- કુલ ઇશ્યૂ સાઇઝ – રૂ.10 પ્રતિ શેરના 67,11,000 ઇક્વિટી શેર
- ફ્રેશ ઇશ્યૂ – 53,70,000 સુધીના ઇક્વિટી શેર
- ઓફર ફોર સેલ – 13,41,000 સુધીના ઇક્વિટી શેર
- IPO સાઇઝ – રૂ.98.65 કરોડ (અપર બેન્ડ)
- પ્રાઈસ બેન્ડ – રૂ.143 – રૂ.147 પ્રતિ શેર
- લોટ સાઇઝ – 1,000 ઇક્વિટી શેર
મુંબઈ ૨૩ જૂન ૨૦૨૫: પુષ્પા જ્વેલર્સ લિમિટેડ (પુષ્પા, ધ કંપની) એક હોલસેલ B2B જ્વેલરી ઉત્પાદક છે, જે રૂ.98.65 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ) એકત્ર કરવાના લક્ષ્ય સાથે સોમવાર, 30 જૂન, 2025ના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર ખોલવાની દરખાસ્ત કરે છે, શેરને NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરાશે.
આ ઇશ્યૂનું કદ રૂ.10 ના ફેસ વેલ્યુ પર 67,11,000 ઇક્વિટી શેર છે અને તેની કિંમત રૂ.143 – રૂ.147 પ્રતિ શેર છે.
ઇક્વિટી શેર ફાળવણી
- QIB એન્કર પોર્શન – 9,56,000 ઇક્વિટી શેર સુધી
- ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ – 22,31,000 ઇક્વિટી શેર સુધી
- નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 9,57,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
- રિટેલ ઇન્ડિવિઝ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 22,31,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
- માર્કેટ મેકર – 3,36,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
IPOમાંથી પ્રાપ્ત ચોખ્ખી રકમનો ઉપયોગ પ્રસ્તાવિત નવા શોરૂમની સ્થાપના માટે કરવામાં આવશે, જેમાં શોરૂમ માટે મૂડી ખર્ચ અને ઇન્વેન્ટરી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ભંડોળ અને સામાન્ય કોર્પોરેટ હેતુનો સમાવેશ થાય છે. એન્કર પોર્શન 27 જૂન, 2025 ના રોજ ખુલશે અને ઇશ્યૂ 2 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે.
આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર એફિનીટી ગ્લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ છે તથા ઈશ્યૂના રજિસ્ટ્રાર કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે.
પુષ્પા જ્વેલર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનુપમ ટિબરેવાલે એ કહ્યું કે, “અમારી સફર કાલાતીત જ્વેલરી બનાવવાના સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે શરૂ થઈ હતી, જે પરંપરાને ભવ્યતા સાથે જોડે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે સમગ્ર ભારતમાં જ મજબૂત હાજરી બનાવી નથી, પરંતુ અમારા વધતા નિકાસ વ્યવસાય દ્વારા અમારી ડિઝાઇનને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ લઈ ગયા છીએ. આજે અમને અમારી ડિઝાઇન શ્રેષ્ઠતા, ગુણવત્તાયુક્ત શિલ્પ-કૌશલ અને ગ્રાહકના વિશ્વાસ માટે ઓળખવા પર ગર્વ છે.
અમારી પ્રારંભિક જાહેર ઓફરની જાહેરાત અમારી સફરમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ આવકથી નવા શોરૂમની સ્થાપના કરવામાં મદદ મળશે, જે અમને અમારા રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવા અને સમૃદ્ધ ગ્રાહક અનુભવ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. આ વિસ્તરણ કામગીરીને વધારવા, સ્થાનિક અને વિદેશી બંને વણખેડાયેલા બજારોને શોધવામાં અને જ્વેલરી ઉદ્યોગમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવાની અમારી વ્યાપક યોજનાનો એક ભાગ છે.”
એફિનિટી ગ્લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન શ્રી સંજય ભાલોટિયાએ જણાવ્યું હતું કે, “ભારતીય જ્વેલરી ઉદ્યોગ સતત વૃદ્ધિ દર્શાવી રહ્યો છે, જે ગ્રાહકોની બદલાતી પસંદગીઓ, વધતી ડિસ્પોઝેબલ આવક અને બ્રાન્ડેડ, ઉચ્ચ-ગુણવત્તાવાળી ડિઝાઇનની માંગથી પ્રેરિત છે. જેના કારણેનિકાસને વેગ મળી રહ્યો છે અને સંગઠિત ખેલાડીઓ તેમના ફૂટપ્રિન્ટનો વિસ્તાર કરી રહ્યા છે, આ ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
આ કંપની એક આશાસ્પદ તબક્કે ઉભી છે, જેની પાસે મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો, સ્થાપિત મેન્યુફેકચરિંગ ક્ષમતાઓ તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી જતી હાજરી છે. પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઓફર તેના રિટેલ વિસ્તરણ અને ઓપરેશનલ સ્કેલ-અપને ટેકો આપશે, જેના લીધે ઉભરતી તકોને ઝડપી લેવા અને વિકસતા જ્વેલરી લેન્ડસ્કેપમાં તેની ભૂમિકાને મજબૂત બનાવવા માટે તેને સારી રીતે સ્થાન આપશે.”
