બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા સંજય દત્તે અમદાવાદના નવરાત્રી મહોત્સવને માણ્યો
ગુજરાત, અમદાવાદ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રીના સાતમાં નોરતે B ટાઉનનાં પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત અમદાવાદના મહેમાન બન્યા હતા. ગુજરાતનો નવરાત્રી મહોત્સ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ત્યારે ગુજરાતની નવરાત્રી નિહાળવા અને માં અંબા ની ઉપાસના કરવા સંજુ બાબા અમદાવાદમાં પધાર્યા હતા. એમની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં તેમનો ડાયલૉગ અને “જાદુકી ઝપ્પી” લોકોનાં દિલોમાં હજુ પણ રાજ કરે છે. જેમાં તેમાં તેમનો પ્રેમાળ, અને નિખાલસ સ્વભાવ જોઈ સૌ કોઈ તેમનાં દીવાના બની ગયા હતા. અભિનેતા સંજય દત્ત સાથે “જાદુકી ઝપ્પી” લેવા માટે સૌ કોઈ રેડી હોય છે ત્યારે તેઓ પણ તેમના ચાહકોને “જાદુકી ઝપ્પી” આપતા રહેતા હોય છે. “જાદુકી ઝપ્પી” દ્વારા સકારાત્મક લાગણીઓ એકબીજામાં પરવરીત થતી રહેતી હોય છે. ત્યારે અમદાવાદી ગર્લ “પલાશ”ને સંજુ બાબાએ “જાદુકી ઝપ્પી” આપી તેની સાથે ઘણી બધી વાતો કરી હતી.
રવિવારે સાતમાં નોરતે અદાણી રિયલ્ટી અને બેલ્વેડેર ક્લબ દ્વારા આયોજિત, ગરબા મહોત્સવની સાંજે આધ્યાયત્મિક ઉર્જા દ્વારા ગરબા પ્રદર્શનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ નવરાત્રીના ઉજવણીમાં જોડાઈ જીવંત વાતાવરણનો આનંદ માણ્યો હતો. ત્યારે આ નવરાત્રી મહોત્સવને માણવા અને જોવા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે પણ ગુજરાતનાં અમદાવાદ આવી પહોચ્યા હતા. જ્યાં તેમણે હાજરી આપી જણાવ્યું હતું કે, “મને અહીં આમંત્રણ આપવા બદલ અદાણી ગ્રુપનો હું ખરેખર આભારી છું. અદાણી ગ્રુપે મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનું પુનર્વસન હાથ ધર્યું છે. આ એક એવો પ્રોજેક્ટ છે, જે મુંબઈ શહેરને બદલી નાખશે અને લાખો લોકોને ગૌરવપૂર્ણ જીવન આપશે. મને વિશ્વાસ છે કે, અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીના વિઝનને અનુસરીને, પુનઃવિકાસિત ધારાવી ભવિષ્યમાં સિંગાપોર જેવું દેખાશે. હું સમગ્ર અદાણી પરિવારને આટલા મોટા પાયે જીવન બદલવાના તેના મિશનમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”
