Truth of Bharat
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં દર 10માંથી 9 થી વધુ રિક્રુટર્સ તેમના હાયરિંગ બજેટના 70 ટકા સુધીનો હિસ્સો એઆઈ અને ટેકનોલોજીમાં સ્માર્ટ, ઝડપી હાયરિંગ માટે કરી રહ્યા છે: લિંક્ડઇન રિસર્ચ

  • અમદાવાદમાં રિક્રુટર્સ માટે ભરતી માટેનો સમય (70 ટકા), ભરતીની ગુણવત્તા (69 ટકા) અને કર્મચારી દીઠ આવક (59 ટકા) સફળતાના ટોચના માપદંડો છે.
  • અમદાવાદમાં જીસીસી સ્થાનિક પ્રતિભાની ઉપલબ્ધતા સાથે વૈશ્વિક લક્ષ્યોને મેચ કરવા માટે સંઘર્ષ કરે છે, ખાસ કરીને દેશભરમાં 85% લોકો નોકરી પર ભરતી કરતી વખતે કૌશલ્યને પ્રાધાન્ય આપે છે
  • લિંક્ડઇન રિક્રૂટર 2024 પર એઆઇ-આસિસ્ટેડ મેસેજીસ વૈશ્વિક સ્તરે 44 ટકા ઊંચો સ્વીકૃતિ દર જોઇ રહ્યા છે

અમદાવાદ ૧૯ જૂન ૨૦૨૫: અમદાવાદમાં એઆઇ અને ઇનોવેશન મજબૂત મૂળિયાં જમાવી રહ્યા છે, અને શહેરનું રિક્રુટમેન્ટ ક્ષેત્ર પણ આ જ વલણને પ્રતિબિંબિત કરે છે. વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા કરાયેલા નવા સંશોધન દર્શાવે છે કે અમદાવાદમાં 93% થી વધુ સંસ્થાઓ તેમના રિક્રુટમેન્ટ બજેટનો 70% સુધીનો હિસ્સો ટેક અને એઆઇ હાયરિંગ ટૂલ્સમાં રોકાણ કરી રહી છે.

લિંક્ડઇનના ‘ઇન્ડિયા હાયરિંગ ROI’ સંશોધન મુજબ, જે 10 શહેરોમાંથી 1,300 થી વધુ HR પ્રોફેશનલ્સના પ્રતિભાવો પર આધારિત છે, અમદાવાદના રિક્રુટર્સ ભરતીની ઝડપ અને ગુણવત્તા વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે. તેમના માટે ભરતીની સફળતાના ટોચના 3 માપદંડ છે: ભરતી માટે લાગતો સમય (70%), ભરતીની ગુણવત્તા (69%), કર્મચારી દીઠ આવક (59%). ‘ ક્વોલિટી ટેલેન્ટ’ ની વ્યાખ્યામાં પણ પરિવર્તન આવી રહ્યું છે, જેમાં શહેરના 48% રિક્રુટર્સ પ્રતિભાની ગુણવત્તા નક્કી કરતી વખતે વ્યવહારુ અને ટ્રાન્સફરેબલ કૌશલ્યોને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ભારતમાં લિંક્ડઇન ટેલેન્ટ સોલ્યુશન્સના હેડ રૂચી આનંદ કહે છે, “સમગ્ર ભારતમાં, રિક્રુટર્સ સ્કિલ્સ-ફર્સ્ટ લેન્સ દ્વારા ભરતીની પ્રક્રિયાને નવેસરથી આકાર આપી રહ્યા છે, અને અમદાવાદ આ પરિવર્તનને અપનાવી રહ્યું છે. જેમ જેમ શહેરના જીસીસી અને વિકસતા સાહસો શ્રેષ્ઠ પ્રતિભાઓ માટે સ્પર્ધા કરી રહ્યા છે, તેમ તેમ ટેકનોલોજીની મદદથી કુશળ ઉમેદવારોને ઝડપથી શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં લગભગ અડધા રિક્રુટર્સને પહેલેથી જ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી વેલ્યુ જોઈ રહ્યા છે, ત્યારે લિંક્ડઇનના એઆઇ -સંચાલિત ટૂલ્સ આ ગતિને સુપરચાર્જ કરી શકે છે જેથી વધુ સ્માર્ટ નિર્ણયો, સચોટ લક્ષ્યાંકન અને મજબૂત હાયરિંગ પરિણામો પ્રાપ્ત કરી શકાય.”

વિવિધ ક્ષેત્રોમાં ટેલેન્ટ ગેપ મુખ્ય પડકાર
સમગ્ર ભારતમાં, રિટેલ અને હોલસેલ (66%) અને આઇટી અને ટેકનોલોજી (62%) જેવા ક્ષેત્રો પણ ટેલેન્ટનું મૂલ્યાંકન કરતી વખતે કુશળતાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. જોકે, આઇટી અને ટેકનોલોજી કંપનીઓના રિક્રુટર્સને ઝડપથી ગુણવત્તાયુક્ત ઉમેદવારો શોધવામાં મુશ્કેલી (69%) પડે છે, જ્યારે રિટેલ અને હોલસેલ ક્ષેત્રે ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સના યોગ્ય મિશ્રણવાળા ઉમેદવારો શોધવાનું મુશ્કેલ (68%) હોવાનું જણાવે છે. અમદાવાદમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) માટે, વૈશ્વિક કંપનીના લક્ષ્યોને સ્થાનિક કૌશલ્યની ઉપલબ્ધતા સાથે સંતુલિત કરવું (83%) એ સ્થાનિક સ્તરે કુશળ પ્રતિભાઓની ભરતી કરવામાં નોંધપાત્ર અવરોધો ઊભા કરે છે.

સિસ્ટ્રા ઇન્ડિયાના CHRO, રાકેશ કુમાર યાદવ જણાવે છે કે, “સિસ્ટ્રા ખાતે સફળ હાયરિંગનો અર્થ જટિલ ઇપીસીએમ પ્રોજેક્ટ્સ માટે ટેકનિકલ કુશળતા અને નેતૃત્વ બંને ધરાવતા પ્રતિભાશાળી લોકોને આકર્ષવાનો છે. લિંક્ડઇનની સર્વગ્રાહી પ્રોફાઇલ્સ નિર્ણાયક આંતરદૃષ્ટિ પૂરી પાડે છે, ખાસ કરીને વરિષ્ઠ અને મુખ્ય ભૂમિકાઓ માટે જ્યાં નેતૃત્વ કુશળતા જેટલું જ આવશ્યક છે. અમે અનુભવ-આધારિત હાયરિંગમાંથી ક્ષમતા-આધારિત હાયરિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં ઉમેદવારોની અસર અને વૃદ્ધિની સંભવિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. લિંક્ડઇને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતો સુધી અમારી પહોંચ વિસ્તૃત કરી છે, જેનાથી પરંપરાગત એજન્સીઓ પરની નિર્ભરતા ઘટી છે. આ પ્લેટફોર્મ ઉમેદવારોને અમારી સંસ્કૃતિને સમજવામાં પણ મદદ કરે છે, જે પરસ્પર ફાયદાકારક નિર્ણયો સુનિશ્ચિત કરે છે જે અમારી ટીમોને મજબૂત બનાવે છે અને અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સને ટેકો આપે છે.”

એઆઈ ટૂલ્સ કાર્યક્ષમતામાં વધારો કરે છે અને રિક્રુટર્સને વ્યૂહાત્મક કારકિર્દી સલાહકાર બનવામાં મદદ કરે છે

રિક્રુટર્સ મેન્યુઅલ કાર્યોને સ્વચાલિત કરીને અને ઉત્પાદકતા વધારીને સમય બચાવવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. સંશોધન મુજબ, અમદાવાદના 62% રિક્રુટર્સ એઆઈ -સંચાલિત સ્ક્રીનિંગ ટૂલ્સ નો ઉપયોગ કરી રહ્યા છે, અને 66% રિક્રુટર્સ ઝડપી ભરતી કરવા માટે નિર્ણય લેવામાં ડેટા એનાલિટિક્સનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર ભારતમાં, આઇટી અને ટેકનોલોજી કંપનીઓ પણ હાયરિંગને વેગ માટે એઆઇ -સંચાલિત સ્ક્રીનિંગ ટૂલ્સ (71%) અને ડેટા એનાલિટિક્સ (74%) નો ઉપયોગ કરી રહી છે.

રિક્રુટર્સને માપી શકાય તેવા લાભો જોવા મળી રહ્યા છે: અમદાવાદમાં 46% રિક્રુટર્સ કહે છે કે એઆઈ વધુ સારી ગુણવત્તાવાળા ઉમેદવારો આપે છે અને 43% કહે છે કે તે હાયરિંગ કાર્યક્ષમતામાં વધારો કરે છે. જેમ જેમ એઆઈ નો સ્વીકાર વધતો જાય છે, તેમ તેમ અમદાવાદના 89% રિક્રુટર્સ તેમની ભૂમિકામાં ‘વ્યૂહાત્મક કારકિર્દી સલાહકારો’ તરીકે આગળ વધવાની અપેક્ષા રાખે છે, અને 99% રિક્રુટર્સ ઉમેદવારોને વધુ અસરકારક રીતે જોડવા માટે વ્યક્તિગત સામગ્રી અને ડેટા ઇનસાઇટ્સનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

લિંક્ડઇનના એઆઈ-સંચાલિત ટૂલ્સ રિક્રુટર્સને વધુ ઝડપથી, ઉચ્ચ પ્રતિસાદ દર સાથે ગુણવત્તાયુક્ત ઉમેદવારોની ભરતી કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યા છે.
જેમ જેમ રિક્રુટર્સ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઝડપથી આગળ વધવા માટે વધતા દબાણનો સામનો કરી રહ્યા છે, ત્યારે લિંક્ડઇનના એઆઇ -સંચાલિત ટૂલ્સ એવા પરિણામો આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે મહત્વપૂર્ણ છે.

  • લિંક્ડઇનનો પ્રથમ જનરેટિવ એઆઇ હાયરિંગ અનુભવ, રિક્રુટર 2024, પહેલેથી જ ભરતી કરનારાઓને લાયક ઉમેદવારો સાથે વધુ અસરકારક રીતે જોડાવામાં મદદ કરી રહ્યું છે. એઆઇ -આસિસ્ટેડ મેસેજને 44% વધુ સ્વીકૃતિ દર મળી રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સ્ટાન્ડર્ડ આઉટરીચ કરતાં 11% વધુ ઝડપથી પ્રતિસાદ મળી રહ્યો છે.
  • લિંક્ડઇનનો પ્રથમ એઆઇ એજન્ટ, હાયરિંગ આસિસ્ટન્ટ સોર્સિંગ અને સ્ક્રીનિંગ જેવા પુનરાવર્તિત કાર્યોને સ્વચાલિત કરે છે. આનાથી રિક્રુટર્સને તેમના સૌથી વધુ પ્રભાવશાળી કાર્ય અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય મળે છે, જેમ કે હાયરિંગ મેનેજર્સને સલાહ આપવી, ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવો અને તેમની યોગ્યતાનું મૂલ્યાંકન કરવું, તથા મજબૂત ટેલેન્ટ પાઇપલાઇન્સ બનાવવી.

– XX –

Related posts

મોરારી બાપુની રામ કથા કેટોવાઈસમાં: ઓશવિટ્ઝ પીડિતોને એક ભાવુક શ્રદ્ધાંજલિ

truthofbharat

હિંદવેર સ્માર્ટ એપ્લાયન્સિસની ઇમેલ્ડા BLDC ચીમની સાથે, તમે ધુમાડા-રહિત રસોડા માટે 2000 m³/કલાકની હાઈ સક્શન પાવર સાથે કુકીંગના ભવિષ્યમાં પ્રવેશ કરો!

truthofbharat

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

truthofbharat