- આ પહેલ હેઠળ 2024માં ચારથી હવે 2025માં 10 રાજ્યમાં યુવાનોને ભાવિ તૈયાર કૌશલ્ય પ્રદાન કરવા માટે AI, IoT, બિગ ડેટા ને કોડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- આ વર્ષે મુખ્ય ભાર ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ પર અપાશે, જ્યાં દરેક રાજ્યના 5000 વિદ્યાર્થીઓને ભાવિ ટેકનોલોજીઓમાં તાલીમ પ્રાપ્ત કરવા તે સુસજ્જ છે.
- આ કાર્યક્રમ ભારત સરકારના કૌશલ્ય ભારત અને ડિજિટલ ઈન્ડિયા વિઝનના ધ્યેય સાથે સુમેળ સાધે છે.
ગુરુગ્રામ, ભારત | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી)ના મોટા વિસ્તરણની ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના ધ્યેયે ટેકો આપવા સાથે ભાવિ તૈયાર કશલ્ય સાથે ભારતના યુવાનોને સશક્ત બનાવવાની પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે.
સ્કિલિંગ પ્રોગ્રામ આ 2024માં ચાર રાજ્ય પરથી આ વર્ષે 10 રાજ્યમાં વિસ્તારવામાં આવશે. તેમાં 2025 દરમિયાન ભાવિ ટેક કૌશલ્યથી 20,000 વિદ્યાર્થીઓને કુશળ બનાવવામાં આવશે. જેમ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બિગ ડેટા અને કોડિંગ અને પ્રોગ્રામિંગનો સમાવેશ થાય છે, જે ગત વર્ષના 3500 વિદ્યાર્થીની તુલનામાં છગણો વધારો છે. ટેક્નિકલ તાલીમ સાથે વિદ્યાર્થીઓને કાર્યસ્થળે સુસજ્જતા બહેતર બનાવવા માટે સોફ્ટ સ્કિલ્સમાં સૂચના પણ પ્રાપ્ત થશે, જ્યારે પાત્ર ઉમેદવારોને સુસંગત ઉદ્યોગોમાં પ્લેસમેન્ટની સહાય સાથે ટેકો આપવામાં આવશે.
“સેમસંગ ભારતની વૃદ્ધિના પ્રવાસમાં દીર્ઘ સ્થાયી ભાગીદારી કરવા માટે ગૌરવની લાગણી અનુભવે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ ભારત સરકારની સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પહેલો સાથે સુમેળ સાધીને યુવાનો માટે તકો ઉજાગર કરવા ટેકનોલોજીનો લાભ લેવાના અમારા સમાન ધ્યેયને પ્રદર્શિત કરે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ થકી અમે ભારતના યુવાનોને ભાવિ તૈયાર કુશળ બનાવવા સુસજ્જ કરીને તેમને ડિજિટલ અર્થવ્યવસ્થા માટે તૈયાર થવા અને દેશની પ્રગતિ પ્રેરિત કરવા મદદરૂપ થશે. અમે ખાસ કરીને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે સ્કિલિંગ અને રોજગારની તકોને પહોંચ વિસ્તારવા અને ભારત સરકારના ડિજિટલી સશક્ત ભારતના ધ્યેયને ટેકો આપવા કટિબદ્ધ છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
સ્તર અને સમાવેશકતા પર વ્યૂહાત્મક એકાગ્રતા
સેમસંગે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ઊભરતી ટેકનોલોજીઓમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. બીજા સમજૂતી કરાર ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (ટીએસએસસી) સાથે કર્યા છે, જે આ કાર્યક્રમને તામિલનાડુ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં વધુ 10,000 વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરશે.
આ વર્ષે મુખ્ય ભાર ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ પર અપાશે,સ જ્યાં દરેક રાજ્યમાં 5000 વિદ્યાર્થીઓને ભાવિ ટેકનોલોજીઓમાં તાલીમ પ્રાપ્ત થશે. આ પહેલ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં પહોંચીને ભાવિ ટેક કૌશલ્યને પહોંચ વિસ્તારવા તૈયાર કરાઈ છે, જેથી વંચિત સમુદાયો ભારતના ડિજિટલ પરિવર્તનમાં પાછળ નહીં રહી જાય તેની ખાતરી રખાશે.
ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) અને ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (ટીએસએસસી) નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) દ્વારા માન્ય સંસ્થાઓ હોઈ એક્રેડિટેડ ટ્રેનિંગ પાર્ટનર્સ અને સેન્ટર્સનાં તેમનાં નેટવર્ક થકી કાર્યક્રમનો અમલ કરશે. ભારતમાં 2022માં તેના લોન્ચથી સેમસંગ ઈનોવેશન કેમ્પસે ભાવિ ટેકનોલોજીઓમાં 6500 વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કર્યા છે.
સેમસંગ ઈનોવેશન કેમ્પસઃ ભારતમાં સીએસઆરનો મુખ્ય પાયો
સેમસંગ ઈનોવેશન કેમ્પસ એ સેમસંગની વ્યાપક સીએસઆર વ્યૂહરચનાનો ભાગ છે, જેની સાથે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો જેવા કાર્યક્રમો ઈનોવેશન અને સમસ્યા ઉકેલવાના સામાજિક સારપનાં કામો માટે યુવાનોને પ્રોત્સાહન આપે છે. એકત્ર મળીને આ પહેલો શિક્ષણમાં પહોંચ સુધારવા, ક્રિયાત્મકતા વધારવા અને ભારતની ભાવિ પેઢીને ટેકનોલોજી પ્રેરિત ભવિષ્યમાં જીવવા માટે તૈયાર કરાઈ છે.
