Truth of Bharat
Uncategorized

લિંક્ડઇન પર ઓપન ટુ વર્કનો ઉપયોગ કરતી વખતે પ્રોફેશનલ્સ હવે તેમનો નોટિસ પીરિયડ અને અપેક્ષિત વાર્ષિક પગાર ઉમેરી શકે છે

ભારત | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: લિંક્ડઇનની ‘ઓપન ટુ વર્ક’ ફીચર લાંબા સમયથી પ્રોફેશનલ્સને તેમની આગામી તક માટે ક્યારે તૈયાર છે તે સૂચવવામાં મદદ કરે છે. વૈશ્વિક સ્તરે આ પ્લેટફોર્મ પર ‘ઓપન ટુ વર્ક’ બતાવનાર 85% પ્રોફેશનલ્સનું કહેવું છે કે તેમને તેમના સંપર્કો તરફથી મદદ અથવા પ્રોત્સાહન મળ્યું છે. તેને ધ્યાનમાં રાખીને લિંક્ડઇન એવા અપડેટ્સ રજૂ કરી રહ્યું છે જે સભ્યોને તેમની નોકરી શોધમાં વધુ નિયંત્રણ અને પારદર્શિતા આપે છે.

‘ઓપન ટુ વર્ક’ સુવિધા ચાલુ કરતી વખતે, સભ્યો હવે તેમનો નોટિસ પીરિયડ ઉમેરી શકે છે જેથી તેઓ જોડાવા માટે કેટલા સમયમાં ઉપલબ્ધ થશે તે બતાવી શકે અને તેમનો અપેક્ષિત વાર્ષિક પગાર પણ, જેથી કરીને તેઓ પોતાના પગાર સંબંધિત અપેક્ષાઓને પહેલેથી જ શેર કરી શકે. આ વૈકલ્પિક ફિલ્ડ પ્રોફેશનલ્સને શરૂઆતથી જ સ્પષ્ટતા પ્રદાન કરવામાં મદદ કરે છે, જેથી કરીને મેળ ન ખાતી વાતચીત ટાળવામાં મદદ મળે છે. આ માહિતી ફક્ત ભરતી કરનારાઓને જ દેખાય છે, ભલે કોઇપણ સભ્યનું ‘ઓપન ટુ વર્ક’ બેજ સાર્વજનિક રીતે દેખાઇ રહ્યું હોય.

લિંક્ડઇન ઇન્ડિયામાં ટેલેન્ટ અને લર્નિંગ સોલ્યુશન્સના પ્રમુખ રૂચિ આનંદ સમજાવે છે કે ટ્રાફિક લાઇટની જેમ પ્રોફેશનલ્સ દ્વારા મોકલવામાં આવતું સિગ્નલ – રેડ, યલો, કે ગ્રીન – તેમની કારકિર્દીને આગળ વધારવામાં ઘણું અંતર લાવી શકે છે. આવો જાણીએ કેવી રીતે:

🔴 રેડ સિગ્નલસ: થોભો અને વિચાર કરો: રિક્રૂટર્સને ત્યારે ખબર પડે છે જ્યારે કંઈક સરખું ચાલી રહ્યું ન હોય. કોઈ સંદર્ભ વિના અંતર અથવા નોકરી છોડવી, શરૂઆતના સંપર્ક બાદ ગાયબ થઇ જવું કે પછી એ માની લેવું કે મલ્ટીપલ ઑફરનો અર્થ એ છે કે તમારે જોડાવું નથી – આ બધા ખોટા સંદેશ મોકલે છે. તમારી પ્રોફાઇલમાં છટણી, કેરિયરમાં બદલાવ કે બ્રેક વિશે ટૂંકી માહિતી ઉમેરવાથી તમારી વાર્તાને પ્રમાણિક રીતે કહેવામાં મદદ મળે છે.

