Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં 30 વર્ષની ઉજવણી કરવા સાથે નવું ઈનોવેશન વિઝન રજૂ

  • આગામી દાયકામાં દુનિયા માટે વધુ પ્રોડક્ટોનું ભારતમાં ઉત્પાદન, ડિઝાઈન અને ઈનોવેશન કરાશે.
  • સંપૂર્ણ એઆઈ પ્રોડક્ટ ઈકોસિસ્ટમ- સ્માર્ટફોન અને ટીવીથી રેફ્રિજેરટો અને એસી સુધી પ્રદાન કરનારી ભારતમાં એકમાત્ર કંપની.
  • ભારતમાંથી 14,000થી વધુ પેટન્ટ્સ દાખ, જે વૈશ્વિક ઈનોવેશન પાવરહાઉસ તરીકે તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
  • રૂ. 1.11 લાખ કરોડથી મહેસૂલસાથે ભારતમાં સૌથી વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીમાંથી એક છે.
  • સેમસંગના સામુદાયિક સહભાગથી ભારતભરમાં 1.5 મિલિયન નાગરિકોને લાભ થશે. 

ગુરુગ્રામ, ભારત | ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા નવું વ્યૂહાત્મક વિઝન #PoweringInnovationforIndia રજૂ કરવામાં આવ્યું છે, જે લોકાભિમુખ ઈનોવેશન, ભારતીય ટેલેન્ટ અને ભારત પ્રેરિત પ્રોડક્ટ વિકાસને દેશની વૃદ્ધિના તેના આગામી તબક્કાના હાર્દમાં મૂકે છે.

ભારતમાં કામગીરીનાં 30 વર્ષ પૂરાં કર્યાં તે નિમિત્તે સેમસંગે જણાવ્યું કે નવું વિઝન ભારતના ડિજિટલ પરિવર્તન, મેક ઈન ઈન્ડિયા ઉત્પાદન મહત્ત્વાકાંક્ષા અને ઈનોવેશન પ્રેરિત આર્થિક વૃદ્ધિમાં દીર્ઘ સ્થાયી ભાગીદાર તરીકે ફરી એક વાર ભાર આપે છે. 1995માં ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી સેમસંગે હોમ એન્ટરટેઈનમેન્ટમાં વ્યાખ્યા કરતા ટેલિવિઝન રજૂ કરવાથી નોઈડામાં દુનિયાના સૌથી વિશાળ મોબાઈલ ઉત્પાદન એકમમાંથી એક સ્થાપિત કરવા સુધી અને તેની વૈશ્વિક ઈકોસિસ્ટમને હવે શક્તિ આપતા ભારત નિર્મિત ઈનોવેશન્સ પ્રેરિત કરવા સુધી વિસ્તરણ કર્યું છે.

રૂ. 1.11 લાખ કરોડની મહેસૂલ સાથે સેમસંગ અસલ પરિપૂર્ણ એઆઈ ઈકોસિસ્ટમ સાથેની ભારતમાં એકમાત્ર બ્રાન્ડ છે, જે ગેલેક્સી એઆઈ (સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, વેરેબલ્સ), બીસ્પોક એઆઈ (રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને એસી) અને વિઝન એઆઈ (ટેલિવિઝન અને સ્માર્ટ મોનિટર્સ) સ્માર્ટથિંગ્સ થકી એકત્ર લાવે છે.

