Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સેમસંગ ઈન્ડિયા નવા મોબાઈલ સીટી ટેકનોલોજીઝ પોર્ટફોલિયો સાથે દર્દીલક્ષી ઈમેજિંગમાં પરિવર્તન લાવવા સુસજ્જ

  • સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.ની સબસિડિયરી ન્યુરોલોજિકા પાસેથી નવો મોબાઈલ સીટી પોર્ટફોલિયો એઆઈઆસિસ્ટેડ ઈમેજિંગ સાથે દર્દીપ્રથમ ડિઝાઈન આગળ લાવશે.
  • તે પથારી પાસે ઈમેજિંગ લાવશે, જેને લીધે દર્દીને ટ્રાન્સફર કરવાનું ઓછું થશે, સુરક્ષા સુધરશે અને ઝડપી મધ્યસ્થી અભિમુખ બનશે.
  • સમાધાન હોસ્પિટલોને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા અને પરિણામો સુધારવામાં ટર્ટિયરી કેર ફેસિલિટીઝ સાથે સશક્ત બનાવશે. 

ગુરુગ્રામ, ભારત ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.ની સબસિડિયરી ન્યુરોલોજિકા સાથે સહયોગમાં ભારતમાં તેનો નેક્સ્ટ- જનરેશન મોબાઈલ સીટી પ્રોડક્ટ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ. આધુનિક તબીબી ઈમેજિંગ ટેકનોલોજીઝમાં વૈશ્વિક આગેવાન છે. ખાસ કરીને ભારતમાં નિદાન અને મધ્યસ્થી રેડિયોલોજીમાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ નેક્સ્ટ- જનરેશન સિસ્ટમ્સ મોબિલિટીસ, એઆઈ- પાવર્ડ કાર્યક્ષમતા અને દર્દી- પ્રથમ ડિઝાઈનને જોડશે, જેને લઈ આખરે હેલ્થકેર પ્રદાતાઓ કોઈ પણ સમયે, ક્યાંય પણ ગુણવત્તાયુક્ત સંભાળ પ્રદાન કરવા માટે સશક્ત બનશે.

નવી રજૂ કરાયેલી રેન્જમાં સેરીટોમ® ઈલાઈટ, ઓમ્નીટોમ® ઈલાટ, ઓમ્નીટોમ® ઈલાઈટ પીસીડી અને બોડીટોમ® 32/64નો સમાવેશ થાય છે, જે દરેક હોસ્પિટલો અને ખાસ કરીને સ્પેશિયાલ્ટી કેન્દ્રોની વિવિધ ચિકિત્સકીય જરૂરતોને પહોંચી વળવા તૈયાર કરાઈ છે. વંચિત પ્રદેશોમાં છે તેના સહિત સર્વ આકારની હોસ્પિટલોમાં તે અપનાવીને સેમસંગ ભારતમાં આધુનિક ઈમેજિંગની પહોંચ વ્યાપક બનાવવામાં મદદરૂપ થવા સુસજ્જ છે.

“સેમસંગ ભારતમાં મોબાઈલ ટીસી સોલ્યુશન્સ રજૂ કરવા સાથે આધુનિક તબીબી ઈમેજિંગની વધુ પહોંચક્ષમ, કાર્યક્ષમ અને દર્દીલક્ષી બનાવવા માટે નક્કર પગલાં લઈ રહી છે. આ ઈનોવેશન્સ ટેકનોલોજી વિશે વધુ છે, કારણ કે તે હેલ્થકેર પ્રદાતાઓને મેટ્રો અને ટિયર 2/3 શહેરો વચ્ચે સંભાળમાં અંતર વચ્ચે સેતુ બનીને સશક્ત બનાવી રહી છે. અમે માનીએ છીએ કે આ પોર્ટફોલિયો ભારતનું હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે, સ્પેશિયાલિટીઝમાં ચિકિત્સકીય ઉત્કૃષ્ટતાને ટેકો આપશે અને ઉચ્ચ સ્તરે દર્દી પરિણામ સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે,’’ એમસેમસંગ ઈન્ડિયાના એચએમઈ બિઝનેસના હેડ અતંત્ર દાસે જણાવ્યું હતું.

સેમસંગના મોબાઈલ સીટી સોલ્યુશન્સ ઈમેજિંગ જે રીતે પ્રદાન કરાય છે તેમાં મોટી છલાંગ છે. ન્યુરો આઈસીયુ, ઓપરેટિંગ રૂમ, ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ, ઓન્કોલોજી યુનિટ હોય કે પેડિયાટ્રિક ઈન્ટેન્સિવ કેર હોય, સ્કેનરો સીધા દર્દી પાસે લાવીને હોસ્પિટલો જોખમ ઓછું કરી શકે, ચિકિત્સકીય સુરક્ષા સુધારી શકે અને ઝડપથી નિર્ણય લઈ શકે છે. ચિકિત્સકીય રીતે પ્રણાલીઓ એકમોને મોંઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેરબદલ વિના ક્ષમતા વિસ્તારવા માટે મદદરૂપ થાય છે. આને કારણે આધુનિક ઈમેજિંગ ભારતની હેલ્થકેર ઈકોસિસ્ટમમાં વધુ પહોંચક્ષમ બનાવે છે.

