Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર કચ્છ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: પૂજ્ય મોરારીબાપુએ તાજેતરમાં બિહારમાં, કચ્છમાં અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી છે. કુંભ સ્નાન કરી પરત ફરી રહેલા પટના બિહારના એક પરિવારના ૬ સભ્યોને અકસ્માત નડયો હતો અને તેમાં તમામ સભ્યોના મોત નિપજયા હતા. એ પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુએ ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અન્યથા તે રાશી બિહાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.

બાબરા નજીક લાઠીના પરિવારને અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમને પણ ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. બે દિવસ પહેલા કચ્છ જિલ્લાના કેરા મુંદ્રા રોડ પર મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૭ લોકો માર્યા ગયા હતા તેમને પણ ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને આ વિતિય સેવા  કોટેશ્વર કથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

ક્લિન એનર્જીના લક્ષ્યાંકોથી 2030 સુધીમાં 44 લાખ રોજગારીની તકો સર્જાઈ શકે; 2047 સુધીમાં ઓર્ગેનિક વેસ્ટ ક્ષેત્રમાં 51 અબજ ડૉલરના રોકાણની સંભાવના : CEEWનો અભ્યાસ

truthofbharat

વાડીલાલ અને પાર્લેની અનોખી ભાગીદારી સાથે “વાડીલાલ મેલોડી આઈસ્ક્રીમ”નું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ

truthofbharat

વૈદેહી ચૌધરીએ ત્રીજું ફેનેસ્ટા ઓપન ટાઇટલ જીત્યું; માન કેશરવાનીએ મેડન મેન્સ ક્રાઉનનો ખિતાબ હાંસલ કર્યો

truthofbharat