“1995માં ભારતમાં અમારું પ્રથમ ટીવી વેચાયું ત્યારે ઉદારીકરણ નવી શક્યતાઓ ઉજાગર કરતું હતું, જે પછી આજે ભારત માટે સૌથી વિશ્વસનીય ટેકનોલોજી ભાગીદાર બનવા સુધી સેમસંગનો પ્રવાસ ભારતના આત્મવિશ્વાસ, ક્રિયેટિવિટી અને અમર્યાદિત મહત્ત્વાકાંક્ષાથી આકારબદ્ધ છે. અમારાં સ્માર્ટફોન્સ, ટીવી, ડિજિટલ એપ્લાયન્સીસ અને સહજ કનેક્ટેડ ઈકોસિસ્ટમ સુધી ભારતીય ઘરોમાં સૌથી વહાલી અને વ્યાપક અપનાવવામાં આવતી બ્રાન્ડ તરીકે અમે લાખ્ખો ભારતીય પરિવારો માટે રોજબરોજનું જીવન બહેતર બનાવવામાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ. યુવા ભારતીયો સંરક્ષિત, જ્ઞાનાકાર અને હંમેશાં ઉત્ક્રાંતિ પામતી ટેકનોલોજીની અપેક્ષા રાખે છે અને અમે તેમને માટે પર્સનલાઈઝ્ડ ઈનોવેશન્સ પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ. અમે માનીએ છીએ કે અર્થપૂર્ણ વૈશ્વિક ઈનોવેશન ભારત દ્વારા પ્રેરિત થશે, જ્યાં સ્માર્ટ હોમ્સ, કનેક્ટેડ લિવિંગ અને ઈન્ટેલિજન્સ ડિવાઈસીસનું ભવિષ્ય ઝડપથી એઆઈ સાથે આકારબદ્ધ થઈ રહ્યું છે, જે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને સમજે છે. અમે વિકસિત ભારત માટે ભારત સરકાર સાથે નિકટતાથી કામ કરીને ડિજિટલી સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરવાનું ચાલુ રાખીશં, જ્યાં ઈનોવેશન  સમાવેશક પ્રગતિ અને સહ- સમૃદ્ધિને ઈંધણ આપી શકે છે. અમારું વિઝન સ્પષ્ટ છેઃ અહીં એવી આધુનિક ટેકનોલોજીઓ નિર્માણ કરવી જે દુનિયા જે રીતે જીવે, કામ કરે અને આવતીકાલ સાથે કનેક્ટ કરે તેને આકાર આપવાનું  છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના એમડી અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.

ભારત દ્વારા પાવર્ડઃ ઈનોવેશન લોકો સાથે શરૂ થાય છે

30 વર્ષથી સેમસંગ એક સાદી ફિલોસોફીમાં વિશ્વાસ રાખે છેઃ ભારત ઈનોવેશનને શક્તિ આપે છે. આજે ચેન્નાઈ અને નોઈડામાં તેના બે પ્લાન્ટ, દિલ્હી, નોઈડા અને બેન્ગલુરુમાં ત્રણ આરએન્ડડી સેન્ટરો અને દિલ્હી એનસીઆરમાં અત્યાધુનિક ડિઝાઈન સેન્ટર તેના વૈશ્વિક રોડમેપના હાર્દમાં ભારત સાથે લોકાભિમુખ ટેકનોલોજીના સેમસંગના નવા યુગને આકાર આપી રહી છે.

સેમસંગની ડિઝાઈન દિલ્હી અજોડ રીતે ભારતીય મહેસૂસ કરાવતા અનુભવો નિર્માણ કરે છે. આ ઈનોવેશન્સ દેશની સંસ્કૃતિ, હવામાન અને ક્રિયાત્મકતાને સમજે છે. કિડ્સ ટીવીથી અહીં જન્મેલા બ્રેકથ્રુ, જે ડિજિટલ નેટિવ બાળકો માટે ગેલેક્સી એમ અને એફ સિરીઝ માટે સ્વર્ણિમ સીએમએફ ડિઝાઈન સુધી સુરક્ષિત અને અર્થપૂર્ણ લર્નિંગ નિર્માણ કરે છે, જે ડિઝાઈન લોકો સાથે શરૂ થવી જોઈએ એ સેમસંગની માન્યતા પ્રદર્શિત કરે છે.

આ જ રીતે તેની આરએન્ડડી ઈકોસિસ્ટમમાં સેમસંગની ટીમો લેન્ગ્વેજ ઈન્ટેલિજન્સ અને નેક્સ્ટ- જનરેશન નેટવર્કસની સીમાઓને પાર કરવા સાથે એઆઈ, એક્સેસેબિલિટી, સ્ટ્રીમિંગ અને ડિજિટલ ડિસ્પ્લેઝધમાં પ્રગતિ સાધી રહી છે. 14,000 પેટન્ટ્સ સાથે ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની પેટન્ટ ફાઈવર્સમાંથી એક તરીકે સેમસંગ ઈનોવેશન પાવરહાઉસ તરીકે ભારતની ભૂમિકા પણ પ્રદર્શિત કરે છે.

ભારતના ભાવિ ઈનોવેટર્સમાં રોકાણ

સેમસંગનુ વિઝન #PoweringInnovationForIndia પ્રોડક્ટની પાર જાય છે, કારણ કે કંપની ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે તેના યુનિવર્સિટી સાથે જોડાણો અને મુક્ત ઈનોવેશન પહેલો વિસ્તારી રહી હોઈ વભારતમાં વધુ વિચારો વૈશ્વિક સ્તરે પહોંચે તેની ખાતરી રાખે છે.

