પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરે પૂજ્ય બાપુ એ ભાવાંજલી – સ્મારંજલિઅર્પિત કરી
ગુજરાત, અમદાવાદ | ૧૦મી નવેમ્બર ૨૦૨૫ — આજરોજ તારીખ 10/11/2025 સોમવારના રોજ પૂજ્ય બ્રહ્મલિન શુકદેવજીના અવતાર એવા ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ અવસરે મહુવાના સેવા સંસ્કાર આશ્રમના સત્સંગ હોલ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા ભાવાંજલિ -સ્મારંજલિઅર્પિત કરવામાં આવી
પૂજ્ય બ્રહ્મલીનકરુણાઅવતાર શ્રી ડોંગરેજી મહારાજ કારતક વદ છઠ1990 ના દિવસે નિર્વાણ પામી શ્રીજી ચરણ પામેલ ત્યારથી લઇ પુરા દેશમાં આજ ના દિવસે પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ ધાર્મિક આયોજન અને પૂજા અર્ચન સાથે ઉજવવામાં આવતી હોય છે ત્યારે મહુવા માં પણ દરવર્ષે પરંપરા મુજબ ડોંગરેજી મહારાજ ના આશીર્વાદ સાથે શરુ થયેલ મહુવાનાકુબેરનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ સેવા સંસ્કાર આશ્રમમાં પૂજા અર્ચન સાથે વિશાળ ભક્તજનો ની ઉપસ્તીથીમાં પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં પુણ્યતિથિ મહોત્સવ ઉજવાતો રહ્યો છે તેજ પરંપરા મુજબ આજે પણ પુણ્યતિથિ મહોત્સવ પૂજ્ય મોરારીબાપુ ની ભાવાંજલિ -સ્મારંજલિ સાથે ઉજવવામાં આવ્યો હતો
પૂજ્ય બાપુ એ ભાવાંજલી વ્યક્ત કરતા પહેલા પૂજ્ય બાપુ એ દરવર્ષ ની જેમ આજે પણ મહુવાના અખંડ રામધૂન મંદિર ખાતે પધારી પૂજા અર્ચન દર્શન કરી સમૂહ કીર્તન નો લાભ લીધો હતો ત્યારબાદ પૂજ્ય બાપુ સેવા સંસ્કાર આશ્રમ ખાતે પધારી પૂજ્ય ડોંગરેજી મહારાજ નુ ભાવ પૂજન કરેલ હતું તો સંસ્થા વતી ટ્રસ્ટીશ્રીમંદીપ દોશી એ પૂજ્ય બાપુ નુ સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા તો સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ દોશી એ સંસ્થા માં ગત દિવસો માં સ્થાપિત કરેલ અયોધ્યા સ્વરૂપ રામલલ્લા ના પૂજ્ય બાપુ એ દર્શન પૂજા અર્ચન કરેલ અને પ્રસન્નતા વ્યક્ત કરેલ
તો ભાવાંજલી વ્યક્ત કરતા પહેલા પ્રસિદ્ધ મુક્ત થતી સંસ્થા ની મૌન સેવા ને બિરદાવી ને કહેલ કે ઉપર અખંડ રામધૂન મંદિર ખાતે રામ નુ નામ અને નીચે રામ નુ કાર્ય ચાલે છે તેમ કહી સંસ્થા ની સેવા પ્રત્યે આદરભાવ વ્યક્ત કરેલ
તો પૂજ્ય બાપુ એ ભાવાંજલી વ્યક્ત કરતા કહેલ કે પૂજ્ય ડોંગરેજી મહારાજ નો ભગવાન બાલકૃષ્ણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો પણ જીવન તેમનું હંમેશા રામ જેવું રહ્યું હતું તો ભા વાંજલી આપતાં આગળ કહેલ તેમના જીવન ના ચાર મોટા વ્રત રહ્યા છે જે કહીયે તો તેમનુ નિંદા – ભેદભાવ વગર નુ જીવન તે પહેલું વ્રત રહ્યું છે બીજું વ્રત કહીયે તો અપરિગ્રહ (કોઈ વસ્તુ નો સંગ્રહ નહીં ) ત્રીજું વ્રત કોઈ અંગત નહીં અને ચોથું વ્રત કૃષ્ણ સિવાય કોઈ નુ નામ નહીં આમ ચાર વ્રત ને જીવન પર્યન્તનિભાવી ને કહેલ કે પૂજ્ય ડોંગરેજી મહારાજ ની દરેક કથા લોક કલ્યાણ અને સમાજ કલ્યાણ અર્થે રહી છે ખાસ અન્નશેત્ર અને સંસ્કૃત પાઠશાળા ના નિર્માણ માં મહત્વનું યોગદાન મહારાજશ્રી નુ કથા માધ્યમ થી રહ્યું છે તેમ કહી પૂજ્ય બાપુએ કહેલ કે મહારાજશ્રી નો મારા પર ખૂબ પ્રેમ અને સ્નેહ રહ્યો હતો જે મારા માટે એક સદ્દભાગ્ય ની વાત છે આમ જેમનો સાદો વેશ, સાદી વાણી, અને સાદો ખોરાક આહાર વિહાર રહ્યો છે તેવા ડોંગરેજી મહારાજ ના કીર્તન ને યાદ કરી ભાવસભર સમુહ ગાન થી પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરે પૂજ્ય બાપુ દ્વારા ભાવાંજલીઅર્પિત કરવામાં આવી હતી.
