Truth of Bharat
ગરબાગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ ૨૦૨૫ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું ભવ્ય આયોજન

ગુજરાત, અમદાવાદ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૫ – શહેરના નિકોલ વિસ્તાર મા ધ દયાવાન પાર્ટી પ્લોટ (સાવલિયા વાડી બેન્કવેટ) ખાતે પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લોકગાયક રાજ ગઢવી નો ડાયરો યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રી અસિતભાઈ વોરા (ભૂતપૂર્વ મેયર અને ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ ચેરમેન), ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ભાવિનીબેન જાની, લોકગાયિકા ખુશ્બુ બેન આસોડિયા, જૈમિનીબેન લિંબાચિયા, ગ્રીષ્માબેન પંચાલ, વર્ષાબેન વણઝારા, માનશીબેન દવે, મયુરીબેન શ્રીમાળી તથા લોકગાયક પાર્થભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના અગ્રણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો હતો. તેમજ પાર્શ્વ જ્વેલરી હાઉસ, કાકા પીવીસી, edutech era, અને અમદાવાદ ફિલ્મ સિટી ના સભ્યોએ પણ હાજરી આપી હતી.

ડાયરાની સાથે મહા આરતી યોજાઈ હતી. આવનારી નવરાત્રી પ્રસંગે પૂર્વ અમદાવાદમાં થનારી સૌથી મોટી નવરાત્રી તરીકે અંબાજી ધામ જેવી થીમ તૈયાર થવાની જાહેરાત પણ આ અવસર પર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દાંડીયા ધમાલ છેલ્લા ૯ વર્ષથી એક જ સ્થળે સતત યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી દેવાંગભાઈ ભટ્ટ (Mzone Event), શ્રી યોગેશભાઈ રામી (Yorami Events), શ્રી મિતેશભાઈ માલધારી (Maldhari Corporation) અને શ્રી આદિત્યભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકો છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ આયોજન કરતા આવ્યા છે.

Related posts

સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા

truthofbharat

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

truthofbharat

SportVot એ 72મી નેશનલ સીનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 ના એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા

truthofbharat