ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને ૩૪ લોકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૪૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ઈન્દોર સ્થિત રામકથાના શ્રોતા રૂપેશભાઈ વ્યાસ દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
==========
