ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ‘મિશન નવ ભારત’ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે ધર્મ ધુંરધર શ્રી શંકર ગિરી મહારાજ (મહામંત્રી, આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચ) અને શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજીએ ઉપસ્થિત રહીને સમગ્ર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.