- એઆઈ અને સેમિકન્ડક્ટર સંબંધી શિક્ષણના માર્ગો, ફેકલ્ટી ડેવલપમેન્ટ, અભ્યાસક્રમનું એકીકરણ અને ઉદ્યોગને અનુરૂપ પ્રમાણપત્રો દ્વારા વર્કફોર્સ ડેવલપમેન્ટને આગળ ધપાવવા માટેનું સહયોગ.
નવી દિલ્હી | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) ઇન્ડિયાના નોન-પ્રોફિટ શિક્ષણ સાહસ અને દેશના પ્રથમ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેકનોલોજી (MET) સંસ્થા એવા NAMTECH (ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) અને ઇન્ટેલ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે સેમીકોન ઇન્ડિયા 2026 ખાતે AI અને સેમિકન્ડક્ટરના પાયાના કૌશલ્યો ધરાવતું ભવિષ્ય માટે સક્ષમ કાર્યબળ તૈયાર કરવાના સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.
આ સહયોગ સેમીકોન 2.0 ફ્રેમવર્કના ટેલેન્ટ ડેવલપમેન્ટ સ્તંભને આગળ ધપાવવાનો ધ્યેય ધરાવે છે અને સેમીકોન ઇન્ડિયા 2026 થીમ “સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ” સાથે સુસંગત છે.
આ સહયોગ દ્વારા, NAMTECH ઇન્ટેલના ‘Intel® AI ફોર ફ્યુચર વર્કફોર્સ’ પ્રોગ્રામને અમલમાં મૂકવા માટે તેની સાથે મળીને કામ કરશે, જેનો હેતુ ડિજિટલ ઇકોનોમી માટે પાયાની AI ક્ષમતાઓ અને રોજગારલક્ષી કૌશલ્યોનું નિર્માણ કરવાનો છે. આ ઉપરાંત, તે ઇન્ટેલના ‘ડિજિટલ રેડિનેસ’ પ્રોગ્રામ્સ હેઠળ સેમિકન્ડક્ટર-કેન્દ્રિત પહેલો પણ શરૂ કરશે, જે શીખનારાઓને ઉદ્યોગ-સંબંધિત તકનીકી અને વ્યવસાયિક કૌશલ્યોની સાથે સેમિકન્ડક્ટર ટેકનોલોજી, તેના ઉપયોગો અને કારકિર્દીના માર્ગો વિશે પાયાની જાગરૂકતા વિકસાવવામાં સક્ષમ બનાવશે.
આ પહેલ ટ્રેન-ધ-ટ્રેનર પ્રોગ્રામ્સ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ, ઇન્ટેલના AI અને સેમિકન્ડક્ટર લર્નિંગ પાથવેઝના અમલીકરણ, કો-બ્રાન્ડેડ સર્ટિફિકેશન્સ અને NAMTECHના વિવિધ કાર્યક્રમોમાં અભ્યાસક્રમના એકીકરણને સક્ષમ બનાવશે. તે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગના સહભાગીઓ માટે સ્કેલેબલ વર્કફોર્સ-ડેવલપમેન્ટ પહેલોની શક્યતાઓ પણ ચકાસશે.
આ પહેલનું એક મુખ્ય ફોકસ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ -જેમાં ચિપ ડિઝાઇનીંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગનો સમાવેશ થાય છે-તેની ઊંડી સમજ કેળવવા પર રહેશે, સાથે જ સક્ષમ પ્રતિભાઓને ઉદ્યોગમાં સંબંધિત તકો સાથે જોડતા સ્પષ્ટ કારકિર્દીના માર્ગો ઊભા કરવા પર રહેશે.
એમઓયુની આપ-લે ઇન્ટેલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને ક્લાયન્ટ કમ્પ્યુટિંગ એન્ડ ફિઝિકલ AI ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગોકુલ વી. સુબ્રમણ્યમ ; ઇન્ટેલ કોર્પોરેશન, USAના ઇન્ટરનેશનલ ગવર્નમેન્ટ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ મિસીસ સારાહ કેમ્પ; અને NAMTECHના ડાયરેક્ટર જનરલ અને સીઈઓ ડૉ. ઇબ્રાહિમ હાફીઝુર રહેમાનની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
એમઓયુ પર હસ્તાક્ષર કરતી વખતે, NAMTECH ના ડાયરેક્ટર જનરલ અને સીઈઓ ડૉ. ઈબ્રાહિમ હાફીઝુર રહેમાને કહ્યું: “ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની આકાંક્ષા આખરે માત્ર આપણે બનાવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી દ્વારા જ નહીં, પરંતુ તેને ડિઝાઇન કરવા, ઉત્પાદન કરવા, અમલમાં મૂકવા અને તેની આસપાસ સતત ઈનોવેશન કરવા માટે આપણે જે પ્રતિભાનો વિકાસ કરીએ છીએ તેના દ્વારા પણ વ્યાખ્યાયિત થશે. NAMTECH ખાતે, અમે માનીએ છીએ કે આ માટે એવી શિક્ષણ પ્રણાલીની જરૂર છે જે ઉદ્યોગોને શિક્ષણના વાતાવરણ સાથે જોડે અને જ્ઞાનને વાસ્તવિક દુનિયાના વ્યવહારિક ઉપયોગ સાથે સાંકળે. ઇન્ટેલ સાથેની આ ભાગીદારી વૈશ્વિક ટેકનોલોજી નિપુણતાને ઉત્પાદન શિક્ષણ તરફના NAMTECHના ઉદ્યોગ-સંકલિત અભિગમ સાથે લાવે છે, જે શીખનારાઓ માટે ભારતના સેમિકન્ડક્ટર અને AI-સંચાલિત ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યો વિકસાવવાના અર્થપૂર્ણ માર્ગો બનાવે છે.”
એશિયા પેસિફિક અને જાપાનના ઇન્ટરનેશનલ ગવર્નમેન્ટ અફેર્સના સીનિયર ડિરેક્ટર મિસીસ શ્વેતા ખુરાનાએ ઉમેર્યું: “AI અને સેમિકન્ડક્ટરનું જોડાણ ઉદ્યોગોને નવો આકાર આપી રહ્યું છે અને ભારત માટે નવી તકો ઊભી કરી રહ્યું છે. આ પરિવર્તનને સમર્થન આપવા માટે જરૂરી પ્રતિભા અને નિપુણતાનું નિર્માણ કરવું એ સહિયારી જવાબદારી છે. NAMTECH સાથેના અમારા સહયોગ દ્વારા, ઇન્ટેલ ઇન્ડિયા ઉદ્યોગ-સક્ષમ કાર્યબળ તૈયાર કરવામાં મદદ કરવા અને ટેકનોલોજીકલ લીડરશિપ તરફની ભારતની સફરને સમર્થન આપવા માટે ઉદ્યોગ ક્ષેત્રની નિપુણતા અને મૂલ્યવાન દ્રષ્ટિકોણ લાવી રહ્યું છે.”
આ સહયોગ ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની આકાંક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ તબક્કે આવ્યો છે, કારણ કે દેશ યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓમાં પોતાના ટેલેન્ટ બેઝ નો વિસ્તાર કરવા માંગે છે.
== સમાપ્ત ==
