Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

એ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. 

====+++====

Related posts

કોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”

truthofbharat

ગુજરાત ટુરિઝમના સહયોગમાં 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સઃ લાપતા લેડિઝ શ્રેષ્ઠ ફિલ્મ, અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યન બંનેને શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ, આઈ વોન્ટ ટુ ટૉક ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ) એવોર્ડ

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ, ગુજરાતના લગભગ 70 વિદ્યાર્થીોએ JEE મેઈન્સ 2025 (સત્ર 1) માં ઉજવણી કરી, જેમાં અમદાવાદના 36 વિદ્યાર્થી 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સાથે તેજસ્વી થયાં

truthofbharat

Leave a Comment