Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ સ્માર્ટ ફોન સિરીઝ છે, જેમાં સેમસંગ દર વર્ષે આ લાખ્ખો ડિવાઈસીસ વેચે છે.

નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સ ગયા વર્ષે રજૂ કરવામાં આવેલા ગેલેક્સી A35 અને ગેલેક્સી A55 સ્માર્ટફોન્સના અનુગામી છે.

યુવા ગ્રાહકોની વધતી માગણીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં નવી ડિઝાઈન, બહેતર ટકાઉપણું અને આધુનિક સલામતીની વિશિષ્ટતાઓ હશે, જે આસાન અને સંરક્ષિત ઉપભોક્તા અનુભવની ખાતરી રાખશે.

વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગે ગેલેક્સી A સિરીઝમાં તેના અનેક ફ્લેગશિપ ફીચર્સ રજૂ કર્યા છે, જે તેના નવીનતમ ઈનોવેશન્સ વ્યાપક ઉપભોક્તા મૂળ સુધી વિસ્તારવામાં મદદરૂપ થયા છે. ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સની રજૂઆત પરંપરા ચાલુ રાખતાં ભારતીય ગ્રાહકોને વધુ પસંદગી આપશે.

Related posts

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

truthofbharat

AM/NS India એ CSIR-CRRI ની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની, જેણે માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ સંભાવનાને અનલૉક કરશે

truthofbharat

Škoda Auto India એ 2025ના 10 મહિનાની અંદર સર્વોચ્ચ વાર્ષિક વેચાણનો આંક પાર કર્યો

truthofbharat