ખોપોલી, મહારાષ્ટ્ર | ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: રિયલ એસ્ટેટ અને લાઇફસ્ટાઇલ બિઝનેસ ક્ષેત્રે પ્રતિષ્ઠિત રાજહંસ ગ્રુપ દ્વારા હાલમાં જ તેના સુપર-લક્ઝરી વિલા પ્રોજેક્ટ, રાજહંસ ઇવાના ખાતે એક ઐતિહાસિક ‘વેલ પ્લેડ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં આ ભવ્ય પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે ખાસ હાજરી આપી હતી. તેમણે ખોપોલીના રાજહંસ ઈવાના ખાતે 300 થી વધુ વિશેષ અતિથિઓ સમક્ષ તેમના દ્વારા કલ્પના કરાયેલ સિગ્નેચર વિલાનું અનાવરણ કર્યું હતું.
રાજહંસ ઇવાના, એ વાસ્તવમાં ખૂબજ ચોકસાઈપૂર્વક અને કાળજી સાથે તૈયાર કરવામાં આવેલો એન્ક્લેવ છે, જે ખોપોલીના ઇમેજિકા નજીક એક શાંત સ્થાન પર નિર્મિત છે. આ પ્રોજેક્ટ રમણીય પ્રકૃતિની વચ્ચે શાનદાર અને વૈભવી જીવનશૈલીનું પ્રતીક છે. સચિન તેંડુલકરે પોતે કલ્પના કરેલો આ પ્રોજેક્ટ, રાજહંસ ઇવાનામાં રહેતા દરેક પરિવારના સભ્યના જીવનને સમૃદ્ધ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી 70 થી વધુ ક્યુરેટેડ લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ સુવિધાઓ ધરાવે છે, જે ખરેખર મનમોહક અનુભવો આપે છે.
આ સમારોહ દરમિયાન, સચિન તેંડુલકરે 100 માંથી પ્રથમ 10 વિલા માલિકોને પ્રતિષ્ઠિત ઇવાના સેન્ચુરિયન એવોર્ડથી સન્માનિત કર્યા હતા, જે પ્રતીકાત્મક રૂપે તેમના પ્રતિષ્ઠિત જર્સી નંબરને અનુરૂપ એક ભાવાંજલિ હતી. તેમણે પ્રોજેક્ટમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા વ્યક્તિઓનું સન્માન કર્યું હતું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ચેનલ પાર્ટનરોને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપ્યા હતા.
સચિન તેંડુલકરે કહ્યું હતું કે, “હું રાજહંસ ઈવાના સાથે જોડાઈને ખુબજ રોમાંચિત છું. વાસ્તવમાં, આ પ્રોજેક્ટ વિઝન, લક્ઝુરી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. હું ખરેખર શ્રી જયેશ દેસાઈના સમર્પણ અને આ પ્રોજેક્ટને હૃદય અને આત્માથી પૂર્ણ કરવાના તેમના દૃઢ નિશ્ચયની પ્રશંસા કરું છું. આ પ્રોજેક્ટથી આ ક્ષેત્રમાં રાજહંસ રિયલ્ટીની હાજરી મજબૂત થઈ છે. તેમની સાથે આ ડ્રીમ પ્રોજેક્ટનો ભાગ બનવું અને પ્રથમ 10 વિલા માલિકો અને અમારા મૂલ્યવાન ચેનલ ભાગીદારો સાથે આ માઈલસ્ટોનની ઐતિહાસિક ઉજવણી કરવી એ એક સૌભાગ્યની વાત છે.”
રાજહંસ ગ્રુપના ચેરમેન શ્રી જયેશ બી. દેસાઈએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી અને રાજહંસ ઈવાના માટે તેમના વિઝન શેર કર્યા હતા. તેમણે ક્વોલિટી, લક્ઝુરી અને ગ્રાહક સંતોષ પ્રત્યે પ્રોજેક્ટની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે આ પ્રોજેક્ટને પૂરી લગન સાથે પૂર્ણ કરવાની અને આ પ્રદેશમાં રાજહંસ રિયલ્ટીના વારસાને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ એ ખરેખર, અમારા ગ્રાહકોના વિશ્વાસ અને અમારા ભાગીદારોના સમર્પણની ઊજવણી છે. સચિન તેંડુલકરના સહયોગથી, રાજહંસ ઇવાના એ ફક્ત એક પ્રોજેક્ટ નથી, પરંતુ તે હકીકતમાં આકાંક્ષા, શ્રેષ્ઠતા અને સ્થાયી મૂલ્યનું પ્રતીક છે.”
રાજહંસ ઇવાના ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહે સુપર લક્ઝરી વિલા લિવિંગ માટે આ શાનદાર પ્રોજેક્ટના સ્થાનને પુષ્ટિ આપી હતી અને લક્ઝરી રિયલ એસ્ટેટમાં તેના ઉજ્જવળ ભવિષ્ય પર પ્રકાશ પાડ્યો હતો.
