Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેન્જ રોવર એસવી બ્લેક: લક્ઝરી લીડર માટે સેન્સરી ઑડિયો અને આકર્ષક નવી ડિઝાઇન માટે પાયોનિયર

  • એક્સટેન્ડેડ ફેમિલી: 615PS V8 પાવરની સાથે, લક્ઝરિયસ રેન્જ રોવર SV લાઇન-અપમાં હવે રેન્જ રોવર SV સેરેનિટી, રેન્જ રોવર SV ઇન્ટ્રેપિડ અને 2025 ના અંતથી ઓર્ડર માટે ઉપલબ્ધ રેન્જ રોવર SV બ્લેક1નો સમાવેશ થાય છે.
  • ડિઝાઇન સોફિસ્ટીકેશન: નવી રેન્જ રોવર SV બ્લેક1 તેની રિફાઇન્ડ ભવ્યતામાં ઉત્કૃષ્ટ લાવણ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સુંદર બ્લેક રંગના ફિનિશ અને શિલ્પ કૌશલનો સમાવેશ દરેક વિવરણમાં થાય છે.
  • હેપ્ટિક ફ્લોર: રેન્જ રોવર તેની અગ્રણી ઓડિયો અને વેલનેસ ટેકનોલોજીનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં રિયર બોડી-એન્ડ-સોલ-સીટ્સ અને વિશ્વના પ્રથમ સેન્સરી ફ્લોરને રેન્જ રોવર SV મોડેલ્સમાં સામેલ કરી રહ્યું છે – જે નવી રેન્જ રોવર SV બ્લેક2માં સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે.
  • તમારા પગમાં અનુભવો: ફર્શની અંદર લાગેલ ટ્રાન્સડ્યુસર્સ, લક્ઝુરિયસ જાડી કાર્પેટ મેટ્સ દ્વારા અનુભવી શકાય છે. આ સંગીત સાથે સમય જતાં વાઇબ્રેટ થાય છે અથવા છ ઇન-બિલ્ટ વેલનેસ પ્રોગ્રામમાંથી કોઇ એકની સાથે, જેનાથી સાંભળવાનો અનુભવ શ્રેષ્ઠ હોય છે અથવા બેસનારને શાંતિ મળે છે.
  • ઉત્કૃષ્ટ એક્સટિરિયર: નવી રેન્જ રોવર SV બ્લેક1ને આકર્ષક નાર્વિક ગ્લોસ બ્લેક કલરમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં મેચિંગ વિવરણ અને ફિનિશિંગ છે જે પહેલાં રેન્જ રોવર એસવીમાં કયારેય ઉપલબ્ધ નહોતી.
  • SV બ્લેક ઇન્ટિરિયર: નવા એબોની નિયર-એનિલિન ઇન્ટિરિયર કલરવેમાં એક્સક્લુઝિવ અને સોફિસ્ટિકેટેડ સીટ એમ્બ્રોઇડરી પર્ફોરેશન છે, જેમાં બ્લેક બિર્ચ વેનિયર્સ સાથે સોફ્ટ, સાટિન ફિનિશ છે.
  • ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ટાયર: રેન્જ રોવર 2025ના અંતથી તેની સંપૂર્ણ રેન્જમાં ઇન્ડસ્ટ્રીઝમાં સૌપ્રથમ વખત પિરેલી પી ઝીરો ટાયર પણ રજૂ કરી રહ્યું છે, જે હાઇ પર્ફોર્મન્સ, ટકાઉપણું અને સલામતીની સાથે જોડાયેલું છે.
  • ગ્લોબલ ડેબ્યુ: રેન્જ રોવર SV બ્લેક1, રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેકની સાથે ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં પોતાનું વૈશ્વિક પદાર્પણ કરશે – બંને 2025ના અંતમાં ઓર્ડર માટે ઉપલબ્ધ થશે.

