Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.

ઐતિહાસિક અને ગૌરવવંતી ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથા લાભ મળનાર છે, જેની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.

શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પ આયોજન સાથે શ્રી કૈલાસ ટેકરી પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે આ રામકથા પ્રસંગે પુરા પંથકમાં ભાવ અને હરખ રહેલો છે.

શનિવાર તા.૧૮થી પ્રારંભ થનાર અને રવિવાર તા.૨૬ના પૂર્ણાહુતિ થનાર આ રામકથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય આયોજનો થયાં છે. શનિવારે પ્રારંભે પાલિતાણા નગરથી ભાવભેર પોથીયાત્રા યોજાશે.

રામકથામાં સ્થાનિક અને રાષ્ટ્રીય ધાર્મિક મહાનુભાવોનું પણ સાનિધ્ય મળનાર છે. દ્વારકા શ્રી શારદાપીઠનાં બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિજી મહારાજ, શ્રી શરણાનંદજી મહારાજ, સ્વામી શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શ્રી શેરનાથજીબાપુ, શ્રી મુક્તાનંદબાપુ, આચાર્ય શ્રી લોકેશમુની સનાતનીજી, શ્રી દિલીપદાસજી મહારાજ અને શ્રી સંતોષદાસજી મહારાજ સહિત ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેનાર છે.

રામકથા દરમિયાન રવિવાર તા.૧૯થી મંગળવાર તા.૨૧ દરમિયાન અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત અલગ અલગ યજમાનો દ્વારા લાભ લેવામાં આવનાર છે. સમગ્ર પંથકમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવો અને કાર્યકર્તાઓ સાથે ભાવિક શ્રોતાઓમાં ભાવ શ્રધ્ધા સાથે ભારે હરખ રહેલો છે.

Related posts

ભારતમાં નવી ડિફેન્ડર ઓક્ટા લોન્ચ થઇ: અત્યાર સુધીની સૌથી મજબૂત, સૌથી સક્ષમ અને સૌથી વૈભવી ડિફેન્ડર

truthofbharat

કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી

truthofbharat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું

truthofbharat