Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેમેડિયમ લાઇફકેરે બીજા ત્રિમાસિક ગાળાના પ્રભાવશાળી પરિણામો જાહેર કર્યા, નફો બમણો થઈને ₹ 862.34 લાખ નોંધાયો

કંપનીના પરિણામોની મુખ્ય હાઈલાઈટ્સ :

  1. સપ્ટેમ્બર-25 માં PAT 85.49% વધીને 862.34 લાખ થયો છે, જે જૂન-25 માં ₹ 464.88 લાખ થયો હતો
  2. સપ્ટેમ્બર-25 માં EBITDA 82.70% વધીને ₹ 1043.69 લાખ થયો છે, જે જૂન-25 માં ₹ 571.23 લાખ હતો
  3. નાણાકીય વર્ષ 2025-26 માં PAT અર્ધવાર્ષિક 1327 લાખ થયો છે, જે નાણાકીય વર્ષ 2024-25 માં PAT 12 મહિનામાં 213 લાખ નોંધાયો હતો

મુંબઈ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — રેમેડિયમ લાઇફકેર લિમિટેડ કંપનીએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક ગાળા માટેના મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ પરીચલન કામગીરીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.

30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન, એકીકૃત નાણાકીય પરિણામો મજબૂત પરિચાલન ગતિ દર્શાવે છે. પરિચાલન કામગીરીમાંથી એકીકૃત આવક ₹ 11,105.82 લાખ રહી, જ્યારે કુલ આવક ₹ 11,431.25 લાખ રહી હતી. આ ત્રિમાસિક ગાળામાં કરવેરા પહેલાંનો સંયુક્ત નફો ₹ 1,043.69 લાખ અને કરવેરા પછીનો નફો ₹ 862.34 લાખ નોંધાયો હતો, જેમાં પ્રતિ શેર કમાણી ₹0.10 હતી, જે નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ત્રિમાસિક ગાળાની તુલનામાં બમણી થઈ ગઈ છે.

30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે, પરિચાલન કામગીરીમાંથી એકત્રિત આવક ₹ 22,442.39 લાખ હતી અને કુલ આવક ₹ 23,115.60 લાખ રહી હતી. છ મહિના માટે કરવેરા પહેલાંનો નફો ₹ 1,614.92 લાખ હતો, જ્યારે કર પછીનો નફો ₹ 1,327.22 લાખ હતો, જે પ્રતિ શેર ₹ 0.15 કમાણી દર્શાવે છે. 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ કુલ સંકલિત સંપત્તિ ₹ 1,62,318.10 લાખ હતી.

આ મજબૂત નાણાકીય પ્રદર્શન અંગે કંપનીના પૂર્ણ-સમયના ડિરેક્ટર શ્રી આદર્શ મુંજાલે જણાવ્યું હતું કે, “બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો પરિચાલન કામગીરીમાં શિસ્ત અને વ્યવસાય વિસ્તરણ પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારું એકીકૃત પ્રદર્શન, એ અમારા પોર્ટફોલિયોની મજબૂતાઈ અને કુશળતાપૂર્વક વિસ્તરણ કરવાની અમારી ક્ષમતા પ્રદર્શિત કરે છે. અમે લાભમાં સુધારો કરવા, અમારી સંપત્તિની સ્થિતિને મજબૂત બનાવવા અને તમામ હિસ્સેદારો માટે નિરંતર વિકાસને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જેથી અમને વિશ્વાસ છે કે, કંપનીના મજબૂત પરિણામો અને ઉત્તમ પરિચાલન કામગીરીની આ ગતિ નાણાકીય વર્ષના બાકીના સમયગાળા દરમિયાન પણ અવિરત જારી રહેશે.”

ઉલ્લેખનીય છે કે, રેમેડિયમ લાઇફકેર લિમિટેડે હાલમાં જ શ્રી રામભજન વિશ્વકર્મા અને શ્રી વિગ્નેશ લક્ષ્મણ ગાવડેની બોર્ડમાં નિમણૂક કરીને તેના નેતૃત્વ માળખાને વધુ મજબૂત બનાવ્યું છે. આ પગલું કંપનીની શાસન વ્યવસ્થા, વૈશ્વિક વિસ્તરણ અને CDMO ક્ષમતાઓના સ્કેલિંગ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.

આની સમાંતર રીતે, કંપનીની વૈશ્વિક-સહાયક કંપનીની ઉપસ્થિતિ (સપ્ટેમ્બર-2024 માં સિંગાપોરના નિગમ સહિત) નો લાભ લેવાની અને CDMO સર્વિસ ઓફરિંગનો વિસ્તાર કરવાની વ્યૂહરચના તેના સ્પેશિયાલિટી ફાર્મા અને કેમિકલ બિઝનેસને મજબૂત અને મોનેટાઈઝ કરવાની તેની મહત્વાકાંક્ષા પર ભાર મૂકે છે.

==========

Related posts

એમેઝોન બજારની સાથે અત્યંત પરવડે તેવી કિંમતોએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરો

truthofbharat

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

truthofbharat

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

truthofbharat