Truth of Bharat
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પેનાસોનિકે પશ્ચિમ ભારતમાં પોતાની 2025 AC ઉત્પાદન શ્રેણી રજૂ કરી; 55ᵒC સુધીના આકરા તાપમાન સામે ટકી શકે તેવી ડિઝાઇન કરાઇ

  • 61 નવા રેસિડેન્શિયલ એર કન્ડિશનર (RAC) મોડેલ્સને 2025 ઉત્પાદન શ્રેણીમાં રજૂ કર્યા
  • નવી ACની રેન્જમાં વર્ગમાં શ્રેષ્ઠ IDU (ઇન્ડોર યુનિટ)ગુણધર્મ સાથે ચડીયાતા કૂલીંગ અનુભવ ખાતરી કરતા 20% ઊંચો(એરફ્લો)ધરાવે છે
  • પેનાસોનિકના 2025 ઇન્વર્ટર સ્પ્લીટ ACઉત્પાદન શ્રેણીના મોટાભાગના અસાધારણ ઓપરેટિંગ તાપમાન એટલે કે 55ᵒC સુધી પર્ફોમ કરી શકે છે
  • મિરાઈ દ્વારા સંચાલિત ભારતના પ્રથમ મેટર સક્ષમ RACsઇન્વર્ટર 3-સ્ટાર સેગમેન્ટ સુધી લંબાવવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 33,990 થી શરૂ થાય છે.

સુરત ૨૪ માર્ચ ૨૦૨૫: એર કન્ડિશનર્સ (Acs)માં 65 વર્ષથી વધુની કુશળતા સાથે અગ્રણી વૈવિધ્યકૃત્ત ટેકનોલોજી કંપની પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાએ આજે પશ્ચિમ ભારતમાં અને સુરતમાં પોતાની 2025 ઉત્પાદન શ્રેણીની રજૂઆત કરી હતી અને જે અમારા માટે અગત્યનું બજાર છે. પેનાસોનિકની રેસિડેન્શિયલ એર કન્ડિશનર્સ (RAC)ની નવી રેન્જની ડિઝાઇન સ્માર્ટ લિવીંગને પુનઃવ્યાખ્યાયિત કરવા અને આકરો ઉનાળો હોય ત્યારે 55ᵒC (55 ડિગ્રી સેલ્સીયસ) સુધીના ભારે ઊંચા વાતાવરણમાં ટકી શકાય તે રીતે ડિઝઇન કરવામા આવ્યા છે. 1.0, 1.5 અને 2.0 ટન સુધીના મોડેલ્સનો સમાવેશ કરતા 61 મોડેલ્સ હવે તમામ અગ્રણી આઉટલેટ્સ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને પેનાસોનિક બ્રાન્ડ સ્ટોર https://store.in.panasonic.com/air-conditioners.html ખાતે ઉપલબ્ધ છે.

2025 રેન્જના એર કન્ડિશનર્સને પેનાસોનિકના IoT-સક્ષમ કનેક્ટેડ લિવીંગ પ્લેટફોર્મ– મિરાઇ એપ દ્વારા નિયંત્રિત કરી શકાય છે અને તેનું વિશિષ્ટ સ્લિપ પ્રોફાઇલ ફીચર આપે છે, અને તે રીતે ગ્રાહકોને શાંતિપૂર્વકની નિંદ્રાની ખાતરી કરતા રુમનું તાપમાન આપોઆપ જ એડજસ્ટ કરવામાં મદદ કરે છે.

એર કન્ડિશનર્સ ગ્રુપ, PMIN, PLSINDના બિઝનેસ વડા શ્રી અભિષેક વર્માએ જણાવ્યુ હતુ કે, “ભારતમાં હાલમાં 7-8% લોકો ACનો લાભ ઉઠાવી રહ્યા છે અને બજાર (2023-2029)માં 16.5%ના CAGR* દરે વધે તેવી શક્યતા છે. પેનાસોનિકના ACએ એપ્રિલ-માર્ચ 2025માં ઉદ્યોગની સરેરાશ કરતા વધુ આશરે 45%ની વૃદ્ધિ હાંસલ કરી હતી, અને સુરતએતેમાં મજબૂત યોગદાનકર્તા રહેવાનું ચાલુ રાખ્યુ છે. પશ્ચિમ ભારત અમારા પ્રવર્તમાન (કેલેન્ડર વર્ષ CY’24)AC બજાર હિસ્સામાં આશરે 24% યોગદાન આપે છે અને સુરતઅમારા માટે મહત્ત્વનો પ્રદેશ છે. સ્માર્ટ, ઉર્જા-કાર્યક્ષમ, ઇન્વર્ટર AC માટેની મજબૂત માંગથી સમર્થિત અમે ચાલુ સિઝનમાં પશ્ચિમ ભારતમાં (CY’25)માં 45%ના દરે વૃદ્ધિની આશા રાખીએ છીએ.”

