અમદાવાદ શહેરમાં પ્રથમવાર નવરાત્રીનો રાજવી રંગ – “મોરબની” બનશે રમઝટનું કેન્દ્ર
ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ શહેરને પ્રથમવાર એવો નવરાત્રી ઉત્સવ મળ્યો છે, જે ગરબાની પરંપરા સાથે શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમઝટને એક નવું સ્વરૂપ આપે છે. અમદાવાદ શહેરને સૌપ્રથમવાર શાહી ઠાઠ સાથે ઉજવાતા એક અનોખા ગરબા “મોરબની”નો અનુભવ થવા જઈ રહ્યો છે. હારમોની ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મોરબની ગરબો – મોરના આનંદ અને પરંપરાગત ગરબાના રંગને ભવ્યતા સાથે જોડે છે. અમદાવાદના શેલા ખાતે આવેલા વીઆઈપી રોડ વાપા સિટી ખાતે 22 સપ્ટેમ્બર 2025થી યોજાનાર આ વિશિષ્ટ ગરબાની થીમ “Grand Royal Peacock” એટલે કે શાહી મોર – જે ગરબાને એક નવો શાહી સ્વરૂપ આપે છે.
આ કાર્યક્રમમાં અંદાજે 7,500 થી વધુ લોકો હાજરી આપશે અને 2,53,000 સ્ક્વેર ફૂટના વિસ્તૃત મેદાનમાં તારા નીચે ગરબાની મજા માણશે. આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે, બે અલગ અલગસેગમેન્ટમાં રાત્રે 9થી 12 વાગ્યા સુધી લાઈવકલાકારો સાથે ગરબા અને ત્યારબાદ પરોઢ સુધી મંડળી ગરબો યોજાશે.
આ ઉપરાંત વિશિષ્ટ શાહી ડેકોર, VIP લાઉન્જ, વેલેટ પાર્કિંગ, 2000થી વધુ બેઠકો અને સ્પોન્સર્સ માટે ખાસ મહાઆરતી જેવી સુવિધાઓ મોરબનીને એક ભવ્ય સાંસ્કૃતિક અનુભવ બનાવે છે. આમ, “મોરબની” માત્ર ગરબો નથી – તે છે એક તહેવાર જે શાહી ભવ્યતા સાથે સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું સંગમ બનાવે છે.
આ સમગ્ર ગરબા નાઈટ દરમિયાન વિવિધ કલાકારોસિંગર અને આર્ટિસ્ટ ખેલૈયાઓને ગરબા ઘુમવાશે. જેમાં પ્રથમ દિવસે શ્યામ ગઢવી, બીજા દિવસે સોનુ ચરણ, ત્રીજા દિવસે દીપ્તિ અને સોનાલી વ્યાસ, ચોથા દિવસે બ્રિજેશ પરીખ, પાંચમા દિવસે ભુપેન્દ્રજી, છઠ્ઠા દિવસે બ્રિજેશ પરીખ, સાતમા દિવસે શ્યામ ગઢવી, આઠમા દિવસે વ્યાસ બ્રધર્સ, નવમા દિવસે ઉર્વશી પટેલ જેવા કલાકારો ઉપસ્થિત રહેશે.
