Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઑટોમેટિક ફુલી સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરશે કૉન્ક્રીટ બ્લૉક મેન્યુફેક્ચરિંગમાં નવી સિદ્ધિ

ગુજરાત, અમદાવાદ | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ  પ્રાઇવેટ લિમિટેડ (ફેક્ટરી અહમદાબાદ-કઠવાડા હાઇવે પર આવેલી છે અને કોર્પોરેટ ઓફિસ ઇસ્કોન ક્રોસ રોડ ખાતે આવેલી છે. કૉન્ક્રીટ બ્લૉક મશીન બનાવતી કંપની, રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ એ ભારતનું પ્રથમ ફુલી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું શરૂ કર્યું છે. જે કૉન્ક્રીટ બ્લૉક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટેડ બનાવશે.

આ નવી ટેકનોલોજીથી હવે, કૉન્ક્રીટ બ્લૉક બનાવવું, તેને સ્ટેક કરવું અને ડીલીવરી માટે તૈયાર કરવું , આ તમામ કામ એક જ મશીન દ્વારા ઓટોમેટિકલી થઈ જશે. જેના કારણે ઉત્પાદનમાં વધુ ચોકસાઈ, ઝડપ અને ગુણવત્તા આવશે, અને ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા 15 વર્ષથી કૉન્ક્રીટ ઈંટ, પેવર બ્લૉક, કર્બ સ્ટોન અને હોલો બ્લૉક માટે આધુનિક મશીનો બનાવી રહી છે. કંપનીએ 450થી વધુ મશીનો ભારતમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે, અને તેના ઉત્પાદનો દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં નિકાસ થાય છે. ફ્લોરિડા, દુબઈ, કેન્યા અને ટોગોમાં તેની ઓફિસો છે, જે તેની વૈશ્વિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

આ નવી ટેકનોલોજી સાથે, રેવોમેકએ ફરીથી સાબિત કર્યું છે કે તે ભારતના કૉન્ક્રીટ બ્લૉક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નવીનતા અને વિશ્વસનીયતા બંનેના મોરચે પર અગ્રણી છે.

આ પ્રસંગે, રેવોમેકના ડિરેક્ટર જિગર પટેલે કહ્યું, “આ ઓટોમેટિક સર્વો ક્યુબર દરરોજ 50,000 થી 1,00,000 તે ઇંટોને પેલેટ પરથી ઊંચકીને, ક્યુબ બનાવી, બંડલ કરીને, ડીલીવરી માટે તૈયાર કરે છે.”

તેમણે ઉમેર્યું, “આ નવી ટેકનોલોજીથી મજૂર પરની નિર્ભરતા ઘટાડે છે, જગ્યા નો વધુ અને શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, અને ઉત્પાદનની ગુણવત્તા વધુ એકસરખી અને વિશ્વસનીય બને છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે કૉન્ક્રીટ બ્લૉકના ઉત્પાદનની પ્રક્રિયા સ્માર્ટ, ઝડપી અને ટકાઉ બની ગઈ છે.”

આની સાથે સાથે, રેવોમેકે જેગુઆર પ્રેરિત બ્લૉક મેકિંગ મશીન પણ રજૂ કર્યું છે, જે નવી વાઈબ્રેશન ટેકનોલોજી સાથે સિમેન્ટનો ઓછો ઉપયોગ કરીને વધુ મજબૂત બ્લૉક બનાવે છે. એટલે કે, ઓછા ખર્ચે વધુ ગુણવત્તા. રેવોમેકની મશીનો દેશમાં અનેક જાણીતા પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે, જેમ કે રિલાયન્સ વંતારા, મુન્દ્રા પોર્ટ, ધોલેરા SIR, જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે ફ્રેઇટ કોરિડોર અને AIIMS. આ પ્રોજેક્ટ્સે રેવોમેકની વિશ્વસનીયતા ને વધુ મજબૂત બનાવે છે.

આખરે, જિગર પટેલે જણાવ્યું, “અમે રેવોમેકમાં દરેક નવીનતા એ વિચારથી લાવીએ છીએ કે તે ઉદ્યોગને વધુ સરળ બનાવે, ઉત્પાદક માટે કામને સરળ બનાવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય મજબૂત કરે.” “આ સર્વો ક્યુબર સિસ્ટમ માત્ર એક મશીન નથી, તે એ નવા ભવિષ્ય તરફ એક પગલું છે.”

Related posts

હાર્પિક દ્વારા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી ઇનોવેશન રજૂ – રસોડાના ગંદા પાણી માટે ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*

truthofbharat

નેસ્લે ઇન્ડિયાએ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા

truthofbharat

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

truthofbharat