Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયલાઈફ ઈન્સ્યોરન્સહેડલાઇન

પીએનબી મેટલાઈફ નાણાંકીય વર્ષ 2025 માટે જાહેર કરે છે અત્યાર સુધીના સર્વોચ્ચ રૂ. 1,041 કરોડનું બૉનસ, જેનો લાભ 5.68 લાખથીવધુ પૉલિસીધારકોને મળશે

રાષ્ટ્રીય ૧૭ જૂન ૨૦૨૫: ભારતના અગ્રણી જીવન વીમા પ્રદાતાઓમાંથી એક,પીએનબી મેટલાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) નાણાંકીય વર્ષ 2024-25 માટે રૂ. 1,041 કરોડના વિક્રમી બૉનસની જાહેરાત કરી છે. ગયા વર્ષના રૂ. 930 કરોડના બૉનસની સરખામણીમાં આ વખતની જાહેરાત 12%ના વધારાને ચિહ્નિત કરે છે તથા તેનાથી પાત્રતા ધરાવતા 5.68 લાખથી વધુ સહભાગી પૉલિસીધારકોને આનો લાભ મળશે.

આ સીમાચિહ્ન પીએનબી મેટલાઈફના શિસ્તબદ્ધ નાણાંકીય આયોજન તથા લાંબા-ગાળાની રોકાણ નીતિને પ્રતિબિંબિત કરે છે, સાથે જ તેના સહભાગિતા પ્રોડક્ટ્સમાં કસ્ટમર્સના વિશ્વાસને વધુ નક્કર બનાવે છે.

પીએનબી મેટલાઈફમા એમડી અને સીઈઓ સમીર બંસલે જણાવ્યું હતું કેઃ “લાંબા-ગાળાના મૂલ્ય સાથે સાતત્ય તથા સંભાળની અમારી પ્રતિબદ્ધતા પર અડગ રહી, અત્યાર સુધીના સર્વોચ્ચ રૂ. 1,041ના વાર્ષિક બૉનસની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. આ સિદ્ધિ અમારી શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચના, સુદૃઢ જોખમ સંચાલન તથા અસરદાર અસ્ક્યામત ફાળવણીનું પ્રતિબિંબ ઝીલે છે. અમે સાથે મળી ને સર્જેલા મૂલ્યને વહેંચવું એ અમારા કસ્ટમર્સને તેમણે અમારામાં રાખેલા વિશ્વાસના વળતરનો અમારો માર્ગ એટલે વાર્ષિક બૉનસ.”

પીએનબી મેટલાઈફે સાતત્યપૂર્વક સ્પર્ધાત્મક બૉનસની જાહેરાત લાગલગાટ બાવીસ વર્ષથી કરી છે, આમ આર્થિક સુરક્ષા, સાતત્યસભર વળતર, તથા વિશ્વાસ અને સહિયારી સફળતા લાંબા ગાળાના સંબંધોનું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરી છે.

Related posts

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

truthofbharat

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

truthofbharat

MakeMyTripએ ગ્લોબલ ટૂર્સ એન્ડ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ; ભારતીય મુસાફરોને સરળતાથી વિશ્વભરના અનુભવોને બુક કરવામાં સક્ષમ કરે છે

truthofbharat