- આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે “ગેટ ટુ ગેધર”નું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતીય સંસ્કૃતિ જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે. જોકે, ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતાં બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દુર થતા જણાઈ રહ્યાં છે. જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમનાં જીવનમાં ઉતારે તે માટે “રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડુ હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે “અગ્નિહોત્ર યગ્ન”, “શીવ અભિષેક”, “માતા પિતા પુજા” કરાવવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
