ગુજરાત, ગાંધીનગર | ૦૫ ઓગસ્ટ ૨૦૨૫: દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી/એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદનોને યોગ્ય તકો પૂરી પાડવા માટે, PharmaTechnologyIndex.com Pvt. Ltd. એ 5 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે ફાર્માટેક એક્સ્પો 2025 અને લેબટેક એક્સ્પો 2025 ની 20મી આવૃત્તિનું આયોજન કર્યું છે. ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA) એસોસિયેટ ઇવેન્ટ પાર્ટનર છે.
આ વર્ષે નિયમિત ક્ષેત્રો ઉપરાંત અમે કોનકરન્ટ ઇવેન્ટ્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો અને રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પો ઉમેર્યા છે. આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો, મશીનરી અને સાધનોના પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે.
આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ્સ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ અને API પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ પર એક ખાસ પેવેલિયન રજૂ કરવામાં આવ્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું કે,“ગુજરાત દેશ માં ફાર્મા ક્ષેત્રે નિકાસ અને ઉત્પાદન બંનેમાં ટોચ પર રહ્યું છે.અને સરકાર પણ એ દિશામાં કાર્ય કરી રહી છે.અહીંનું પર્યાવરણ અને લોકોની માનસિકતા ઉદ્યોગ સાહસિકતા ને આવકારવા વાળી માનસિકતા થી ગુજરાત ચાલી રહ્યું છે.દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે અને એમાં પણ ફાર્મા ક્ષેત્રે જુદા જુદા એક્સપો દ્વારા સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. અને આ એક્સપોમાં મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યા એ ભેગા મળી પોતાના વિચારો, પોતાની પ્રોડક્સ્ટ રજુ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર પ્રકારનો સંદેશ આપે છે. આવો ગુજરાત, ગુજરાતનો માલ પણ લો અને મશીનરી પણ વિશ્વાસ કરો અને મેક ઈન ઇન્ડિયા નો કોન્સેપ્ટ ગુજરાતી સાહસ કર્તાઓએ અપનાવ્યો છે. અને આ ખુબ મોટો એક્સપો આવનાર સમયમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ખુબ મહત્વનો રહેશે.”
ફાર્મા ટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો 2025 ની મુખ્ય વિશેષતાઓનો ઉલ્લેખ અહીં નીચે મુજબ છે :
* આ પ્રદર્શનનું આયોજન 5 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન ૨૫૦૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં 400 થી વધુ પ્રદર્શકો દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન માટે મશીનરી અને સાધનો પ્રદર્શિત કરશે અને આ કાર્યક્રમની મુલાકાત લગભગ 22000 મુલાકાતીઓ લેશે તેવી અપેક્ષા છે.
* સેમિનારનું આયોજન આના ઉપર કરવામાં આવ્યું છે
(I) ભારતની ફાર્મા વેલ્યુ ચેઇનને મજબૂત કરવી :
ગુણવત્તા, પાલન, ટેકનોલોજી અને નવીનતા – EEPC ઇન્ડિયા દ્વારા આયોજિત
(II) ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફની યાત્રા
(III) JITO બિઝનેસ નેટવર્ક દ્વારા બિઝનેસ નેટવર્કિંગ
(IV) EU-ભારત લાઇફ સાયન્સ અને ફાર્મા ઇકોસિસ્ટમમાં તકોને ઉજાગર કરવી – ભારતમાં EU ચેમ્બર્સ કાઉન્સિલ દ્વારા આયોજિત.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ગુજરાત રાજ્ય), ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (DMMA), ધ કાઉન્સિલ ઓફ EU ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા (મુંબઈ), માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ – MSME (ભારત સરકાર), ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને અન્ય ઔદ્યોગિક ગૃહો સહિતના મુખ્ય સંગઠનોએ ગાંધીનગર ખાતે યોજાનાર ઇવેન્ટ માટે સહયોગી સંસ્થા તરીકે સંમતિ આપી છે.
વધુમાં, આ પ્રદર્શન ખાસ કરીને ફાર્મા મશીનરી અને પ્રોડક્ટ્સ સંબંધિત ટેસ્ટ માર્કેટિંગ, બિઝનેસ જનરેટ કરવા અને ટેકનોલોજી અપડેટ કરવા માટે ઉદ્યોગના લેટેસ્ટ ઉત્પાદનો, મશીનરી, ઉપકરણો અને વિકાસનું પ્રદર્શન કરી રહ્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ૫ ઓગસ્ટના રોજ થયું હતું જેમાં નીચેના મહાનુભાવોએ હાજરી આપી હતી.
- માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત
- માનનીય શ્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ગુજરાત સરકાર
- પ.પૂ. શ્રી ભાઈલુબાપુ, અખિલ ભારતીય સંત સમિતિ, પાળિયાદ
- ડૉ. પ્રશાંત કોરાટ, પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત રાજ્ય
- ડૉ. એચ. જી. કોશિયા, કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટર, ગુજરાત સરકાર
- ડૉ. રવિકાંત શર્મા, ડેપ્યુટી ડ્રગ્સ કંટ્રોલર (ભારત), સીડીએસસીઓ અમદાવાદ ઝોનલ
- ડૉ. વિરંચી શાહ, ઈમીડિએટ પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ, આઇડીએમએ
- શ્રી હરીશ જૈન, નેશનલ પ્રેસિડેન્ટ, ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ એન્ટરપ્રેન્યોર્સ (એફઓપીઈ)
- શ્રી જસવંતભાઈ પટેલ, પ્રમુખ, ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન
- ડૉ. શ્રેણિક શાહ, માનનીય. સંયુક્ત સચિવ, આઇડીએમએ
- શ્રી પી. કે. ઝા, ભૂતપૂર્વ ઝોનલ હેડ, NSIC
- ડૉ. રાજેશ ગુપ્તા, પ્રમુખ, હિમાચલ ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (HDMA)
- શ્રી અમિત ઠક્કર, પ્રમુખ, ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA)
- શ્રી વિક્રમ ચંદવાણી, જનરલ સેક્રેટરી, ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA)
- શ્રી રમેશ શાહ, ચેરમેન, PharmaTechnologyindex.com Pvt. Ltd.
- શ્રી સંચિત ઓઝા, ડિરેક્ટર, JETRO અમદાવાદ
- શ્રી કૈલાશ ગોલેછા, ચેરમેન, JITO બિઝનેસ નેટવર્ક
ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
