સ્કેલેબલ ઉકેલોનું જે યુવા સોશિયલ ઇનોવેટર્સ સર્જન કરે છે તેમને ઓળખી કાઢવા અને સશક્ત બનાવવા માટે આ પ્રોગ્રામની ડિઝાઇન કરવામાં આવી છે. ટકાઉતા સાથે સમન્વય કરતી શોધ જેવા આઇડીયાની સંભાળ રાખતા, તેમાં તળીયાની પહેલોને લાંબા ગળાના પરિવર્તન ચાલકો કે જે સમુદાયમાં સુધારો લાવી શકે તેમાં પ્રસ્થિપત કરવાનો હેતુ ધરાવે છે.
પોતાની ચોથી આવૃત્તિને અંકિત કરતા ચાલુ વર્ષના ફેલોશિપ પ્રોગ્રામમાં ભારતભરની વ્યક્તિઓ, જૂથો, સંસ્થાઓ અને નફાકારક અને બિન-નફાકારક કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પ્રોગ્રામ 18-35 વયના લોકો જે પર્યાવણ ટકાઉતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, કાર્બન ન્યૂટ્રાલિટી, સર્ક્યુલર ઇકોનોમિ, કુદરતી સંશાધન વ્યવસ્થાપન અને સામાજિક ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ જેવા તણાવપૂર્ણ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેમના માટે ખુલ્લો હતો.
કડક મૂલ્યાંકન અને પ્રોટોટાઇપ પ્રદર્શનોનો સમાવેશ કરતી કઠોર સ્ક્રીનીંગ પ્રક્રિયા પછી, ટોચના 10 અસાધારણ પ્રોજેક્ટ્સને રૂ. 1.75 લાખનું ગ્રાન્ટ અને IIM અમદાવાદ ખાતે પ્રખ્યાત IIM સાહસોમાં 24-અઠવાડિયાના સઘન હાઇબ્રિડ માર્ગદર્શન પ્રોગ્રામ જે તેમના વિચારોને વેગ આપવા માટે રચાયેલ છે તેની ઍક્સેસ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ સાધનો, માળખું, ઉદ્યોગ નિષ્ણાત માર્ગદર્શનની ઍક્સેસ અને બજાર માટે તૈયાર રહેવા અને તેમના ઉકેલોને તેમની અસરને વધારવા માટે સ્કેલ કરવા માટે સંસાધનો પ્રદાન કરશે.
જુલાઈ 2025 માં નોંધણી શરૂ થઈ ત્યારથી, પ્રોગ્રામને 21થી વધુ રાજ્યોમાંથી 460થી વધુ નોંધણીઓ મળી છે અને 172 પાત્ર અરજીઓની અંતિમ રજૂઆત થઈ છે, જેમાં મૂલ્યાંકન માટે 103 શોર્ટલિસ્ટેડ અરજદારો સાથે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, યુપી, ગુજરાત, આસામ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને દિલ્હી, પંજાબ અને વધુ રાજ્યનો સમાવેશ થાય છે.
શેફલર ઇન્ડિયાના એમડી અને સીઈઓ હર્ષ કદમએ જણાવ્યું હતું કે, “પરિવર્તન સતત છે. એક ગતિશીલ વિશ્વમાં જ્યાં પર્યાવરણ અને ટેકનોલોજી વિશ્વની વસ્તીની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મૂળભૂત ભૂમિકા ભજવે છે, સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામ શેફલરની ESG પ્રત્યેની પ્રતિબદ્ધતા અને માત્ર એક ટેકનોલોજીકલી અદ્યતન બિઝનેસ મોડેલ બનાવવાનું જ નહીં, પરંતુ આપણે જે પર્યાવરણમાં કાર્ય કરીએ છીએ તેના પ્રત્યે સંવેદનશીલ બનવાનું પણ દર્શાવે છે. ટકાઉ ભવિષ્ય બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા જ અમને વર્ષ-દર-વર્ષ આ પ્રોગ્રામને ટેકો આપવા માટે પ્રેરિત કરે છે. વર્ષોથી સહભાગીઓ તરફથી વધતા પ્રતિભાવ દર સાથે, ટેકનોલોજી અને માનવ ચેતના એક વધુ સારી દુનિયા બનાવવા માટે સહયોગ કરે છે તે અદમ્ય ભાવના જોઈને ખૂબ જ આનંદ થાય છે.
અમને આનંદ છે કે આ પ્રોગ્રામની ડિઝાઇન એવા યુવા પરિવર્તનકારોને ઓળખી કાઢવા અને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે જેઓ સ્કેલેબલ, અર્થપૂર્ણ અને ટેકનોલોજી-આધારિત ઉકેલો વિકસાવે છે. આવુ કરવાથી શેફલરનો હેતુ ઉદ્યોગસાહસિક ભાવનાનો લાભ ઉઠાવવાનો છે અને તે જ્યાં ઇનોવેટર્સ તેમના આઇડીયાને પરિવર્તનશીલ ક્રિયાઓમાં રૂપાંતરીત કરી શકે તેમનો પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જે સમાજ પર ટકાઉ અસર ઉપજાવે છે.”
છેલ્લે, તેમણે તમામ ઇનોવેટર્સને અભિનંદન આપ્યા હતા અને તેમની ભાગીદારી બદલતેમનો આભાર માન્યો હતો અને તેમને તેમના પ્રોજેક્ટ્સના વ્યાપારીકરણમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે શુભચ્છા પાઠવી હતી, જેથી વિશ્વ ભવિષ્યની પેઢીઓ માટે એક નાનું સુંદર સ્થળ બની શકે.
આ એવોર્ડ સમારોહમાં ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર પ્રોફેસર ગુરુદાસ નુલકર, ભારત વેન્ચર્સના સહ-સ્થાપક અને સીઈઓ શ્રી મુનિષ ભાટિયા, BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભરત કાકડે અને IIMA વેન્ચર્સના AVP શ્રીમતી અંકુર સોહનપાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેલોશિપ ઉપરાંત, શેફલર ઇન્ડિયા વંચિત વિસ્તારોમાં STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, પાણી સંરક્ષણને આગળ વધારવા, કૃષિ વનીકરણ અને આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિને પ્રોત્સાહન આપવા અને સમુદાય આરોગ્ય પ્રોજેક્ટ્સને ટેકો આપવા જેવી લક્ષિત પહેલો દ્વારા સામાજિક વિકાસને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. આ પહેલો દ્વારા, કંપની એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની કલ્પના કરે છે જ્યાં નવીનતા અને ટકાઉપણું એકરૂપ થાય છે, સમાજમાં સમાન પ્રગતિ અને સકારાત્મક પરિવર્તન સુનિશ્ચિત કરે છે.
====◊◊◊◊====