મોબાઈલ સીટી ઈમેજિંગમાં ક્રાંતિ- વધુ સ્માર્ટ, વધુ સુરક્ષિત અને વધુ પહોંચક્ષમ

  • સેરીટોમ® ઈલાઈટ: 32સેમી પેશન્ટ ઓપનિંગ અને 25 સેમી એફઓવી સાથે 8-સ્લાઈસ સીટી સ્કેનર 2 કલાકની બેટરી ક્ષમતાના ટેકા સાથે કાર્યક્ષમ ઈમેજિંગ પ્રદાન કરે છે.
  • ઓમ્નીટોમ® ઈલાઈટ: 40 સેમી પેશન્ટ ઓપનિંગ અને 30 સેમી એફઓવી સાથે યુએચાર (અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન) મોડમાં 125 મીમી x 80 સ્લાઈસ હાંસલ કરીને 1.5 કલાકની બેટરી ક્ષમતા સાથે વર્સેટાલિટીની ખાતરી રાખે છે. નોંધપાત્ર રીતે તેણે ન્યુરોસર્જિકલ કાર્યપ્રવાહોમાં પરિવર્તન લાવીને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન જેવી કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ 8-10 કલાકની પારંપરિક સમયરેખાની તુલનામાં 2 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થાય છે. ઉપરાંત ઓમ્નીટોમ® ઈલાઈટ ઓપરેટિંગ રૂમ (ઓઆર)માં સીધા જ તાકીદના પોસ્ટ- ઓપરેટિવ સ્કેન્સને અભિમુખ બનાવે છે. આ વિશિષ્ટતાને કારણે સર્જનો હેમોરહેજ જેવી ગૂંચ સુચારુ રીતે ઓળખી શકે છે અને ત્યાં ને ત્યાં જ સુધારાત્મક પગલાં લઈ શકે છે. આ ક્ષમતાએ દર્દી સુરક્ષા બહેતર બનાવવા સિદ્ધ છે અને નોંધપાત્ર રીતે રિવિઝન સર્જરીની શક્યતા ઓછી કરે છે, જેને લીધે વધુ કાર્યક્ષમ અને અસરકારક ચિકિત્સકીય પરિણામોની ખાતરી થાય છે.
  • ઓમ્નીટોમ® ઈલાઈટ પીસીડીઃ ઉત્કૃષ્ટ ઈમેજ ગુણવત્તા, બહેતર ભિન્નતા અને આધુનિક આર્ટિફેક્ટ ઘટાડા માટે ફોટોન કાઉન્ટિંગ ડિટેક્ટર (પીસીડી) સમાવિષ્ટ કરે છે.
  • બોડીટોમ® 32/64: 32/64-સ્લાઈસ સીટી સ્કેનર, 85 સેમી પેશન્ટ ઓપનિંગ અને 60 સેમી એફઓવી સાથેનું સ્કેનર છે, જે સ્ટેન્ડબાય મોડમાં 12 કલાક સુધી ક્ષમતા સાથેની લિથિયમ પોલીમર બેટરી સાથે સુસજ્જ વ્યાપક ફુલ- બોડી ઈમેજિંગ માટે તૈયાર કરાઈ છે.

કાર્યક્ષમતાની પાર સેમસંગનાં મોબાઈલ સીટી મંચો હેલ્થકેરના ભવિષ્ય માટે નિર્માણ કરાયાં છે, જે એઆઈ- આસિસ્ટેડ ઈમેજિંગ અને હોસ્પિટલ પીએસીએસ અને ઈએમઆર સિસ્ટમ્સ સાથે આસાન ઈન્ટીગ્રેશન પ્રદાન કરે છે. આને કારણેવધુ અચૂક નિદાન ઝડપથી થઈને દેશભરમાં ડિજિટલ સ્વાસ્થ્ય પરિવર્તન પહેલોને ટેકો આપે છે.

ચિકિત્સકીય એપ્લિકેશન્સનો વિસ્તાર

પોર્ટફોલિયો ચિકિત્સકીય સંજોગોના બહુઆયામ માટે અનુકૂળ છે, જે વિવિધ સ્પેશિયાલ્ટીઝમાં અચૂકતા અને કાર્યક્ષમતા બહેતર બનાવે છે. ન્યુરોસર્જરીમાં તે ઈમરજન્સી મેડિસીનમાં ચિકિત્સકીય નિયોજન અને વેરિફિકેશન માટે ઈન્ટ્રાઓપરેટિવ સીટી અભિમુખ બનાવીને ટ્રોમા અને સ્ટ્રોકના નિદાન માટે ઝડપી ઈમેજિંગ પૂરું પાડે છે, જેને કારણે ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી ટીમોને સીટી- ગાઈડેડ બાયોપ્સીઓ, અબ્લેશન્સ અને ડ્રેનેજ પ્રોસીજર્સમાં લાભ થઈને સિસ્ટમ્સ બ્રાકાયથેરપી અને ટ્યુમર રિસેકશન માટે ઈમેજિંગને ટેકો આપે છે અને પેડિયાટ્રિક ઈમેજિંગ માટે તે બાળકો અને નિયોનેટ્સની જરૂરતો માટે તૈયાર સુરક્ષિત અને કાર્યક્ષમ સમાધાન પ્રદાન કરે છે.

સેમસંગ મોબાઈલ સીટી સોલ્યુશન્સ વિશે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરો:Samsung Healthcare

સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયા: https://news.samsung.com/in/samsung-india-set-to-transform-patient-centric-imaging-with-new-mobile-ct-technologies-portfolio

Related posts

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા જીઆઈ ઓન્કોલોજી અંગે સીમાચિહ્નરૂપ મીટનું આયોજન, જેમાં સારવાર ક્ષેત્રે નવીનતમ પ્રગતિઓ રજૂ કરવામાં આવી

truthofbharat

હેવમોર આઇસક્રીમએ ગુજરાતના શહેરોમાં ભવ્ય ફનફેર અને ઉત્સાહ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી

truthofbharat

કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી

truthofbharat