ગેડન, યુકે | 09 જુલાઈ 2025: હવે 2025માં રેન્જ રોવર તેની લાઇનઅપનો વિસ્તાર કરી રહી છે. જેમાં દેખાવની રીતે આકર્ષક રેન્જ રોવર એસવી બ્લેકનો સમાવેશ થશે. જે 2025ના અંતથી રેન્જ રોવર એસવી સેરેનિટી અને રેન્જ રોવર એસવી ઇન્ટ્રેપિડ ડેરિવેટિવ સાથે રજૂ કરવામાં આવશે. દરેક મોડલ શ્રેષ્ઠ ફિનિશિંગ અને બારીકાઈઓ પર વિગતવાર ધ્યાન આપવાની સાથે આધુનિક લક્ઝરીનું એક અનોખું અર્થઘટન રજૂ કરે છે: SV બ્લેકની ‘ડીપ્ડ ઇન બ્લેક’ થીમથી લઈને SV ઇન્ટ્રેપિડની બોલ્ડ અને ડાયનેમિક થીમ અને SV સેરેનિટી પર ઓફર કરવામાં આવતી શુદ્ધ, ઉન્નત લક્ઝરી સુધી.

રેન્જ રોવર લક્ઝરી ઓડિયો અને સેન્સરી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાના અગ્રેસર દ્રષ્ટિકોણનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને ફ્લેગશિપ એસવી મોડલ્સ પર રિયર બોડી-એન્ડ-સોલ-સીટ અને સેન્સરી ફ્લોર ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી છે.

પહેલી વાર, રેન્જ રોવર પોતાની રેન્જ રોવર SV રેન્જમાં બોડી અને સોલ સીટ્સને સ્ટાન્ડર્ડ તરીકે રજૂ કરી રહી છે. વિશ્વની પ્રથમ ઇમર્સિવ સેન્સરી ફ્લોર ટેકનોલોજી અપડેટેડ રેન્જ રોવર SV લાઇન-અપમાં ઉપલબ્ધ છે અને આ કારની આગળ અને પાછળના ભાગમાં બોડી અને સોલ સીટ (BASS) ટેકનોલોજી સાથે જોડાયેલી છે, જે કારમાં ઓડિયો અને વેલનેસને એક નવા સ્તરે લઈ જાય છે. આ ટેકનોલોજી કારમાં સવાર લોકોને દરેક ધબકારાની અનુભૂતિ તેમજ સાંભળવાની ખાતરી કરાવે છે અને સિસ્ટમના છ વેલનેસ પ્રોગ્રામમાંથી એકનો ઉપયોગ કરતી વખતે કારમાં આરામ વધારે છે.

બોડી-એન્ડ-સોલ-સીટ અને સેન્સરી ફલોર ટેકનોલોજી
સેન્સરી ફ્લોર રેન્જ રોવરની અગ્રણી બોડી-એન્ડ-સોલ-સીટ (BASS) ટેકનોલોજીના ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલી વાર, રેન્જ રોવર સીટો ઉપરાંત ફ્લોર મેટ્સ દ્વારા હેપ્ટિક ફીડબેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેન્જ રોવર SV મોડેલ્સ પર વિશેષ રીતે ઉપલબ્ધ, સેન્સરી ફ્લોર એક વિશાળ અને ઇમર્સિવ સાંભળવાનો અનુભવ પ્રદાન કરે છે, જેનાથી મુસાફરો સંગીતનો શારીરિક અનુભવ કરી શકે છે.

પાછળના અને આગળના પેસેન્જર ફ્લોરમાં બનેલા ચાર ટ્રાન્સડ્યુસર્સ BASS ડિઝાઇનમાં એમ્બેડ કરેલા ચાર ટ્રાન્સડ્યુસર્સના પૂરક છે. પરિણામ એક સાચો ફુલ-બોડી ઓડિયો અનુભવ છે – આલીશાન ડીપ-પાઇલ કાર્પેટ મુસાફરોને તેમના ફૂટવેર ઉતારવા માટે પ્રેરિત કરે છે, જેથી તેઓ સંગીતને વધુ નજીકથી અનુભવી શકે છે.
સેન્સરી ફ્લોર, ફર્શમાં સટીક રીતે સિંક્રનાઇઝ્ડ પલ્સેશન બનાવે છે, જે AI ઑપ્ટિમાઇઝિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને RR મેરિડીયન સિગ્નેચર સરાઉન્ડ સિસ્ટમ અને હેપ્ટિક સીટ ટેકનોલોજી સાથે સુમેળ સાંધે છે.

