Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ગુજરાતમાં પહેલીવાર ‘રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો’નું આયોજન – અમદાવાદ ના લોકોએ મળશે 50થી વધુ પ્રોપર્ટીઝ ના વિકલ્પ

ગુજરાત, અમદાવાદ | ૧૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. K9 Realtorz દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન “ગૃહપ્રવેશ – રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો” તારીખ 11, 12 અને 13 જુલાઈ, 2025 ના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગ્વાલિયા બ્લૂમ્સ બેન્ક્વેટ ખાતે યોજાશે.

આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ, રાજયશ ગ્રુપ, પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે.

K9 Realtorz ના સ્થાપક શ્રી કૌશલ સોની જણાવે છે કે, “આ એક્સ્પો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે. અહીં લોકોને 50થી વધુ વિકલ્પો મળશે જેમાં રેડી પઝેશન પ્રોપર્ટીઝ, વીકએન્ડ હોમ્સ, પ્લોટ્સ તેમજ રેસિડેન્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. ખાસ કરીને, જે ખરીદદારો તરત પઝેશન ઈચ્છે છે અથવા પ્લોટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે – તેમના માટે આ એક્સ્પો ખૂબ જ લાભદાયક સાબિત થશે.”

એક્સપોમાં માત્ર પ્રોપર્ટીઝ જ નહીં, પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્સ, હોમ ડેકોર અને વાસ્તુ સોલ્યુશન્સ જેવી સેવાઓના સ્ટોલ પણ ઉપલબ્ધ હશે, જેથી મુલાકાતીઓને ઘર ખરીદવા માટેના તમામ સમાધાનો એક જ સ્થળે મળી રહે.
આ પ્રોપર્ટી એક્ઝિબિશન શહેરના તમામ હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે અવશ્ય મુલાકાત લાયક છે.

આ એક્સ્પોની એક અનોખી વિશેષતા તેનું “રિલેક્સ સ્ટેશન” છે. મુલાકાતીઓ, ખાસ કરીને પરિવાર સાથે આવતા ખરીદદારો માટે, આ એક આરામદાયક સ્થળ છે જ્યાં તેઓ એક્સ્પોની વ્યસ્તતામાંથી થોડો વિરામ લઈ શકે છે.

અહીં મુલાકાતીઓ આરામ કરી શકે છે, પોતાના ફોન ચાર્જ કરી શકે છે, હળવા રિફ્રેશમેન્ટ્સનો આનંદ માણી શકે છે, અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના ખરીદીના વિકલ્પો પર વિચાર કરી શકે છે. આ ખાસ કોર્નર એક્સ્પોના તણાવપૂર્ણ માહોલ વચ્ચે, એક સુખદ અને આરામદાયક અનુભવ પ્રદાન કરશે.

ક્સપોમાં પ્રવેશ મેળવવા અને ખાસ સ્કીમ્સ તથા ઑફર્સનો લાભ લેવા માટે, તમારું #TokenSatheRakhjoHo. આ ટોકન તમને એક્સપોના પ્રવેશદ્વાર પરથી આપવામાં આવશે.

“તમારા સપનાનું ઘર હવે માત્ર એક મુલાકાત દૂર છે!”

Related posts

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી

truthofbharat

OPPO ઇન્ડિયાએ 3.5x ટેલિફોટો કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, ભારતમાં સૌપ્રથમ વખત Mediatek Dimensity 8450 જેવી ઘણી બધી ખાસિયતો સાથે Reno14 સીરીઝ લોન્ચ કરી

truthofbharat

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

truthofbharat