Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઇન્ડિયાએ તમામ કાર્યો, લર્નીંગ અને મનોરંજન માટે વધુ સુંદર અનુભવ આપવા માટે Galaxy Tab A11+ લોન્ચ કર્યો

  • Galaxy Tab A11+માં ઇન્ટેલજિન્ટ AI ફીચર્સ, સ્મુથ 11 ઇંચ ડિસ્પ્લે અને રિફાઇન્ડ મેટલ બિલ્ડનો સમન્વય છે.
  • યૂઝર્સને વધુ સરળ અને આનંદદાયક ડિજીટલ અનુભવ પ્રદાન કરવાનો ધ્યેય

ગુરુગ્રામ, ભારત | ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે Galaxy Tab A11+ લોન્ચ કર્યો હોવાની ઘોષણા કરી છે, જે મહત્ત્વના AI ક્ષમતાઓ રજૂ કરે છે જે ઝડપી અને પાવર કાર્યક્ષમ પર્ફોમન્સને વધુને વધુ યૂઝર્સને ફાયદો આપશે, જે અસંખ્ય સરળ કાર્યો કરવા માટે ઉત્તમ છે. Galaxy Tab A11+માં તમામ તરબોળ 11 ઇંચ ડીસ્પ્લે અને ઉત્કૃષ્ટ મેટલ ડિઝાઇનનો સમન્વય છે.

Galaxy Tab A11+ સ્મુથ સ્ક્રોલીંગ અને સ્ટ્રીમીંગ જોવાનો અને ડિજીટલ લર્નીંગનો તરબોળ અનુભવ પ્રદાન કરે છે. ગતિશીલ ડીસ્પ્લેમાં તદુપરાંત ક્વાડ સ્પીકર સાથે ડોલ્બી એટમોસનો પણ સમાવેશ થાય છે જે સમૃદ્ધ, સંતુલીત ઓડીયો મુવી, મ્યુઝિક અને ઓનલાઇન લર્નીંગ માટે પ્રદાન કરે છે. આ ડિવાઇસ વપરાશીતામાં વધારો કરવા માટે 3.5 mm ઓડીયો જેકને સપોર્ટ કરે છે. 8MP રિયર કેમેરા અને 5MP ફ્રંટ કેમેરા ક્લિયર વીડિયો કોલ્સ, ડોક્યુમેન્ટ સ્કેનીંગ અને ધારદાર કન્ટેન્ટને ઝડપે છે. જે વિદ્યાર્તીઓ, સર્જકો અને પરિવારોને કનેક્ટેડ અને ઉત્પાદકીય રહેવા માટેની સરળતા પૂરી પાડે છે. 

“સેમસંગ ખાતે, અમે રોજિંદા જીવનમાં સુધારો લાવતા અર્થપૂર્ણ નવીનતાઓની ઍક્સેસ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. Galaxy Tab A11+ સાથે, અમે ભારતમાં વધુ યુઝર્સ માટે શક્તિશાળી AI ક્ષમતાઓ, પ્રીમિયમ ડિઝાઇન અને વિશ્વસનીય આખા દિવસનું પ્રદર્શન લાવી રહ્યા છીએ. આ ડિવાઇસને સફરમાં ઉત્પાદકતા, શિક્ષણ અને મનોરંજનને ટેકો આપવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે,” એમ સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના ડિરેક્ટર સાગ્નિક સેનએ જણાવ્યું હતું.

સ્માર્ટર લર્નિંગ અને રોજિંદા કાર્યો માટે એડવાન્સ્ડ AI

Galaxy Tab A11+ યૂઝર્સને શીખવા, શોધવા કરવા અને કાર્યો સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આવશ્યક AI સુવિધાઓ લાવે છે:

  • Google Gemini સાથે, યૂઝર્સને રીઅલ-ટાઇમ વિઝ્યુઅલ AI મળે છે જેના દ્વારા તેઓ રોજિંદા કાર્યોને સરળ બનાવતી વાતચીત ક્રિયાપ્રતિક્રિયાઓમાં વધુ કુદરતી રીતે જોડાઈ શકે છે.
  • Google સાથે સર્કલ ટુ સર્ચ, એક સરળ હાવભાવ સાથે ત્વરિત જવાબો પ્રદાન કરે છે, જે વપરાશકર્તાઓને તેમની સ્ક્રીન પરની કોઈપણ વસ્તુનું શોધખોળ, સમજવા અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ કરે છે. યૂઝર્સ તેમની પસંદગીની ભાષામાં ત્વરિત ઓન-સ્ક્રીન અનુવાદો સાથે, સમાચાર લેખો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અથવા ઑનલાઇન સામગ્રી દ્વારા સ્ક્રોલ કરતી વખતે રીઅલ ટાઇમમાં ટેક્સ્ટનું ભાષાંતર પણ કરી શકે છે.
  • Samsung Notes પર Solve Math સમીકરણો અને સોંપણીઓ માટે સ્ટેપ-બાય-સ્ટેપ સપોર્ટ પ્રદાન કરે છે. તે રીઅલ ટાઇમમાં હસ્તલિખિત અને ટાઇપ કરેલા બંને અભિવ્યક્તિઓને સપોર્ટ કરતા ટૂલ સાથે જટિલ ગણિત સમીકરણોના ઝડપી અને સચોટ ઉકેલો પ્રદાન કરે છે – મૂળભૂત અંકગણિતથી લઈને અદ્યતન, વૈજ્ઞાનિક કેલ્ક્યુલેટર-સ્તરની ગણતરીઓ અને માપન માટે એકમ રૂપાંતરણો સુધી બધું જ સંભાળે છે.

આ સુવિધાઓ શીખવાનું વધુ ઇન્ટરેક્ટિવ અને ઉત્પાદકતાને ભલે તે શાળામાં, કાર્યસ્થળ પર હોય કે ઘરે, વધુ સરળ બનાવે છે. 

શકતિશાળી પર્ફોમન્સ અને વિશાળ સ્ટોરેજ

4nm આધારિત MediaTek MT8775 પ્રોસેસર દ્વારા સંચાલિત, Galaxy Tab A11+ મલ્ટીટાસ્કિંગ માટે સરળ કામગીરી પ્રદાન કરે છે. 6GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં 2TB સુધીના એક્સપાન્ડેબલ સ્ટોરેજ માટે સપોર્ટ છે, જે તેને કન્ટેન્ટ, મોટી ફાઇલો અને લર્નીંગ સામગ્રી સ્ટોર કરવા માટે આદર્શ બનાવે છે. 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે 7,040mAh બેટરી વિશ્વસનીય, આખો દિવસ ઉપયોગ સુનિશ્ચિત કરે છે.

પ્રીમિયમ ડિઝાઇન અને અંતરાયમુક્ત કનેક્ટિવિટી

Galaxy Tab A11+ ગ્રે અને સિલ્વર રંગમાં રિફાઇન્ડ ફિનિશ વિકલ્પો સાથે સ્લીક મેટલ ડિઝાઇનમાં આવે છે. તેની સ્લિમ પ્રોફાઇલ – 257.1 x 168.7 x 6.9 mm માપવા અને 480 ગ્રામ (WiFi) અને 491 ગ્રામ (5G) વજન – આખા દિવસની આરામદાયક પોર્ટેબિલિટી પ્રદાન કરે છે. 5G અને Wi-Fi બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ, Galaxy Tab A11+ ઘરે, કામ પર અથવા બહાર હોય ત્યારે કનેક્ટેડ રહેવાનું સરળ બનાવે છે.

કિંમત અને ઉપલબ્ધતા

Galaxy Tab A11+ 28 નવેમ્બરથી રૂ. 19999 થી શરૂ થશે (બેંક કેશબેક સહિત). તે Amazon, Samsung.com અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

Product Variant Price (INR) Bank Cashback (INR) Consumer NEP (INR)
Galaxy Tab A11+ WiFi 6/128GB X230NA 22999 3000 19999
Galaxy Tab A11+ 5G 6/128GB X236BA 26999 3000 23999
Galaxy Tab A11+ WiFi 8/256GB X230NE 28999 3000 25999
Galaxy Tab A11+ 5G 8/256GB X236BE 32999 3000 29999

 

==========

Related posts

એમેઝોન ઇન્ડિયા દ્વારા ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો પ્રારંભ; 1 લાખથી વધુ ક્રિએટરો હવે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો હિસ્સો છે

truthofbharat

‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નું સફળ સમાપન : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે આ ફેસ્ટિવલ યોજાયો હતો

truthofbharat

ભારતનો સૌથી ઝડપી વેચાણ અહીં: ઇન્સ્ટામાર્ટનું ક્વિક ઇન્ડિયા મૂવમેન્ટ 2025 હવે 50,000 થી વધુ ઉત્પાદનો પર 50-90%* ડિસ્કાઉન્ટ સાથે લાઇવ થયું

truthofbharat