મુસાફરોને સંગીતનો અનુભવ કરાવવાની સાથો-સાથ તેને સાંભળવા દેવા ઉપરાંત, સેન્સરી ફ્લોર BASS વેલનેસ પ્રોગ્રામ્સની સાથે પણ કામ કરે છે, જેનાથી તેના છ મોડ્સમાંથી એક દ્વારા મુસાફરોને શાંત કરવા કરવા માટે ડિઝાઈન કરાયેલ છે – ‘શાંત’ થી લઇ ‘સ્ફૂર્તિદાયક’ સુધી. આ પ્રોગ્રામ્સ મુસાફરોને તણાવ અને ચિંતામાં ઘટાડાની સાથે શ્રેષ્ઠ એકાગ્રતા અને જ્ઞાનાત્મક પ્રતિભાવ સહિત ઘણા લાભ પ્રદાન કરે છે.

આ નવી ટેકનોલોજી બધા લાંબા-વ્હીલબેઝ રેન્જ રોવર SV મોડેલોના આગળના પેસેન્જર અને પાછળના ફૂટવેલમાં સ્ટાન્ડર્ડ તરીકે ફીટ કરવામાં આવી છે.

ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ-ટાયર્સ
રેન્જ રોવર 2025 ના અંતથી તેની સંપૂર્ણ રેન્જમાં ઉદ્યોગ જગતમાં પહેલી વખત પિરેલી પી ઝીરો ટાયર પણ રજૂ કરી રહ્યું છે, જેમાં હાઇ પર્ફોર્મન્સ, ટકાઉપણું અને સલામતીની સાથો સાથ વધુ ટકાઉ સામગ્રીનું સંયોજન કરે છે. આ ખાસ વિકસિત ટાયરમાં 70% થી વધુ બાયો-આધારિત અને રિસાયકલ કરેલ સામગ્રીનો સમાવેશ થાય છે જેમ કે ચોખાના ભૂસામાંથી પ્રાપ્ત સિલિકા, રિસાયકલ કરેલ સ્ટીલ અને છોડ આધારિત તેલ અને રેઝિન સામેલ છે. વધુમાં પી ઝીરો ટાયરમાં FSC® (ફોરેસ્ટ સ્ટીવર્ડશિપ કાઉન્સિલ ™) – પ્રમાણિત કુદરતી રબર પણ હશે. આ ટાયર શરૂઆતમાં રેન્જ રોવરના પસંદ કરેલા 22 ઇંચના વ્હીલ પર ઉપલબ્ધ હશે.

SV બ્લેકનો પરિચય
રેન્જ રોવર SV બ્લેક સંપૂર્ણપણે બ્લેક કલરના સ્પેસિફિકેશનની સાથે કાલાતીત લક્ઝરી અપીલની ઉજવણી કરે છે; પરિણામે અત્યાર સુધીનું સૌથી ઘેરું, સૌથી ગુપ્ત રેન્જ રોવર બનાવવામાં આવ્યું છે. એક આકર્ષક અને પરિષ્કૃત મોડેલ જે ભવ્ય ડિઝાઇનને એક નવા સ્તર પર લઈ જાય છે, દરેક વિગતો એટલી બારીકાઈથી ડિઝાઈન કરવામાં આવે છે કે માની લો કે બ્લેક કલરના મિરર ગ્લોસમાં ડૂબી ગયા હોય એવું લાગે છે.

તેના 55મા વર્ષમાં, રેન્જ રોવર સુંદર આકર્ષણ અને આધુનિક, શુદ્ધ વૈભવીનો પર્યાય બની ગયું છે. રેન્જ રોવર SV બ્લેકનો બાહ્ય ભાગ આકર્ષક નાર્વિક ગ્લોસ બ્લેક રંગમાં ફિનિશ કરવામાં આવ્યો છે, જે તેના દેખાવ અને હાજરીને વધુ વધારે છે.