🟡 યલો સિગ્નલસ: સ્પષ્ટતા સાથે આગળ વધો: સ્પષ્ટતા હંમેશા ફક્ત સમયરેખા અને પગાર વિશે જ નથી હોતી, પરંતુ તે સ્કીલ્સ દર્શાવવા માટે પણ હોય છે. વૈશ્વિક સ્તરે 42% ભરતી કરનારાઓ દર અઠવાડિયે LinkedIn પર સ્કીલ ફિલ્ટરનો ઉપયોગ કરીને ઉમેદવારો શોધે છે. તેમ છતાંય કેટલીક યોગ્ય પ્રોફાઇલ્સ ફક્ત એટલા માટે છૂટી જાય છે કારણ કે સ્કીલ્સ વિભાગ ખાલી છોડવામાં આવ્યો હતો. જો તમે પાંચ કે તેથી વધુ સ્કીલ્સની યાદી બનાવો છો તો ભરતી કરનારાઓ LinkedIn પ્રોફાઇલ્સ દ્વારા જોવાની શક્યતા 5.6 ગણી વધી જાય છે.

🟢 ગ્રીન સિગ્નલ્સ: આત્મવિશ્વાસ સાથે આગળ વધો: જ્યારે ભરતી કરનારાઓને દિશા દેખાાય છે, તો તેઓ ખુશ થઇ જાય છે. જે ઉમેદવારોએ પોતાની ઇચ્છિત ભૂમિકાઓ વ્યાખ્યાયિત કરી દીધી છે, પોતાની પ્રોફાઇલમાં જરૂરી માહિતી અપડેટ કરી લીધી છે અને “ઓપન ટુ વર્ક” વિકલ્પ ચાલુ કરી દીધો છે, તેમને કોલબેક મળવાની શક્યતા ઘણી વધારે હોય છે. હકીકતમાં, “ઓપન ટુ વર્ક” વિકલ્પને ચાલુ કરવાથી પ્રોફેશનલ્સને ભરતી કરનારની તરફથી મેસેજ મળવાની શક્યતા બમણી થઈ શકે છે.

ઓપન ટુ વર્ક બેજ ને કેવી રીતે ચાલુ કરવો અને ભરતીકરનારાઓને સાચું સિગ્નલ્સ કેવી રીતે મોકલવું:

સ્ટેપ 1: તમારી LinkedIn પ્રોફાઇલની મુલાકાત લો, “Open to” પર ક્લિક કરો, અને “Finding a new job” સિલેકટ કરો.

સ્ટેપ 2: તમે કયા પ્રકારનાં કામ માટે તૈયાર છો તેની માહિતી શેર કરવા માટે તમારી પસંદગીની નોકરીનું ટાઇટલ દાખલ કરો.

સ્ટેપ 3: તમે કેટલા સમયમાં જોડાવા માટે ઉપલબ્ધ છો તે દર્શાવવા માટે તમારો નોટિસ પીરિયડ દાખલ કરો (ફક્ત ભરતી કરનાર જ જોઇ શકશે).

સ્ટેપ 4: તમારા અપેક્ષિત વાર્ષિક પગારની યોગ્ય રેન્જનો ઉલ્લેખ કરો જેથી કરીને તમને પહેલેથી જ તમારી પસંદગીના વળતરનો સંકેત મળી શકે (ફક્ત ભરતી કરનારાઓ જ જોઇ શકશે).

સ્ટેપ 5: છેલ્લે ફક્ત એ નિયંત્રિત કરો કે તમારો ‘ઓપન ટુ વર્ક’ બેજ કોણ જોઇ શકે છે. તેને માત્ર રિક્રુટર્સની સાથે કે તમામ લિંક્ડઇન મેમ્બર્સની સાથે શેર કરવાનો વિકલ્પ પસંદ કરો. ‘માત્ર રિક્રુટર્સ’ પસંદ કરવાથી તમે પ્લેટફોર્મ પર સમગ્ર નેટવર્કને સૂચિત કર્યા વગર રિક્રુટર્સના રડાર પર રહેવામાં મદદ મળી શકે છે.


###

Related posts

Казино – Официальный сайт Pin Up Casino Входи и играй.1312 (2)

admin

Scommetti e Vinci Guida Completa al Divertimento Senza Limiti con Chicken Road casino e Strategie Vi

admin

Казино – Официальный сайт Pin Up Casino Входи и играй.9851 (2)

admin