- મોનોક્રોમ: રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક સંપૂર્ણ એક્ટિરિયર અને ઇન્ટિરિયર ટ્રીટમેન્ટ સાથે કાલાતીત ઓલ-બ્લેક સૌંદર્યલક્ષી એક નવા સ્તરે લઈ જાય છે
- ધ્યાન આકર્ષિત કરનાર: રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક આ શ્રેષ્ઠ પર્ફોર્મન્સવાળી લક્ઝરી SUV ને વધુ ડ્રામેટિક રૂપ આપે છે – જો કે એક્સક્લુઝિવ 635PS, 750Nm 4.4-લિટર ટ્વીન ટર્બો MHEV V8 પેટ્રોલ એન્જિનની સાથે સંયુકત છે
- ઉત્કૃષ્ટ ફિનિશ: અસાધારણ શિલ્પ કૌશલ અને સ્પોર્ટિંગ ફિનિશની સાથે એક સ્ટેલ્થી ટ્રીટમેન્ટની શોધમાં કોઇ કસર છોડી નથી જે ડ્રામેટિક આત્મવિશ્વાસને વધારે છે
03 જુલાઈ 2025: જાણે ‘કાળા રંગમાં ડૂબી ગયેલી’ દેખાતી, રેન્જ રોવર આજે રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેકનું પૂર્વાવલોકન કરે છે, જેમાં વિગતવાર ઉત્કૃષ્ટ અને સમાધાનકારી ધ્યાન આપવામાં આવ્યું છે. રેન્જ રોવર સ્પોર્ટ SV ની શ્રેષ્ઠ લક્ઝરી પરફોર્મન્સ SUV તરીકે પ્રતિષ્ઠા પર આધારિત, આ પરિચય – જે 2025 ના અંત માં ઓર્ડર કરવા માટે ઉપલબ્ધ થશે – એક ઓલ-બ્લેક એસ્થેટિકની કાલાતીત અપીલની ઉજવણી કરે છે, જે રેન્જ રોવર સ્પોર્ટ ગ્રાહકોમાં પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય સ્પેસિફિકેશન પર આધારિત છે. પહેલી વાર રેન્જ રોવર એસવી રાઉન્ડેલ અને ફ્રન્ટ ગ્રિલ પર બ્રાન્ડ બેજ સહિત વિશિષ્ટ બ્લેક ફિનિશ, સ્ટીલ્થ જેવી સ્પોર્ટિંગ લક્ઝરીની એક બોલ્ડ અને પડકારજનર વ્યાખ્યા પ્રદાન કરે છે.
રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક બ્રાન્ડ માટે વધુ ઉદેશપૂર્ણ પાત્રને અપનાવે છે. એક્સટિરિયર પરની દરેક વિગતોને ગ્લોસ બ્લેક ફિનિશ સાથે બદલવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી શક્તિશાળી રેન્જ રોવર સ્પોર્ટને વધુ પ્રભાવશાળી બનાવે છે.
રેન્જ રોવરના ગ્લોબલ મેનેજિંગ ડાયરેક્ટર માર્ટિન લિમ્પર્ટે જણાવ્યું હતું કે: “રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક સ્પોર્ટિંગ લક્ઝરીનો સાર પ્રસ્તુત કરે છે; આ એક સાહસિક બળવાનું નિવેદન છે. અમે એક એવું વાહન બનાવ્યું છે જે શુદ્ધ શક્તિ અને પ્રદર્શનને એક દ્રઢ, સમજૂતી ન કરનાર ટ્રેન્ડની સાથે જોડે છે જે ધ્યાન આકર્ષિત કરે છે. રેન્જ રોવરની ડિઝાઇન ટીમે બ્લેક પેક અથવા વિકલ્પો સાથે અમે અગાઉ જે કંઈપણ ઓફર કર્યું છે તેનાથી આગળ વધીને દરેક એક્સટિરિયર અને ઇન્ટિરિયર એલિમેન્ટસને એક અત્યાધુનિક નાર્વિક બ્લેક ટ્રીટમેન્ટ આપી છે; એવું લાગે છે કે વાહન ગ્લોસમાં ડૂબી ગયું છે. અમે રેન્જ રોવર પર પહેલીવાર નવી ફિનિશ પર આ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે ખરેખર અમારા શિલ્પ-કૌશલનું પ્રદર્શન કરે છે.”
રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક
રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક સ્પોર્ટિંગ એટિટ્યૂડને નેકસ્ટ લેવલ પર લઈ જાય છે. સંપૂર્ણ બ્લેક થીમ પર એક ડાયનેમિક અને દ્રઢ દ્રષ્ટિકોણ, રેન્જ રોવર સ્પોર્ટ એસવી બ્લેક તેની નાર્વિક બ્લેક બોડી અને સંપૂર્ણ નાર્વિક ગ્લોસ બ્લેક એક્સટીરિયર પેક સાથે ધ્યાન ખેંચે છે, જે તેના મસ્કુલર સ્ટાંસ અને કેન્દ્રિત હાજરીને વધારે છે.
સંપૂર્ણ મોનોક્રોમ ફિનિશને વધારવા માટે બ્લેક-પેંટેડ કાર્બન ફાઇબર બોનેટ, ગ્લૉસ બ્લેક ફોર્જ્ડ 23-ઇંચના એલોય વ્હીલ્સની સાથે ગ્લૉસ બ્લેક બ્રેક કેલિપર્સ અને ગ્લોસ બ્લેક ક્વોડ એક્ઝોસ્ટ્સ છે. દરેક એપ્લિકેશનમાં કાળો રંગ ઉત્કૃષ્ટ રીતે વ્યક્ત થાય છે – ખાસ કરીને ટેલગેટ પર નવા બ્લેક સિરામિક SV રાઉન્ડલની સાથે.
શ્રેષ્ઠ પર્ફોમન્સવાળી આ SUVમાં એક ડાર્ક અને પર્પઝફુલ ઇન્ટિરિયર છે જે તેને કમાન્ડિંગ એક્સિટિરિયર સાથે મેળ ખાય છે. જ્યારે પણ દરવાજો ખોલવામાં આવે છે ત્યારે નવી SV બ્લેક ઇલ્યુમિનેટેડ ટ્રેડપ્લેટ્સ એક વિઝ્યુઅલ સ્ટેટમેંટ આપે છે, જ્યારે કોતરણીવાળી સીટો એબોની વિંડસર લેધરમાં ફિનિશ કરાયેલ છે. ગ્લૉસ ગ્રાન્ડ બ્લેક ફિનિશર્સ અંદરના લુકને પૂર્ણ કરે છે, જે સ્પોર્ટિંગ એટીટ્યૂડ અને શાનદાર, તકનીકી ફિનિશના શ્રેષ્ઠ મિશ્રણને પૂર્ણ કરે છે.
રેન્જ રોવર સ્પોર્ટ SV એ અત્યાર સુધીની સૌથી પાવરફુલ અને ડાયનેમિક રેન્જ રોવર સ્પોર્ટ છે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને ડાયનેમિકની સાથે અજોડ રેન્જ રોવર ક્ષમતા, રિફાઇનમેંટ અને રિડક્ટિવ ડિઝાઇનનું મિશ્રણ છે. પર્ફોમન્સ વધારનાર તેની ટેકનોલોજીમાં પોતાની શ્રેણીમાં સૌથી અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ – 6D ડાયનેમિક્સ સસ્પેન્શન અને ‘બોડી એન્ડ સોલ સીટ્સ’ સામેલ છે, જે વેલનેસ બેનિફિટસની સાથે એક સેન્સરી ઑડિયો સિસ્ટમ છે.
635PS, 750Nm 4.4 લિટર ટ્વીન ટર્બો MHEV V8 પેટ્રોલ એન્જિન દ્વારા વિશિષ્ટ રીતે સંચાલિત, રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક 3.6 સેકન્ડમાં 0-60mph ની ઝડપે અને 180mph ની ટોચની ગતિ સુધી પહોંચવામાં સક્ષમ છે.
રેન્જ રોવર હવે વૈશ્વિક સ્તરે એક નવી ખાસ ટ્યુન કરેલી રેન્જ રોવર સ્પોર્ટ SV પણ રજૂ કરી રહી છે; જેમાં રિવોલ્યુશનરી 6D ડાયનેમિક્સ ટેકનોલોજી અને 635PS ટ્વીન ટર્બો V8 માઇલ્ડ-હાઇબ્રિડ પાવરટ્રેન છે, જેની વધુમાં વધુ ઝડપ 165mph છે. ગ્રાહકો હવે www.rangerover.com પર તેમના રેન્જ રોવર સ્પોર્ટ SV ને કૉન્ફિગર કરી શકે છે.
રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેકનું પ્રીવ્યૂ યુકેના ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડમાં ગુરુવાર 10 થી રવિવાર 13 જુલાઈ 2025 દરમિયાન કરવામાં આવશે. તે ગ્રાહકો માટે 2025 ના અંતથી ઓર્ડર કરવા માટે ઉપલબ્ધ હશે.
