Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને SAL હોસ્પિટલને ‘ટાઈમ્સ એજ્યુકેશન આઈકોન્સ એવોર્ડ 2025’ થી સન્માન

ગુજરાત, અમદાવાદ | ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તથા SAL હોસ્પિટલ (સાયન્સ સિટી) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. મેડિકલ શિક્ષણમાં ઉત્કૃષ્ટતા અને દર્દીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ બદલ સંસ્થાને પ્રતિષ્ઠિત ‘ટાઈમ્સ એજ્યુકેશન આઈકોન્સ એવોર્ડ 2025’ થી સન્માનિત કરવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી માનનીય સાયના નેહવાલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન SAL ઇન્સ્ટિટ્યૂટ અને SAL હોસ્પિટલની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પદ્ધતિ, આધુનિક તબીબી સુવિધાઓ અને દર્દી કેન્દ્રિત સેવાઓનો પ્રતિબિંબ છે.

આ અવસરે સંસ્થાએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ સમર્પિત ફેકલ્ટી સભ્યો, નિષ્ણાત ડોક્ટરો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા દર્દીઓનો અવિરત સહયોગ અને વિશ્વાસ મુખ્ય કારણ છે. સંસ્થાએ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને SAL હોસ્પિટલ ભવિષ્યમાં પણ “શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સારવાર”ના સંકલ્પ સાથે સમાજને ઉત્તમ આરોગ્ય અને મેડિકલ શિક્ષણ સેવાઓ પ્રદાન કરતી રહેશે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

અભય પ્રભાવના: ભારતનું ‘મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી સાથે એક નવા યુગની શરૂઆત કરે છે

truthofbharat

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

truthofbharat

એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન એમેઝોન બાઝારમાં INR299 થી ઓછી કિંમતના ટ્રેન્ડી મનપસંદ ચીજો ખરીદો

truthofbharat