⇒ રિલાયન્સ ડિફેન્સને મળેલો નિકાસ ઓર્ડર હાઇ-ટેક એમ્યુનેશન ક્ષેત્રેનો અત્યાર સુધીનો સૌથી મોટો
⇒ રિલાયન્સ ડિફેન્સનો એમ્યુનેશન નિકાસ ઓર્ડર તેની તાજેતરમાં ઘોષણા કરાયેલ હેઇનમેટલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે
⇒ હેઇનમેટ્લ વિશ્વની અનેક મોટી ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જેનું બજાર મૂડીકરણ આશરે 80 અબજ યૂરો (રૂ. 7.99 લાખ કરોડ) છે
⇒ રિલાયન્સ ડિફેન્સ ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘મેક ઇન ઇન્ડિયા‘ પહેલોને સંરેખિત કરતા ભારતના ટોચના ત્રણ ડિફેન્સ નિકાસકારોમાંની તરીકે ઉભરી આવવાનો લક્ષ્યાંક સેવે છે
મુંબઇ ૨૬ જૂન ૨૦૨૫: રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ દ્વારા પ્રમોટ કરાયેલ રિલાયન્સ ડિફેન્સ લિમીટેડ (રિલાયન્સ ડિફેન્સ)એ જર્મનીની અગ્રણી ડિફેન્સ અને એમ્યુનેશન્સ ઉત્પાદક હેઇનમેટલ (Rheinmetall) વેફ મ્યુનિશન જીએમબીએચ પાસેથી રૂ. 600 કરોડનો નોંધપાત્ર નિકાસ ઓર્ડર પ્રાપ્ત કર્યો હોવાની ઘોષણા કરી છે.
રકિલાયન્સ ડિફેન્સનો નિકાસ ઓર્ડર આજ દિન સુધીમાં હાઇ-ટેક એમ્યુનેશન ક્ષેત્રેમાં થયેલા અનેક સોદાઓમાંનો એક છે. તે હેઇનમેટલ સાથે તાજેતરમાં ઘોષિત વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઇ પર ભાર મુકે છે. આ ઓર્ડર રિલાયન્સ ડિફેન્સની ખાસ કરીને યુરોપ પર ફોકસ કરતા વૈશ્વિક ડિફેન્સ (સંરક્ષણ) અને મ્યુનિશન ચેઇનમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવાની રિલાયન્સ ડિફેન્સની વ્યૂહરચનામાં એક મહત્વના સીમાચિહ્નને અંકિત કરે છે.
આ સહયોગ બંને પક્ષોની લાંબા ગાળાના સહયોગ પ્રત્યેની પરસ્પર પ્રતિબદ્ધતા અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરીને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલોને આગળ વધારવાની પરસ્પર પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. રિલાયન્સ ડિફેન્સનો ઉદ્દેશ્ય દેશના ટોચના ત્રણ સંરક્ષણ નિકાસકારોમાં સ્થાન મેળવવાનો છે.
રેઈનમેટલ એજીના સીઈઓ આર્મિન પેપરગરએ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના નેતૃત્વ હેઠળ રેઈનમેટલની રિલાયન્સ ડિફેન્સ સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી વડા પ્રધાન મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત સાથે ભાગીદારી કરવાની અમારી મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે”.
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ચેરમેન અનિલ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “રેઈનમેટલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી ભારતમાં અત્યાધુનિક ક્ષમતાઓ લાવે છે અને દેશના ખાનગી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત આત્મનિર્ભર ભારતના વિઝન દ્વારા માર્ગદર્શન આપીને, અમારી મહત્વાકાંક્ષા સ્પષ્ટ છે – જેમ કે રિલાયન્સ ડિફેન્સને વિશ્વના ટોચના 3 સંરક્ષણ નિકાસકારોમાં સ્થાન આપવું. આ દ્વારા, અમારું લક્ષ્ય ભારતને માત્ર આત્મવિશ્વાસ સાથે તેની સ્થાનિક સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સંરક્ષણ પુરવઠા શ્રૃંખલામાં પોતાને એક વિશ્વસનીય બળ તરીકે સ્થાપિત કરવા માટે પણ સક્ષમ બનાવવાનું છે.”
નિકાસ ઓર્ડર ભાગીદારીની મજબૂતાઈ દર્શાવે છે, અને કડક વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરતા ઉચ્ચ-ગુણવત્તાવાળા સંરક્ષણ ઉત્પાદનો પહોંચાડવામાં ભારતના ખાનગી ક્ષેત્રની વધતી જતી ક્ષમતાઓ દર્શાવે છે.
આ કરાર રિલાયન્સ ડિફેન્સના આંતરરાષ્ટ્રીય હાજરીને વિસ્તૃત કરવા પરના વ્યૂહાત્મક ધ્યાન સાથે સુસંગત છે, જેમાંયુરોપને ભવિષ્યના વિકાસ માટે મુખ્ય બજાર તરીકે ઓળખવામાં આવશે.
રિલાયન્સ ડિફેન્સ મહત્વાકાંક્ષી ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી (DADC) પહેલ હેઠળ વિસ્ફોટકો, દારૂગોળો અને નાના શસ્ત્રોના ઉત્પાદન માટે એક સંકલિત સુવિધા સ્થાપિત કરશે. ડીએડીસી મહારાષ્ટ્રના રત્નાગિરીના વાટાડ ઔદ્યોગિક વિસ્તારમાં વિકસાવવામાં આવી રહી છે અને તે ભારતમાં કોઈપણ ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ સંરક્ષણ ક્ષેત્રનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનવા માટે તૈયાર છે. ડીએડીસી ભવિષ્યમાં નવીનતા, અદ્યતન ઉત્પાદન અને સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસલક્ષી વૃદ્ધિ માટે આધારસ્તંભ તરીકે સેવા આપશે.