તે લોકોને સશક્ત બનાવવાની બાબત છે. ફ્લેગશિપ પ્રોગ્રામ્સ, જેમ કે, સેમસંગ સોલ્વ ફોર ટુમોરો અને સેમસંગ ઈનોવેશન કેમ્પસ સાથે કંપની ભારતના નેક્સ્ટ જનરેશન ઈનોવેશન કાર્યબળને પોષીને દેશભરના વિદ્યાર્થીઓને એઆઈ, આઈઓટી અને ડિજિટલ ટેકનોલોજીઓમાં ગ્રાન્ટ્સ અને સ્કિલ્સને પહોંચ આપે છે. સેમસંગ યુનિવર્સિટીઓ સાથે જોડાણ વધુ મજબૂત બનાવી રહી છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઈનોવેશન પહેલો શરૂ કરી રહી છે, દેથી ભારતમાં જન્મતા વધુ ને વધુ વિચારો વૈશ્વિક સ્તરે પહોંચે તેની ખાતરી રહી શકે.

આ જ રીતે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો., સેમસંગ ઈનોવેશન કેમ્પસ અને સેમસંગ દોસ્ત જેવી પહેલો થકી સેમસંગ ઈન્ડસ્ટ્રી 4.0ની આવશ્યકતાઓ સાથે સુમેળ સાધતાં ભારતના નેક્સ્ટ- જનરેશન વર્કફોર્સને પોષે છે. સેમસંગ દેશભરમાં વિદ્યાર્થીઓને એઆઈ, આઈઓટી, ડિજિટલ ટેકનોલોજીઓ અને રોજગારની તકોમાં ગ્રાન્ટ્સ, ઈન્ક્યુબેશન સપોર્ટ, સ્કિલ્સને પહોંચ પૂરી પાડે છે. અમારા પ્રવાસમાં સેમસંગના સીએસઆર પ્રોગ્રામ્સ ભારતભરમાં આશરે 1.5 મિલિયન નાગરિકો સુધી પહોંચ્યા છે અને લાભ આપ્યો છે આપે છે, જેનાથી શિક્ષણ, સક્ષમતા અને ડિજિટલ સમાવેશકતાની પ્રગતિ થઈ રહી છે.

સેમસંગનો ભારતનો પ્રવાસ 1995માં શરૂ થયો હતો અને ત્રણ દાયકામાં કંપનીએ રાષ્ટ્ર આધુનિક ઉત્પાદન, મજબૂત આરએન્ડડી અને ડિઝાઈન ક્ષમતાઓ, લાખ્ખો રિટેઈલ સંપર્ક સ્થળો અને ભારતવ્યાપી કાર્યબળ સાથે તેની સૌથી વિશાળ મોબાઈલ ફોન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બની છે. શહેર અને ગ્રામીણ ભારતમાં આશરે 3000 અધિકૃત સર્વિસ પોઈન્ટ્સ અને 12,000 સર્વિસ એન્જિનિયરો તેના ગ્રાહકો પ્રત્યે સેમસંગની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

ભારતમાં હાજરી વધુ મજબૂત બનાવતાં સેમસંગે બેન્ગલોરમાં સેમસંગ ઓપેરા હાઉસની પાર તેની ખાસ રિટેઈલ પહોંચ વિસ્તારી છે અને મુંબઈમાં સેમસંગ બીકેસી નામે તેનો પ્રથમ ફ્લેગશિપ લાઈફસ્ટાઈલ સ્ટોર શરૂ કર્યો છે. શહેરમાં અત્યાધુનિક બિઝનેસ એક્સપીરિયન્સ સ્ટુડિયો તાજેતરમાં શરૂ કર્યો છે, જે ગુરુગ્રામમાં તેના બિઝનેસ એક્સપીરિયન્સ સ્ટુડિયો સાથે આકર્ષક કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઈઝ ટેકનોલોજી ઓફર કરે છે.

=============

Related posts

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

truthofbharat

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

truthofbharat

બૂઝથી બૂમ સુધીઃ બૂમર્સની જસપ્રિત બુમરાહ સાથે નવી ટીવીસી ગમ સાથે સંકળાયેલા સ્વેગરને પુનઃજીવિત કરે છે

truthofbharat