Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ઉનાળાની ગરમીમાં રાહત આપતું અભિયાન “સ્કાયલાઈન ની છાશ… ગરમીમાં હાશ…”

ગુજરાત, અમદાવાદ ૧૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન તેનો કાર્યક્રમ, “સ્કાયલાઈન ની છાશ… ગરમીમાં હાશ…!!!” લઈને આવ્યું છે. આ એક તાજગીભર્યું પગલું છે જેનો હેતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવાનો છે. “સ્કાયલાઈન છાશ પ્રોજેક્ટ” ના ભાગ રૂપે આ નિઃશુલ્ક છાસનું વિતરણ છેલ્લા 1 મહિનાથી રોજ બપોરે સી.જી. રોડ, નવરંગપુરા ખાતે કરવામાં આવે છે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન ના પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલ એ જણાવ્યુ હતું કે અમારું આ ક્લબ સમાજ સેવાના અનેક વિવિધ પ્રકારના કાર્યો કરે છે જેમાં આ વખતે અમે આ ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી 1 મે થી લઈને 31 મે સુધી આખા મહિના દરમિયાન ભરબપોરે નિઃશુલ્ક છાસનું વિતરણ કરીએ છીએ. અને દરરોજ આશરે 400 થી 500 લીટર જેટલી છાસ નિઃશુલ્કપણે 2000 થી 2500 જેટલા લોકોને મફતમાં પીવડાવીએ છે.
આ અમારા કેમ્પેઇનમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈનના સભ્યો, તેમના પરિવાર અને મિત્રો દ્વારા ભેગા મળીને નિ:સ્વાર્થભાવે યોગદાન આપવામાં આવે છે અને તેઓ જાતે જ છાસનું વિતરણ કરે છે જેથી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન સ્થાનિક સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ પ્રોજેક્ટનો હેતુ રાહદારીઓને તીવ્ર ઉનાળાની ગરમી સામે લડવામાં મદદ કરવા માટે પરંપરાગત અને ઠંડક આપતું પીણું છાશ પ્રદાન કરવાનો છે.

Related posts

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

truthofbharat

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

truthofbharat

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

truthofbharat

Leave a Comment