Truth of Bharat
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેમેડિયમ લાઇફકેર કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹464.88 લાખના PAT સાથે નાણાકીય વર્ષ 2025-26 ની મજબૂત શરૂઆત કરી

  • કંપનીએ પહેલા ત્રિમાસિક ગાળામાં નાણાકીય વર્ષ 2025 ના નફાને વટાવી દઈને બમણો નફો પ્રાપ્ત કર્યો અને વિસ્તરણ યોજનાઓને આગળ ધપાવી
  • નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ત્રિમાસિક ગાળામાં 204.60 લાખના નુકસાનની સરખામણીમાં, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં PAT(કરવેરા પછીનો નફો) 327% વધીને 464.88 લાખ થયો
  • નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં PAT 464.88 લાખ રહ્યો છે, જે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 212.94 લાખ નોંધાયો હતો

મુંબઈ | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૫: રેમેડિયમ લાઇફકેર લિમિટેડે 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે કંપનીની કામગીરીમાં સકારાત્મક પરિવર્તન દર્શાવે છે. કંપનીએ ₹464.88 લાખનો PAT(કરવેરા પછીનો નફો) નોંધાવ્યો હતો, જે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા પાછલા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ₹204.60 લાખના નુકસાનની સરખામણીમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, રેમેડિયમ લાઇફકેર, એ દેશમાં ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરમાં ઝડપથી વિકસતી કંપની છે.

અત્રે ખાસ નોંધનીય છે કે, આ પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા PAT એ સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 માટેના કંપનીના કુલ PAT ને વટાવી દીધો છે, જે ₹212.94 લાખ હતો. આ પરિણામો, કંપનીની મજબૂત કાર્યકારી ગતિ અને નફામાં મોટો તીવ્ર સુધારો દર્શાવે છે.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન, રેમેડિયમ લાઇફકેર કંપનીએ પરિચાલન કામગીરીમાંથી રૂપિયા 11,336.67 લાખની આવક નોંધાવી હતી. કરવેરા પહેલાનો નફો (PBT) ₹571.23 લાખ સુધી પહોંચ્યો હતો, જે અસરકારક ખર્ચ વ્યવસ્થાપન અને સુધારેલી કાર્યકારી કાર્યક્ષમતા પર કંપનીનું ફોકસ દર્શાવે છે. આ કામગીરી, કંપનીનું વ્યૂહાત્મક અમલીકરણ પ્રદર્શિત કરે છે, જે આગામી ત્રિમાસિક ગાળામાં સતત વૃદ્ધિ માટે તેને સારી સ્થિતિમાં રાખે છે.

આ કામગીરી અંગે, રેમેડિયમ લાઇફકેરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદર્શ મુંજાલે કહ્યું હતું કે, “આ ત્રિમાસિક ગાળો, રેમેડિયમ લાઇફકેર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સમાન છે. પરિચાલન કાર્યક્ષમતા અને વિવેકપૂર્ણ નાણાકીય વ્યવસ્થાપન પર અમારી કેન્દ્રિત વ્યૂહરચનાના પરિણામે મજબૂત સકારાત્મક પરિવર્તન આવ્યું છે, જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળાનો PAT, સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 ના નફાને વટાવી ગયો છે. અમે અમારા મુખ્ય હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ સેગમેન્ટમાં વૃદ્ધિને વેગ આપવાની સાથે જ, કંપનીના વિકાસની આ ગતિને આગળ જાળવી રાખવા અને અમારા શેરધારકોને નિરંતર મૂલ્ય પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પ્રથમ ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો, કંપનીની ખર્ચને ઑપ્ટિમાઇઝ કરવાની, કામગીરીને સુવ્યવસ્થિત કરવાની અને બજારની ગતિશીલતા સાથે અનુકૂલન કરવાની ક્ષમતા ઉજાગર કરે છે. કંપનીની વર્તમાન કામગીરી દર્શાવે છે કે, રેમેડિયમ લાઇફકેર આગામી ત્રિમાસિક ગાળામાં તેના વિકાસની ગતિ ચાલુ રાખવા માટે અનુકૂળ સ્થિતિમાં છે.

આ મજબૂત નાણાકીય કામગીરીને અનુરૂપ, રેમેડિયમ લાઇફકેર લાંબા ગાળાની વૃદ્ધિ યોજના અમલમાં મૂકી રહી છે. જેનો ઉદ્દેશ્ય ચેપ વિરોધી, રક્તવાહિની અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) સારવાર જેવા મુખ્ય ઉપચારાત્મક ક્ષેત્રોમાં તેના R&D(સંશોધન અને વિકાસ) ફોકસને વિસ્તૃત કરવાનો છે.

કંપનીની આ પહેલ, તેની ઈનોવેશન પાઇપલાઇનને મજબૂત બનાવશે અને અદ્યતન આરોગ્યસંભાળ ઉકેલોના વિકાસને સુનિશ્ચિત કરશે. અમારું ધ્યાન CDMO અને R&D સેવાઓ માટે એક મજબૂત આધાર બનાવવાનું છે, જે રેમેડિયમને નવા કરારો સુરક્ષિત કરવા, નવીનતાને આગળ વધારવા અને પછાત એકીકરણ દ્વારા માર્જિન સુધારવા માટે સ્થાન આપશે. કાર્યકારી મૂડી વધારવાથી ઇન્વેન્ટરી અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં વધુ સુધારો થશે, જેનાથી તેના વિતરણ નેટવર્કમાં સરળ કામગીરી સુનિશ્ચિત થશે.

કંપની વૈશ્વિક વિસ્તરણને પણ પ્રાથમિકતા આપી રહી છે, જેમાં ફંડનો એક ભાગ નવા આંતરરાષ્ટ્રીય ભૌગોલિક વિસ્તારોમાં પ્રવેશવા અને હાલના બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવવા માટે નિર્ધારિત રાખવામાં આવ્યો છે. આ વ્યૂહાત્મક પહેલ, તેના પ્રથમ ત્રિમાસિક ગાળાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે, રેમેડિયમ લાઇફકેરને પરિચાલન કામગીરીમાં ક્ષમતા વધારવા, નવીનતાને આગળ વધારવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના નેતૃત્વને મજબૂત કરવામાં સક્ષમ બનાવશે.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો PAT, નાણાકીય વર્ષ 2025 ના વાર્ષિક નફા કરતાં બમણા કરતાં વધુ હોવાની સાથે, રેમેડિયમ લાઇફકેર, નવીનતા-આધારિત વ્યૂહરચનાઓ અને બજાર વિસ્તરણ યોજનાઓ દ્વારા સમર્થિત નિરંતર વિકાસ માટે ઉત્તમ સ્થિતિ ધરાવે છે.

Related posts

જાણો પાર્કિન્સન સર્જરી થકી તમે કેવી રીતે ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશનના હલનચલનને પુનઃસ્થાપિત કરી શકો છે

truthofbharat

ભારતી એરટેલે એરટેલ ક્લાઉડને મજબૂત બનાવવા માટે IBM સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

truthofbharat

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat