Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

।। રામ ।।

ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં મોત નીપજ્યાં છે તેમની તરફ સંવેદના વ્યક્ત કરી છે અને વડાપ્રધાન રાહત કોષમાં રુપિયા ૩ લાખની સહાય અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

વલભીપુર નજીકના એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી પૂજ્ય બાપુએ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

====◊◊◊◊◊◊====

Related posts

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

truthofbharat

ડબ્લ્યુડબ્લ્યુઇ® સુપરસ્ટાર્સે રેસલમેનિયા®41 પહેલા ક્લેશ ઓફ ક્લેન્સને ટેકઓવર કરી

truthofbharat

ફ્લો અમદાવાદ દ્વારા એલિટ મિસિસ ઇન્ડિયા પેજન્ટ રનર્સઅપનું સન્માન કરવામાં આવ્યું

truthofbharat