“વધતી માંગ સામે ટકવા અને અમારા ગ્રાહકોના જીવનને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે અમારી ગ્રાહક આંતરદૃષ્ટિને આધારે, અમે 61 નવા RAC મોડેલ્સ સાથે અમારી AC લાઇન-અપને મજબૂત બનાવી છે, જે સમગ્ર ઉદ્યોગમાં સ્માર્ટ RACની વિશાળ શ્રેણીમાંની એક છે. RACની સ્માર્ટ શ્રેણીમાં મેટર, મિરાઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નેનો એર પ્યુરિફિકેશન ટેક્નોલોજી, વન ટચ સર્વિસ, 7-ઇન-1 કન્વર્ટિબલ, શ્રેષ્ઠ એરફ્લો કાર્યક્ષમતા અને ઇકોટફ આઉટડોર યુનિટ જેવી ટેકનોલોજીઓ સામેલ છે. ઉપરાંત, 2025ની ઉત્પાદન શ્રેણીમાં, અમે હવે ગ્રાહકના સ્માર્ટ હોમ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે મિરાઈ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત અમારા 3-સ્ટાર ઇન્વર્ટર RACમાં મેટરને એકીકૃત કર્યું છે. આ ફક્ત સુવિધા ઉમેરતું નથી પરંતુ અમારા ગ્રાહકો માટે માલિકીની કુલ કિંમતમાં પણ વધારો કરે છે,” એમ શ્રી વર્માએ વધુમાં ઉમેર્યું હતુ.

એર કંડિશનર્સની નવી શ્રેણીના લોન્ચને 360-ડિગ્રી માર્કેટિંગ ઝુંબેશ દ્વારા સમર્થન આપવામાં આવશે જેમાં એક નવું ટીવીસી પણ સામેલ છે.

પેનાસોનિક Acsના વિશ્વસ (નીય) ફીચર્સ:

ટેકનોલોજી સક્ષમતા

  • મિરાઇપેનાસોનિકનું IoT સક્ષમ કનેક્ટેડ ઇકોસિસ્ટમ ઉર્જા વપરાશ ઘટાડવામાં મદદ કરે છે, AI સક્ષમ સુવિધાઓ પ્રદાન કરે છે અને કસ્ટમાઇઝ્ડ સ્લીપ પ્રોફાઇલને આરામ અને સુવિધા પ્રદાન કરે છે તેની ખાતરી કરે છે. મિરાઇ એપ્લિકેશનને એન્ડ્રોઇડ/iOS પર 9 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે 4.5 સ્ટારથી વધુ રેટિંગ આપવામાં આવ્યું છે. મિરાઇ સક્ષમ ACs સાથે ગ્રાહકો –
    • ગમે ત્યાંથી, ગમે ત્યારે તેમના ACને નિયંત્રિત કરી શકે છે
    • રિમોટ કંટ્રોલરને બદલાવી શકે છે
    • તેમની સ્લીપ પ્રોફાઇલને કસ્ટમાઇઝ કરી શકે છે
    • સમયાંતરે ફિલ્ટર સફાઈ સૂચના મેળવો
    • અનુકૂલનશીલ ઠંડક નિયંત્રણ માટે AI મોડનો ઉપયોગ કરો
    • વન-ટચ સેવા સાથે અંતરાયમુક્ત સેવા સપોર્ટ મેળવો
    • વોરંટી સંચાલિત કરો
    • AC વપરાશ પેટર્નનું નિરીક્ષણ કરો – દૈનિક/સાપ્તાહિક/માસિક
    • સ્માર્ટ નિદાન
  • મેટરમેટર ઇન્ટર-ઓપરેબિલિટી પ્રદાન કરે છે અને ઉપયોગમાં સરળ, વિશ્વસનીય અને સુરક્ષિત છે. મેટર ટેકનોલોજીથી સજ્જ પેનાસોનિક એર કંડિશનર મિરાઈ પ્લેટફોર્મ અથવા કોઈપણ અન્ય મેટર-સુસંગત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સરળતાથી મેનેજ કરી શકાય છે. તેવી જ રીતે, મેટર સાથે સુસંગત કોઈપણ અન્ય રૂમ એર કંડિશનર બ્રાન્ડને મિરાઈ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
  • Converti7 – Converti7 સાથે, વપરાશકર્તાઓ તેમના રિમોટ અથવા મિરાઇ એપ્લિકેશન પરના બટનના ક્લિકથી 45%* થી 100% થી વધુ સુધીના કુલિંગ પ્રદર્શનને સમાયોજિત કરીને ઊર્જા બચાવી શકે છે.
  • નેનોપેનાસોનિકની પેટન્ટ કરાયેલ સક્રિય હવા-શુદ્ધિકરણ ટેકનોલોજી તમારા રહેવાની જગ્યાઓ માટે સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરે છે. 

