“ગરબા ગ્રુવ 2025″માં જોવા મળ્યો પરંપરા અને આધુનિકતાનો અનોખું સંગમ
ગુજરાત, અમદાવાદ | 29 સપ્ટેમ્બર 2025: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે “ગરબા ગ્રુવ 2025” માં હજારો ખેલૈયાઓ ભક્તિભાવ પૂર્વક મનમુકીને ગરબે ઝુમી રહ્યાં છે, “ગરબા ગ્રુવ” ખાતે પરંપરાગત ગરબાના શુદ્ધ સ્વરૂપ સાથે દેશી ઢોલના તાલનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતુ. અને ગરબા પ્રેમીઓ માટે સમગ્ર ઇવેન્ટ પરિસરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતુ. ત્યારે આ વર્ષે યુવા ખેલૈયાઓ મોબાઈલમાં રીલ બનાવી શકે તે માટે ખાસ ‘રીલ ઝોન’ બનાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ પ્રોપ્સ અને લાઇટિંગ ઇફેક્ટ્સની મદદથી તેઓ સોશિયલ મીડિયા માટે ટ્રેન્ડિંગ વિડિયોઝ બનાવીને ઉત્સવને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉજવણી કરી રહ્યા છે, જે આધુનિકતા સાથેના સમન્વયનું પ્રતીક છે.
તમને જણાવી દઈએ કે, “ગરબા ગ્રુવ 2025” માત્ર એક નવરાત્રી ઇવેન્ટ જ નથી રહી, પરંતુ તે પરંપરાની ભાવનાને જાળવી રાખીને આધુનિક જરૂરિયાતોને સંતોષતું અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતું એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ બની ગયુ છે, જે ખેલૈયાઓને આધ્યાત્મિક શાંતિ અને અવિસ્મરણીય મનોરંજનનો અનુભવ પૂરો પાડે છે. સાથે “ગરબા ગ્રુવ 2025” ખાતે દરરોજ કોઈ ને કોઈ સેલેબ્રિટી સાથે ખેલૈયાઓ ગરબાની મજા પણ માણી રહ્યાં છે.