રેન્જ રોવર SV બ્લેક પરની વિગતો પણ રેન્જ રોવર SV ની ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવે છે. આગળના ભાગમાં, ગ્રિલમાં પોલિશ્ડ ગ્લોસ બ્લેક મેશ ફિનિશિંગ છે, અને બોનેટ પર ગ્લોસ બ્લેક લેટરિંગ પણ છે. આ સાથે એક અંડાકાર ગ્રિલ છે જેને થોડી ઘાટી ગ્લોસ ફિનિશિંગથી સજાવવામાં આવી છે.

પ્રોફાઇલમાં, રેન્જ રોવર SV બ્લેક તેના 23-ઇંચના એલોય વ્હીલ્સ દ્વારા ઓળખાય છે જે ગ્લોસ બ્લેક રંગમાં ફિનિશ થયેલ છે. રેન્જ રોવર વ્હીલ સ્ક્રિપ્ટમાં સૂક્ષ્મ ફિનિશ છે, જેમાં પ્રથમ વખત ગ્લોસ બ્લેક બ્રેક કેલિપર્સ પર ડાર્ક બ્રાન્ડિંગ છે.

પાછળના ભાગમાં, રેન્જ રોવર SV બ્લેકમાં કાળા સિરામિક SV રાઉન્ડલ છે. આ સૂક્ષ્મ પણ નોંધપાત્ર SV રાઉન્ડલ રેન્જ રોવર SV ની લાક્ષણિકતા – દોષરહિત કારીગરીને પ્રકાશિત કરે છે.

ચમકતા બાહ્ય ભાગથી સંપૂર્ણ વિપરીત, વૈભવી આંતરિક ભાગમાં સુંદર નરમ અને સાટિન કાળા રંગનું ફિનિશ છે. લગભગ એનિલિન ઇબોની ચામડું સ્પર્શ માટે રેશમી છે, જેમાં વિશિષ્ટ ગ્રેજ્યુએટેડ લંબચોરસ છિદ્રો અને સીટના ઉપરના ભાગમાં એક અનન્ય સ્ટિચિંગ ડિઝાઇન છે. પ્રથમ વખત, સિંગલ-પેનલ સીટ કવર ઓફર કરવામાં આવ્યા છે, જે ઓછી સ્ટિચિંગ લાઇન અને સીમ સાથે વૈભવી નવી ફિનિશ ઓફર કરે છે. કાળા બિર્ચ વેનીયર્સ સ્પર્શેન્દ્રિય અને સરળ છે, જે વૈભવી નરમ સીટોને પૂરક બનાવે છે.

કૂલ ટચ માટે, ગિયર શિફ્ટરને સાટિન બ્લેક સિરામિક ફિનિશ આપવામાં આવ્યું છે. મૂનલાઇટ ક્રોમ ડિટેલિંગ પહેલા કરતાં વધુ તત્વો સુધી વિસ્તરે છે, જે સમગ્ર કેબિનને ડાર્ક, મૂડી, રત્ન જેવી ફિનિશ આપે છે.

રેન્જ રોવર SV બ્લેક 2025 ના અંતમાં પાંચ-સીટ સ્ટાન્ડર્ડ વ્હીલબેઝ અથવા ચાર કે પાંચ-સીટ લાંબા વ્હીલબેઝ રૂપરેખાંકનોમાં ઓર્ડર માટે ઉપલબ્ધ થશે, જેમાં અંતિમ પ્રદર્શન અને શુદ્ધિકરણ માટે શક્તિશાળી 615PS V8 પાવરટ્રેન હશે.

તેનું પ્રીવ્યૂ યુકેમાં 10-13 જુલાઈ 2025 ના રોજ ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં નવી જાહેરાત કરાયેલ રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક સાથે કરવામાં આવશે.

Related posts

ફુજીફિલ્મ ઇન્ડિયા અને ઉપાસના કામિનેની કોનિડેલાએ સ્તન કેન્સર જાગૃતિ માટે CSR ઝુંબેશ શરૂ કરી

truthofbharat

વિશ્વની સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

truthofbharat

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા  ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

truthofbharat