વિશ્વસનીયતા

  • ઉનાળાના આકરા સમયગાળા દરમિયાન 55oC સુધીના ઊંચા તાપમાનનો સામનો કરો
  • 43oC આસપાસના તાપમાને 100%* ઠંડક ક્ષમતા પ્રદાન કરે છે.
  • શીલ્ડ બ્લુ+ કાટ સામે રક્ષણ આપે છે.
  • ઝડપી ગરમી ટ્રાન્સફર માટે 100% કોપર100% શુદ્ધ કોપર કોઇલ 

અત્યંત કાર્યક્ષમ

  • ઇનબિલ્ટ AI અલ્ગોરિધમ (એડેપ્ટિવ થર્મલ કમ્ફર્ટ મોડેલ પર આધારિત) આપમેળે ત્રણ સેટિંગ્સ બદલી નાખે છે – સેટ ટેમ્પ., ઓપરેશન મોડ અને IDU ફેન સ્પીડ વપરાશકર્તા આરામ જાળવવા માટે
  • ઓટો કન્વર્ટિબલ ઇન્વર્ટર
  • ક્રિસ્ટલ ક્લીન – કાર્યક્ષમ ઇન્ડોર કોઇલ સ્વ-સફાઈ ટેકનોલોજી
  • PM 0.1 ફિલ્ટર 

દરેક ખૂણામાં ચડીયાતી ઠંડક વિશાળ IDU, ઉચ્ચ CFM (851 CFM સુધી) અને શક્તિશાળી મોડ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. પેનાસોનિકના એર કંડિશનર્સ જેટસ્ટ્રીમ સાથે આવે છે જે 45 ફૂટ સુધી હવા ફેંકી શકે છે. ઇન્ડોર યુનિટમાં મોટી એર ઇનટેક અને પંખાનો વ્યાસ છે જે હવાના પ્રવાહમાં વધારો કરે છે. વધુમાં, 4-વેસ્વિંગ સાથેની અનોખી ડબલ ફ્લૅપ એરોવિંગ્સ ડિઝાઇન લિવિંગ સ્પેસના દરેક ખૂણાને ઠંડુ કરવામાં મદદ કરે છે.

વિશ્વસનીય ગુણવત્તા

પેનાસોનિક 100+ વર્ષ જૂની વિશ્વસનીય બ્રાન્ડ છે, જે એર કંડિશનર્સ વિકસાવવામાં 65 વર્ષથી વધુની કુશળતા ધરાવે છે. પેનાસોનિક 7 દેશોમાં ઉત્પાદન ચાલુ રાખે છે અને 100થી વધુ દેશોમાં AC સોલ્યુશન્સ વેચી રહ્યું છે..

*એર કંડિશનર્સ – ભારત | સ્ટેટિસ્ટા માર્કેટ ફોરકાસ્ટ

 

Related posts

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

truthofbharat

વેદાંત, વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

truthofbharat

મહાકુંભની ઉજવણીઃ કોકા-કોલા ઈન્ડિયાનું રિફ્રેશમેન્ટ, હેતુ અને સામાજિક પ્રભાવનું સંમિશ્રણ

truthofbharat

Leave a Comment