Truth of Bharat
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળાનું અમદાવાદમાં પ્રથમવાર આયોજન

ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: જૈન ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રસાર-પ્રચાર માટે “અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025” અંતર્ગત, અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વખત “સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મેળાનું ઉદ્ઘાટન અને શુભારંભ સન્મતિ શમોશરણ અને સાહુ શરણમ, ગુજરાત યુનિવર્સિટી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયું. આ પવિત્ર પ્રસંગે પ્રાકૃત પ્રભાકર આચાર્ય શ્રી સુનિલસાગરજી મહારાજ અને તેમના 65 શિષ્યો સહિત પૂજ્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેને આ મેળાને વધુ ભવ્ય બનાવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, મંત્રી શ્રી – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા) ગુજરાત રાજ્ય, ઉપસ્થિત રહ્યા હતા.

મેળાની મુખ્ય વિશેષતાઓ:

  • ધાર્મિક પ્રદર્શનીઓ: જૈન ધર્મ અને તેની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જૈન ફૂડ ઝોન: મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારના શુદ્ધ અને સ્વાદિષ્ટ જૈન વ્યંજનો ઉપલબ્ધ હતા.
  • જ્ઞાનવર્ધક કાર્યશાળાઓ: જૈન ધર્મ અને દર્શનને ઊંડાણપૂર્વક સમજવા માટે જ્ઞાનવર્ધક કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ગેમ ઝોન અને પ્રવૃત્તિઓ: બાળકો અને યુવાનો માટે મનોરંજન અને જ્ઞાન સાથેની રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જૈન ધર્મના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્કૃતિથી અવગત કરાવવાનો હતો.

આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો – સૌ કોઈ માટે જ્ઞાન અને આનંદનું અદ્ભુત સંયોજન પૂરું પાડવાનો હતો.

Related posts

IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ NATCOM 2025 નું આયોજન કરશે

truthofbharat

દરેકને પોતપોતાના સ્વભાવનું પણ ઐશ્વર્ય હોય છે.

truthofbharat

કાઇનેટિક ગ્રીનએ સ્કુટર્સની બોર્ન ઇલેક્ટ્રિક રેન્જ સાથે પોતાના E2W બિઝનેસના આક્રમક વિસ્તરણની ઘોષણા કરી

truthofbharat